10 Google Hacks, જે તમારા રોજિંદા કામોને ચપટીમાં કરી આપશે, જાણો લિસ્ટ

By Gizbot Bureau
|

Google આજના સમયમાં સૌથી વધુ વપરાતું ઈન્ટરનેટ સર્ચ એન્જિન છે. પરંતુ શું તમે એ જાણો છો કે ગૂગલ માત્ર એક વેબ સર્ચ એન્જિન નથી, પરંતુ તેમાં અઢળક એવા ફીચર્સ છે, જે તમારા કામ સરળ બનાવી શકે છે. આજના આ આર્ટિકલમાં અમે તમને કેટલાક એવા ગૂગલ હેક્સ વિશે જણાવીશું, જે તમારા રોજિંદા જીવનના ઘણા કામોને અકદમ સરળ બનાવી દેશે.

10 Google Hacks, જે તમારા રોજિંદા કામોને ચપટીમાં કરી આપશે, જાણો લિસ્ટ

Google Quick Answers

ગૂગલ સર્ચ બોક્સમાં તમારો સવાલ લખો અને ગૂગલ તમને તરત જ જવાબ આપશે. આનાથી તમારો સમય બચશે. તમારે સર્ચ રિઝલ્ટ માટે કોઈ વેબસાઈટ ઓપન કરવાની જરૂર નથી. જો કે, આના માટે તમારો સવાલ એકદમ સ્પષ્ટ હોવો જરૂરી છે.

Google Flight Tracker

જો તમે વિશ્વમાં કોઈ પણ સ્થળેથી કોઈ પણ સ્થળે ટ્રાવેલ કરી રહ્યા છો, અને તમારે ફ્લાઈટનું સ્ટેટસ ટ્રેક કરવું છે, જો ગૂગલના સર્ચ બોક્સમાં માત્ર તમારી ફ્લાઈટનો નંબર નાખો. ગૂગલ તમને આ ફ્લાઈટની રિયલ ટાઈમ અપડેટ આપશે. આના માટે પણ તમારે કોઈ સાઈટ ઓપન કરવાની જરૂર નથી.

Google Distance Calculator

આમ તો તમે બે સ્થળો કે બે શહેરો વચ્ચેનું અંતર ચેક કરવા માટે ગૂગલ મેપ્સ પર જતા હશો. પરંતુ જો અહીં તમને મિડલ લાઈન ટૂલનો ઉપયોગ કરશો, તો કોઈ પણ બે લોકેશન વચ્ચેનું અંતર એક સીધી રેખા તરીકે માપી શકો છો.

Google Calculator

ગૂગલનું સર્ચ બોક્સ એક પાવરફૂલ કેલ્ક્યુલેટર તરીકે પણ ઉપયોગી છે. આ સર્ચ બોક્સ દ્વારા તમે ઘણી ગણતરી સરળતાથી કરી શકો છો. જો તમારે કોઈ પણ સરવાળા, બાદબાકી કે ગુણાકાર, ભાગાકાર કરવા છે, તો માત્ર સર્ચ બોક્સમાં લખીને તેનો જવાબ શોધી શકો છો.

Google Unit Converter

જો તમારે બે જુદા જુદા યુનિટ વચ્ચે કન્વર્ઝન કરવા ઈચ્છો છો તો માત્ર ગૂગલ સર્ચ એન્જિનમાં તમારી કન્વર્ઝન ક્વેરી લખો, ગૂગલ તમને સેકન્ડ્સમાં જવાબ આપશે.

Google Bulk Price Checker

ગૂગલ શોપિંગ પર પ્રોડક્ટ્ની તપાસ કરીને તમે સસ્તી કિંમત પણ ચેક કરી શકો છો.

Google Job Search

જો તમે નવી નોકરી શોધી રહ્યા છો, તો આના માટે પણ તમે ગૂગલના જોબ સર્ચ ટૂલનો ઉપયોગ કરી શકો છો. આની મદદથી તમે સીધા જ યોગ્ય જોબ સુધી પહોંચી શક્શો.

Google Universal Search

ગૂગલની બધી જ પ્રોડક્ટ જો તમારે એક સાથે જોવી છે, તો આના માટે તમે યુનિવર્સલ સર્ચનો ઉપયોગ કરી શખો છો. આ સર્ચ ઓપ્શનની મદદથી બધી જ પ્રોડક્ટનું રિઝલ્ટ એક જ પેજમાં મળી જશે.

Google Auto Suggestions

ગૂગલ ઓટો સજેશન તમને એ સર્ચ ક્વેરિઝ બતાવશે, જે તમારા સવાલને બરાબર સમજીને જવાબ આપી રહી છે. એટલે તમને એક જ સવાલના જવાબમાં જુદા જુદા ઓપ્શન મળશે. તમે બેસ્ટ ઓપ્શન પસંદ કરી શકો છો.

Google Personal Ranking

જો તમે ગૂગલ અકાઉન્ટનો ઉપયોગ કરો છો, તો ગૂગલ તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને પસંદગી અનુસાર રિઝલ્ટ આપે છે.

આ 10 ગૂગલ ટૂલ્સ તો માત્ર પાશેરામાં પૂણી સમાન છે, આવા અઢળક ટૂલ્સ છે, જેનો ઉપયોગ કરીને તમે લાઈફ સરળ બનાવી શકો છો.

Best Mobiles in India

English summary
Google hacks which can simplify your daily tasks know list

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X