Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google I/O 2024: Gemini 1.5 Pro AI મોડેલ લોન્ચ, Gmail, Photos, Maps પણ થયા અપગ્રેડ
દિગ્ગજ ટેક કંપનીગ ગલે પોતાની મેગા ઈવેન્ટમાં AI મોડેલ Gemini 1.5 Pro લોન્ચ કરી દીધું છે. આ મોડેલ જૂના મોડેલ કરતા બમણું સ્માર્ટ છે. તેનો સપોર્ટ વર્કસ્પેસ લેબ્સમાં મળશે. આ ઉપરાંત કંપનીએ Gmailથી લઈને Google Photosને પણ અપગ્રેડ કર્યા છે. ગૂગલનું માનવું છે કે તેનુ યુઝર્સને આ ટૂલ્સ વાપરવામાં સરળતા પડશે. ચાલો જાણીએ કે ગૂગલે કયા કયા ટૂલ્સમાં શું શું અપગ્રેડેશન આપ્યા છે.

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈના કહેવા પ્રમાણે Google Gemini 1.5 Pro લેટેસ્ટ AI મોડેલ છે. જેમાં હવે ડેવલપર્સને 2 મિલિયન ટોકન મળશે. આ પહેલા માત્ર 1 મિલિયન ટોકન જ મળતા હતા. આ ટૂલનો ઉપયોગ Gemini Advanced દ્વારા 35 જુદી જુદી ભાષામાં કરી શકાય છે. હાલ આ અપગ્રેડ માત્ર ડેવલપર્સને મળશે તેવી શક્યતા છે. પરંતુ આગામી દિવસોમાં ગૂગલ એઆઈ ટૂલનો લાભ સામાન્ય યુઝર્સને પણ મળશે.
Gmailમાં મળશે Gemini
ગૂગલ વર્કસ્પેસમાં પણ Geminiનો સપોર્ટ મળશે. આ ઉપરાતં યુજર્સ જીમેઈલમાં જેમિનીનો ઉપયોગ કરીને ઈમેઈલને સમરાઈઝ પણ કરી શક્શે. સાથે જ તેમને ઈમેઈલ પર રિપ્લાય આપવાનો ઓપ્શન પણ મળશે. જેમિનીનો જીમેઈલમાં સપોર્ટ તો યુઝર્સને ચાલુ મહિનાથી જ મળવા લાગશે. આ ઉપરાંત આ એઆઈ મોડેલ ડોક્સમાં રિપોર્ટ તૈયાર કરવામાં પણ હેલ્પ કરશે. જો કે આ સુવિધાનો લાભ મળતા સપ્ટેમ્બર મહિનો આવી જશે.
ગૂગલ ફોટોઝ
ગૂગલ ફોટોઝમાં પણ હવે નવું ફીચર એડ થયું છે, જેનું નામ છે આસ્ક ફોટોઝ. આ ફીચર પણ જેમિની દ્વારા કામ કરે છે. આસ્ક ફોટોઝ ફીચર દ્વારા યુઝર્સ બોલીને પોતાનો ફોટો ડિવાઈસમાં સર્ચ કરી શક્શે. સુંદર પિચાઈના કહેવા પ્રમાણે ફોટો શોધવા માટે આ ફીચર ખાસ ઉપયોગી થવાનું છે. કારણ કે હવે તમારે આખી ગેલેરી ફંફોસવી નહીં પડે. માત્ર કમાન્ડ આપીને તમે જોઈતો ફોટો શોધી શક્શો.
ગૂગલ મેપ્સ
ગૂગલ મેપ્સમાં પણ જેમિની મોડેલનો લાભ મળવાનો છે. જે અંતર્ગત મેપ્સ પ્લેટફોર્મ પર પ્લેસ એપીઆઈનો સપોર્ટ મળશે. જેની મદદથી ડેવલપર્સ પોતાની વેબસાઈટ અને એપમાં જુદા જુદા વિસ્તારો કે એરિયાની જનરેટિવ એઆઈ સમરી બતાવી શક્શે. સારી વાત એ છે કે આ સમરી જેમિની પોતે બનાવશે. ડેવલપર્સને જે તે વિસ્તારનું ડિસ્ક્રીપ્શન લખવાની જરૂર નહીં પડે. આ ટૂલનો સપોર્ટ પણ મેપ્સમાં ચાલુ મહિનાથી મળવાનો શરૂ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications