Just In
તમે google પર ફોટોસ કઈ રીતે સર્ચ કરો છો તે બદલવા જઈ રહ્યું છે
Google સર્ચ એ વિશ્વની અંદર સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સર્ચ એન્જિન છે. અને મોટાભાગના બધા જ ઇન્ટરનેટ યુઝર્સ તેમની બધી જ વસ્તુઓ પછી તે ફોટો હોય કે કોઈ વેબ પેજીસ બધી જ વસ્તુ ગૂગલ પર સર્ચ કરતા હોય છે. અને અને આ સર્ચ એન્જિન ની અંદર ગૂગલ દ્વારા એક નાનકડું પરંતુ ખૂબ જ અગત્યનો બદલાવ કરવામાં આવ્યો છે કે જે લોકો ફોટોસ ને જે રીતે સર્ચ કરે છે તેને બદલી નાખશે.

ગૂગલે પોતાના બ્લોગ પોસ્ટની અંદર જણાવ્યું હતું કે, હવે જ્યારે તમે google ની અંદર ફોટો સર્ચ કરશો ત્યારબાદ જ્યારે તમે કોઈપણ ફોટાને પસંદ કરશો ત્યારે તે સાઈડ ની અંદર બતાવવામાં આવશે. અને જ્યારે તમે તે સર્ચ પેજ ની અંદર સ્કૂલ ડાન્સ કરશો ત્યારે પણ તે ફોટો તેની જગ્યાએ જ રહેશે જેથી તમે સરળતાથી બીજા ફોટો સાથે તેને સરખામણી કરી શકો છો.
આ ફિચરને કારણે ફાયદો એ થશે કે યુઝર્સ ગમે તેટલું સ્ક્રોલ ડાઉન અથવા કરી શકે છે અને તેઓએ જે ફોટા ને સિલેક્ટ કર્યો છે તેને પણ તેઓ અલગથી યાદ રાખવાની જરૂર રહેતી નથી. તેઓ જ્યારે બેક બટન ને ક્લિક કરશે ત્યારે તેઓએ છેલ્લે જે ફોટાને પસંદ કર્યો હશે તે પેજ પર વયા જશે.
અને ગૂગલ દ્વારા ખરીદી ની અંદર પણ મદદ મળે તેના માટે પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે જેના માટે ફોટાની બાજુમાં બને એટલી વધુ માહિતી આપવામાં આવે છે. ગૂગલે તેમના બ્લોગ પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે જ્યારે પણ તમે કોઈ પ્રોડક્ટ ના ફોટો ને પસંદ કરો છો ત્યારે તેની બાજુમાં તેની બ્રાન્ડ કિંમત ઉપલબ્ધતા અને તેના રિવ્યૂઝ બતાવવામાં આવશે. અને અમે કેપ્ટન્સ ના વિકલ્પ ને પણ તમારી પસંદ કરેલી ફોટો ની અંદર બતાવવામાં આવશે જેથી તેમને જાણ રહે કે તમે જે ફોટો જોઈ રહ્યા છો તે કઈ જગ્યા પર થી આવી રહ્યો છે અને તમે કઈ જગ્યા પર જઈ રહ્યા છો.
આ ફિચરને કારણે એ લોકોને ખુબ જ મદદ મળશે કે જે ખરીદી કરતા પહેલા ફોટોસ પરથી નક્કી કરતા હોય છે કેમ કે તેને તે પ્રોડક્ટ્સની બધી જ વિગતો તે પસંદ કરેલા ફોટા ની બાજુમાં બતાવી દેવામાં આવશે.
અને આ નવા ફીચરને કારણે માત્ર ગ્રાહકો અને નોર્મલ ઇન્ટરનેટ યુઝર્સ જ નહીં પરંતુ રિટેલર્સ ને પણ ખૂબ જ ફાયદો થશે કેમ કે ગ્રાહકો વધુ માહિતી મેળવવા માટે તેમના વેબપેજ પર જઈ શકે છે જેથી તેમને જે તે પ્રોડક્ટ ની અથવા સર્વિસ ની વધુ માહિતી મળી શકે.
જોકે અહીં એક વસ્તુની નોંધ લેવી ખાસ જરૂરી છે અને તે એ છે કે આ નવા ફીચરને હજુ સુધી માત્ર ડેસ્કટોપ મોડ ની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે અને આ નવા ફીચરને મોબાઇલ પર ક્યારે ઉપલબ્ધ કરવામાં આવશે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470