Googleનું Gemini AI લોન્ચ, જાણો ChatGPT કરતા શું છે અલગ?

By Gizbot Bureau
|

Googleની પેરેન્ટ કંપની Alphabet દ્વારા OpenAIના ChatGPTને ટક્કર આપવા માટે પોતાનું એડવાન્સ્ડ એઆઈ મોડેલ Gemini AI લોન્ચ કરવામાં આવ્યું છે. આ એક ડીપમાઈન્ડ એઆઈ મોડેલ છે, જે ગૂગલના ડીપમાઈન્ડનું પહેલું મોડેલ છે. આ એઆઈ મોડેલ ચેટજીપીટી ઉપરાંત Metaના એઆઈ મોડેલ Llama 2ને પણ સ્પર્ધા પૂરી પાડશે.

Googleનું Gemini AI લોન્ચ, જાણો ChatGPT કરતા શું છે અલગ?

Gemini AIના લોન્ચ પ્રસંગે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે ગૂગલમાં આ નવા એઆઈ

યુગની શરૂઆ છે. જેમિની ગૂગલનું વિશાળ લેંગ્વેજ મોડેલ છે, જેનો ઉલ્લેખ સુંદર પિચાઈએ પહેલીવાર જૂન મહિનામાં I/O ડેવલપર્સ મીટિંગમાં કર્યો હતો.

શું છે Googleનું Gemini AI?

Googleનું Gemini AI મોડેલ ખૂબ જ એડવાન્સ્ડ એઆઈ મોડેલ છે. જેના જુદા જુદા વર્ઝન લોન્ચ કરવામાં આવશે. હાલ ગૂગલે માત્ર Gemini Nano નામનું લાઈટર વર્ઝન જ લોન્ચ ર્યું છે, જેનો એન્ડ્રોઈડ ડિવાઈસમાં ઓફલાઈન મોડમાં પણ ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત ગૂગલ Gemin Pro જે એડવાન્સ્ડ વર્ઝન છે, તે પણ ટૂંક સમયમાં લોન્ચ કરશે.

Googleનું Gemini AIની ખાસિયત શું છે?

Googleનું Gemini AI માણસોની વાતચીત પરથી ઈન્સ્પાયર્ડ છે. આપણે બધા એકબીજા સાથે કેવી રીતે વાત કરીએ છીએ, તેના પરથી જેમિનીને તૈયાર કરવામં આવ્યું છે. હાલ જેમિનીનુ સૌથી બેઝિક મોડેલ ટેક્સ્ટ ઈન અને ટેક્સ્ટ આઉટ પર આધારિત છે. પરંતુ Gemini Ultra જેવા મોડેલમાં ઈમેજ, વીડિયો અને ઓડિયોની સુવિધા મળવાની છે.

જો કે, આ બધા કંપનીના દાવા છે. જેમિનીની ખરેખરી ક્ષમતાનો પરિચય તો જ્યારે યુઝર્સ તેનો ઉપયોગ શરૂ કરશે, ત્યારે જ ખબર પડશે. ખા કરીને એવા યુઝર્સ જે કોડિંગ માટે અને માહિતી મેળવવા માટે તેનો ઉપયોગ કરવા ઈચ્છે છે, તેમને મળતા પરિણામો જેમિની કેટલું સક્ષણ છે તે જણાવસે.

આ નવા મોડેલની સાથે ગૂગલે પોતાના TPU સિસ્ટમનું એક નવું વર્ઝન TPU v5p પણ લોન્ચ કર્યું છે. આ એક કમ્પ્યુટિંગ સિસ્ટમ છે, જેને ટ્રેનિંગ અને મોટા કેલ પર મોડેલને લાવવા માટે ડેટા સેન્ટર્સમાં ઉપયોગ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.

ગૂગલના બાર્ડ એઆઈમાં પણ કરી શકાશે ઉપયોગ

ગૂગલે આ પહેલા પોતાનું એઆઈ મોડેલ Bard લોન્ચ કર્યું હતુ, જે હવે જેમિની પ્રો દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. જે યુઝર્સ પિક્સલ 8 પ્રો ડિવાઈસ યુઝ કરી રહ્યા છે, તેમને જેમિની નેનો પર બેઝ્ડ નવા ફીચર્સ મળશે. તો જેમિની અલ્ટ્રા આગામી વર્ષે લોન્ચ થવાની શક્યતા છે.

150થી વધુ દેશોમાં થશે ઉપલબ્ધ

ગૂગલનું આ નવું એઆઈ મોડેલ એક સાથે વિશ્વના 150 દેશોમાં ઉપયોગમાં લઈ શકાશે. હાલ જેમિની એઆઈનું બેઝિક મોડેલ નેનો જ લોન્ચ કરાયું છે, પરંતુ બાદમાં પ્રો અને અલ્ટ્રા વર્ઝન પણ અવેલેબલ થશે. હાલ આ એઆઈ મોડેલને માત્ર અંગ્રેજીમાં જ યુઝ કરી શકાય છે. બાદમાં તેને યુરોપ સહિત અન્ય દેશોની સ્થાનિક ભાષામાં પણ લોન્ચ કરવામાં આવશે.

ChatGPT અને Llama2 સાથે થશે ટક્કર

AIની દુનિયામાં જેમિનીની સીધી ટક્કર ઓપનઆઈના ટૂલ ચેટજીપીટ અને મેટાના ટૂલ લામા 2 સાથે થવાની છે. ચેટજીપીટીના લોન્ચ બાદ ગૂગલે તેને કોડ રેડ જાહેર કર્યું હતું. પરંતુ હવે જેમિનીના લોન્ચ સાથે ગૂગલ પણ એઆઈ ચેટબોટની રેસમાં આવી ગયું છે. ચેટજીપીટી અને જેમિનીમાંથી કોણ બેસ્ટ છે, તે કહેવું મુશ્કેલ છે. પરંતુ વીડિયો અને ઈન્ટરનેટ સુવિધા વગર કામ કરવાની ક્ષમતા જેમિનીને વધુ એડવાન્સ બનાવે છે. સાથે જ જેમિનીની ફ્રી સર્વિસ યુઝર્સને આકર્ષિત કરશે.

Best Mobiles in India

English summary
Google launched powerful ai mode gemini know what is different than chatgpt

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X