Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Go આ એપ સ્લો ઈન્ટરનેટમાં પણ આપશે જબરજસ્ત સ્પીડ
દરેક ઈન્ટરનેટ યુઝર ઈચ્છે છે કે તેમનું બ્રાઉઝર માત્ર સેકન્ડમાં જ સર્ચ રિઝલ્ટ આપી દે. પરંતુ આ મોટા ભાગે જ્યારે સ્લો ઈન્ટરનેટ હોય, ત્યારે વેબસાઈટ ખૂલવામાં, સર્ચ રિઝલ્ટ આવવામાં એકાદ મિનિટની અંદરનો સમય લાગી શકે છે.
આવી સ્થિતિમાં યુઝર્સ ઘણીવાર ફોનનું ડેટા કનેખ્શન ચાલુ બંધ કરે છે, બ્રાઉઝર પર રિફ્રેશ કરે છે, અથવા તો કંટાળીને ફોન જ સાઈડમાં મૂકી દે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો આ આર્ટિકલ દ્વારા અમે તમારી મદદ કરીશું. આ આર્ટિકલમાં અમે તમને ગૂગલની જ એક એવી એપ વિશે જણાવીશું, જેના વિશે ખૂબ ઓછા લોકોને ખ્યાલ છે.

શું છે Google Go?
યુઝર્સની સુવિધા માટે ગૂગલે એક લાઈટવેઈટ અને ફાસ્ટ એપ લોન્ચ કરી છે. ગૂગલની આ એપનું નામ ગૂગલ ગો છે. જેની મદદથી યુઝર્સ ઓનલાઈન બ્રાઉઝિંગ કરી શકે છે. ગૂગલનો દાવો છે કે યુઝર આ સર્વિસનો ઉપયોગ અનસ્ટેબલ કનેક્શન સમયે પણ વધારે સારી રીતે કરી શકે છે. એટલે કે જો તમારું નેટવર્ક સ્લો છે, તો પણ ઈન્ટરનેટ સર્ચ સ્પીડમાં જ થશે.
કયા યુઝર્સ યુઝ કરી શકે છે ગૂગલ ગો એપ?
યુઝર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગૂગલે આ એપ 2017માં જ લોન્ચ કરી હતી. ગૂગલની આ સર્વિસનો ઉપયોગ દરેક ભારતીય યુઝર્સ કરી શકે છે.
ગૂગલ ગો સર્વિસમાં કઈ કઈ સુવિધા મળે છે?
ગૂગલ ગોની એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. કંપનીએ ગૂગલ સર્ચ એન્જિમાં મળતા બધા જ સર્ચ માટે ગૂગલ ગો એપ લોન્ચ કરી છે. એટલે કે જ્યારે તમારું ઈન્ટરનેટ કનેક્શન સ્ટેબલ નથી, ત્યારે તમે ગૂગલ ગો દ્વારા સ્પીડમાં બ્રાઉઝિંગ કરી શકો છો.
ગૂગલ ગો યુઝર માટે રીડિંગ બનાવે છે સરળ
ગૂગલ ગોમાં કંપનીએ લેન્સની સુવિધા આપી છે. ગૂગલ લેન્સની મદદથી યુઝર્સ રીડિંગ, ટ્રાન્સલેશન અ કેમેરાની મદદથી કોઈ પણ પ્રકારના ટેક્સ્ટને સરળતાથી સર્ચ કરી શકે છે.
ગૂગલ ગો પર લેન્સ આઈકન પર ક્લિક કરવાની સાથે જ તમારા ફોનનો કેમેરા એક્ટિવ થી જાય છે. હવે આ કેમેરાને તમે કોઈ પણ પર્ટિક્યુલર વર્ડ પર પોઈન્ટ કરી શકો છો. જેનાથી ગૂગલ તે વર્ડના ઉચ્ચારણથી લઈને ટ્રાન્સલેશન સુધીની સુવિધા આપે છે.
જો યુઝર્સ સર્ચ રિઝલ્ટ વાંચી નથી શક્તા તો ગૂગલ ગો એપમાં ઓડિયોનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. યુઝર્સ એઆઈ પાવર્ડ રીડ આઉટલાઈટ ફીચરનો ઉપયોગ કરીને સર્ચ રિઝલ્ટને સાંભળી પણ શકે છે. આ ફીચર એ યુઝર્સ માટે કામનું છે, જેમને વેબ સર્ચ દરમિયાન લાંબા આર્ટિકલ્સ વાંચવાનો કંટાળો આવે છે. ગૂગલ ગો આવા યુઝર્સને આર્ટિકલ વાંચીને સંભળાવી દે છે.
કેવી રીતે કરશો ગૂગલ ગોનો ઉપયોગ?
યુઝર્સ પ્લે સ્ટોર પર જઈને ગૂગલ ગો એપ ફોનમાં ઈન્સ્ટોલ કરી શકે છે. આ એપ બધા જ એન્ડ્રોઈડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. જો તમારા ફોનમાં એન્ડ્રોઈડ લોલિપોપ વર્ઝન કે તેનાથી અપગ્રેડેડ વર્ઝન છે, તો આ એપનો ઉપયોગ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
