Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google લાવ્યું નવું ટૂલ, લખેલા શબ્દોને બનાવી દેશે મ્યુઝિક!

AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જ હવે વિશ્વનું ભવિષ્ય છે. આગામી સમયમાં આ ટેક્નોલોજી આપણા બધાના રોજિંદા જીવનનો ભાગ બની જવાની છે, અને આ ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે. વિશ્વની સૌથી મોટી ટેક કંપની Google એ એક ખાસ AI ટૂલ બનાવ્યું છે, જેનું નામ MusicLM આપવામાં આવ્યું છે. આ ટૂલની ખાસિયત એ છે કે તે કોઈ પણ પ્રકારની ટેક્સ્ટને મ્યુઝિકમાં પરિવર્તિત કરી શકે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી પર ચાલતું આ ટૂલ કોઈ સીટી હોય કે પછી ગણઘણવામાં આવતી ધૂન હોય, બંનેને જુદા જુદા ઈન્સ્ટ્રુમેન્ટના અવાજમાં પરિવર્તિત કરવા સક્ષમ છે. કંપનીનું કહેવું છે કે આ એક ટેક્સ્ટ ટુ મ્યુઝિક જનરેશન સિસ્ટમ છે, જે સંગીતની દુનિયામાં કામ કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
ટૂલ દ્વારા ક્રિએટ થઈ શક્શે શાનદાર મ્યુઝિક
ગિટહબના લેટેસ્ટ રિપોર્ટ મુજબ ટેક જાયન્ટ કંપની ગૂગલે આ MusicLM ટૂલ તૈયાર કર્યું છે. આ ટૂલ ChatGPT અને DALL-Eની જેમ જ કામ કરે છે. આ ટૂલ દ્વારા 24kHz સુધીનો સાઉન્ટ ક્રિએટ કરી શકાય છે. કંપનીનું કહેવું છે કે ટેસ્ટિંગ દરમિયાન આ એઆઈ ટૂલે ખૂબ જ જબરજસ્ત મ્યુઝિક તૈયાર કર્યા છે, અને ઓડિયો ક્વોલિટી મામલે તો પાછળની બધી જ ટેક્નોલોજી કરતા આ ટૂલ ઘણું આગળ છે.
જો કે ગૂગલે હજી સુધી આ ટૂલને સામાન્ય યુઝર્સ માટે રોલઆઉટ નથી કર્યું. પરંતુ આગામી દિવસોમાં બધા જ પ્રકારના ટેસ્ટિંગ બાદ આ એઆઈ ટૂલ ગ્લોબલી રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા છે.
MusicLM એ તૈયાર કર્યા સેમ્પલ
ગિટહબના રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ગૂગલે MusicLM AI ટૂલની મદદથી મ્યુઝિકના કેટલાક સેમ્પલ્સ પણ તૈયાર કર્યા છે. જેને MusicCaps નામ આપવામાં આવ્યું છે. આ સેમ્પલ્સમાં 30 સેકન્ડથી લઈને 5 મિનિટ સુધીની મ્યુઝિક ક્લિપ્સ સામેલ છે.
ChatGPTને ટક્કર આપશે ગૂગલનું આ લેટેસ્ટ ટૂલ
ગિટહબના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ગૂગલે આ ટૂલની રચના ખાસ કરીને ChatGPTને હરિફાઈ પૂરી પાડવા માટે બનાવ્યું છે. ChatGPT અને MusicLMની શોધ બાદ લાગી રહ્યું છે કે, આગામી સમયમાં હવે આપણને AI ટેક્નોલોજી ધરાવતા બીજા ઘણા ટૂલ જોવા મળશે. જે સામાન્ય યુઝર્સના ઘણા બધા કામને, કામ કરવાની રીતને બદલી નાખશે.
હાલ આ માહિતીની સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે ગૂગલે કેટલાક સમય પહેલા ગ્રુપ મેસેજ માટે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ફીચર લોન્ચ કર્યું હતું. જેને કારણે હવે મેસેજમાં રહેલી યુઝર્સની માહિતી લીક થવાની શક્યતા રહેતી નથી. આ એન્ક્રિપ્શનને કારણે યુઝર્સના ડેટાની સુરક્ષા વધી છે. આ ફીચર હાલ બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં બધા જ યુઝર્સ માટે પણ આ ફીચર લોન્ચ કરી દેવાશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications