નકલી ખબર ઓળખવા માટે ગૂગલે કાઢ્યો નવો રસ્તો

By: anuj prajapati

ગૂગલ પાસે તમારી બધી જ સમસ્યાનો રસ્તો છે. ઓનલાઇન પબ્લિશ થતી બધી જ વસ્તુ સાચી હોતી નથી. ઘણી વખત તેઓ એક અફવાહ પણ હોય છે. જેના કારણે લોકો માટે સાચી ખબર અને ખોટી ખબર ઓળખવી ખુબ જ મુશ્કિલ બની જાય છે.

નકલી ખબર ઓળખવા માટે ગૂગલે કાઢ્યો નવો રસ્તો

નકલી ખબર મુસીબત સ્લોવ કરવા માટે ગૂગલ એક નવું ફીચર લઈને આવ્યું છે. નવું ફીચર ફેક્ટ ચેક કરશે. આ નવું ફીચર આર્ટિકલ અને તેના ન્યુઝ રિઝલ્ટમાં ફેક્ટ ચેક કરશે. આ ફીચર ગૂગલ ઘ્વારા લોન્ચ કરવામાં આવી ચૂક્યું છે. કંપની આશા રાખી રહ્યું છે કે હવે લોકો સાચી અને ખોટી ખબર વિશે સરળતાથી જાણકારી મેળવી શકશે.

છેલ્લા કેટલાક સમયથી ગૂગલ પર ખોટી માહિતી ફેલાવવા માટેનો આરોપ લાગતો આવ્યો હતો. એટલા માટે કંપની ઘ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે, જેનું લોકો સ્વાગત કરી રહ્યા છે. પરંતુ ગૂગલ સ્ટોરી સાચી છે કે નહીં તેની ચકાસણી નહીં કરે. પરંતુ તેમના બદલે પોલીફેક્ટ અને સ્નોપ તેને ચેક કરવાનું કામ કરશે.

ગુગલ ડ્રાઈવ ની મદદ થી તમારા એન્ડ્રોઇડ ફોન પર ડોકયુમેન્ટ્સ કઈ રીતે શેર કરવા

ગૂગલ વોશિંગ્ટન પોસ્ટ અને ન્યુયોર્ક ટાઈમ્સ જેવા મોટા પબ્લિશર માટે પણ સિસ્ટમ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. જેના કારણે મીડિયા પણ ફેક્ટ ચેક કરી શકે. રસપ્રદ વાત છે કે એક જ આર્ટિકલને અલગ અલગ પબ્લીશર ઘ્વારા અલગ અલગ રેટિંગ મળે છે.

ગૂગલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ફેક્ટ ગૂગલ ઘ્વારા ચેક કરેલા નથી. પરંતુ તેને લોકો સામે લાવી રહ્યા છે, જેના કારણે લોકો યોગ્ય નિર્ણય લઇ શકે. હવે તેવા આર્ટિકલ ગૂગલ સર્ચ લિસ્ટમાં દેખાય છે કે નહીં તેનો આધાર ગૂગલ અલ્ગોરિથમ પર રાખે છે.

Read more about:
English summary
Google has come up with a new tool that puts "Fact Check" tags on parts of articles in its news results.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot