Google Health Connectનું બીટા વર્ઝન લોન્ચ, જાણો એપ વિશે બધું જ

By Gizbot Bureau
|

Google પોતાના એન્ડ્રોઈડ યુઝર્સને નવી નવી સુવિધાઓ આપવા માટે જદા જુદા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. મે, 2022માં યોજાયેલી એક ઈવેનટ્માં ગૂગલે પોતાની હેલ્થ કનેક્ટ એપ વિશે જાણકારી આપી હતી, જેના દ્વારા યુઝર્સ પોતાના આરોગ્યનું ધ્યાન રાખી શક્શે. ગૂગલે પોતાની આ હેલ્થ સેન્ટરિક એપનું બીટા વર્ઝન જાહેર કરી દીધું છે, આ માટે ગૂગલે ફિટબિટ, Flo, Samsung સહિતની કંપની સાથે પાર્ટનરશિપ કરી છે.

Google Health Connectનું બીટા વર્ઝન લોન્ચ, જાણો એપ વિશે બધું જ

આ પહેલા કંપનીએ પોતાની હેલ્થ કનેક્ટ એપને ગૂગલ પ્લે સ્ટોરમાં લોન્ચ કરી હતી, જે ખાસ યુઝર્સ માટે જ હતી. પરંતુ સવાલ એ છે કે શું એન્ડ્રોઈડ યુઝર્સ માટે આ એપ વાપરવી સુરક્ષિત છે કે નહીં?

Google Health Connect App આરોગ્ય અને ફિટનેસ એક્ટિવિટિઝને ઉંઘ, શરીરની ગતિવિધિઓ, ન્યુટ્રિશિયન, વાઈટલ્સ સહિતના વિભાગોમાં વહેંચી દે છે.

Google Health Connect ફીચરના મુખ્ય પરિબળોમાંનું એક પરિબળ એ છે કે ફિટનેસ અને હેલ્થ એપ્સ વચ્ચે સળંગ કોમ્યુનિકેશન છે. આનાથી વપરાશકર્તાઓને તેમના જીવન અને એકંદર આરોગ્ય વિશે વધુ સર્વગ્રાહી અને ઊંડાણપૂર્વકની સમજ મેળવવામાં મદદ મળશે. ગૂગલ કહે છે કે એન્ડ્રોઇડ યુઝર્સ તેમની પેલોટોન વર્કઆઉટ એપ્સ જેમ કે MyFitnessPal, Lifesum, Oura, WeightWatchers અને આવી બીજી એપ્સને ગૂગલ હેલ્થ કનેક્ટ સાથે સિંક કરી શકે છે અને ક્રેડિટ મેળવી શકે છે.

ગૂગલે એક ઈવેન્ટમાં આપેલી માહિતી પ્રમાણે "હવે, હેલ્થ કનેક્ટ સાથે સિંગલ ઇન્ટિગ્રેશન દ્વારા, પેલોટોનના યુઝર્સ તેમના વર્કઆઉટના એ બધી જ એપ્લિકેશન્સમાં શૅર કરી શકે છે, જે તેમના આરોગ્યનું ધ્યાન રાખવા માટે તેઓ વાપરી રહ્યા છે."

Google Health Connect એપ હવે બીટા વર્ઝનમાં ઉપલબ્ધ હોવાથી, શક્ય છે કે આગામી અઠવાડિયામાં બધા જ યુઝર્સ માટે આ એપ રોલ આઉટ થઈ શકે છે. જો તમે નવી Health Connect એપ્લિકેશનો ઉપયોગ કરવ ઈચ્છો છો, તો તમે Google ના બીટા પ્રોગ્રામ્સ માટે સાઇન અપ કરીને કરી શકો છો. આ રીતે તમે ઓફિશિયલ લોન્ચ પહેલા જ આ એપનો ઉપયોગ કરવાની તક મળશે.

ગૂગલની આ હેલ્થ કનેક્ટ એપ ભલે ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ લાગતી હોય, પરંતુ યુઝર્સે તેનો ઉપયોગ કરતા પહેલા થોડું ધ્યાન રાખવાની જરૂર છે. ગૂગલ પોતાની એપમાં સેફ્ટી અને પ્રાઈવસીના શું માપદંડ રાખી રહ્યું ચે, તે જાણવા જરૂરી છે. ગૂગલનો દાવો છે કે હેલ્થ કનેક્ટ એપ યુઝર્સનો ડેટા તેમની પ્રાઈવસીને નુક્સાન પહોંચાડ્યા વગર, કે અંગત માહિતીને બીજે લીક કર્યા વગર જ શૅર કરશે.

ટેક જાયન્ટ કંપનીનું કહેવું છે કે ગૂગલ હેલ્થ કનેક્ટ એપ એડ્રોઈડ યુઝર્સની સંમતિથી જ તેમના આરોગ્ય અને ફિટનેસની માહિતી શૅર કરશે. પરંતુ વધતા ડેટા મિસમેનેજમેન્ટ અ હેક્સને કારણે યુઝરનો આ અંગત ડેટા ગમે ત્યારે ચોરી થાય તેવી શક્યતાઓ તો છે જ. જો કે, ગુગલ જ્યારે આ એપને બધા માટે રોલ આઉટ કરશે, ત્યારે સિક્યોરિટીને વધુ મજબૂત બનાવે તેવી શક્યતા છે.

Best Mobiles in India

Read more about:
English summary
Google Health Connect App Beta Version Launched

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X