Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google ફ્રીમાં બનાવશે તમે ઈચ્છશો એવો ફોટો, ImageFX AI ટૂલ લાગશે કામ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ટૂલ્સ હવે ઈન્ટરનેટ પર પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે. હવે આવા ઘણા બધા ટૂલ્સ ઈઝી એક્સેસિબલ છે, જેને કારણે લાખો યુઝર્સ રોજિંદા જીવનમાં AI ટૂલ્સનો ઉપયોગ કરતા થયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે AIની મદદથી અત્યાર સુધીમાં 15 અરબ કરતા વધારે ફોટોઝ ક્રિએટ કરવામાં આવી છે, અને રોજ લગભગ નવી 3.4 કરોડ ઈમેજ જનરેટ થઈ રહી છે. ખાસ કરીને ટેક્સ્ટ ટુ ઈમેજ ટૂલ્સ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ ટૂલ્સ પર ટેક્સ્ટ લખવા માત્રથી જ તમે ઈચ્છો તેવા ફોટોઝ બનાવી શકો છો. ચાલો તમને પણ જણાવીએ કે ImageFX AI ટૂલનો ઉપયોગ કરીને તમે જાતે પણ કેવી રીતે ઈમેજ જનરેટ કરી શકો છો.

ગૂગલના AI ઈમેજ જનરેટર ટૂલ ImageFX યુઝર્સ માટે એકદમ અસલી દેખાય તેવી રિયાલિસ્ટિક ફોટો જનરેટ કરી આપે છે. સરળ ઈન્ટરફેસ અને સારી આઉટપૂટ ક્વોલિટીને કારણે આ ટૂલ યુઝર્સમાં ફટાફટ લોકપ્રિય થઈ રહ્યું છે. આ ટૂલ ટેક્સ્ટ પ્રોમ્પ્ટને સરળતાથી સમજી લે છે અને યુઝર્સની જરૂરિયાતને સમજીને તેને ઈમેજ બનાવી આપે છે. ચાલો તમને જણાવીએ કે આ ટૂલનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે.
ઈમેજ જનરેટ કરવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ
ગૂગલનું ImageFX ટૂલ મૂળ તો Imagen 2ની મદદથી કામ કરે છે, જે ટેક્સ્ટને સમજીને તેના આધારે ઈમેજ બનાવી આપે છે. આ ટૂલનો ઉપયોગ કરવા માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.
સ્ટેપ 1: સૌથી પહેલા ImageFXની વેબસાઈટ પર અથવા તો AI Test Kitchetની વેબસાઈટ પર જાવ.
સ્ટેપ 2: હવે પહેલીવાર સાઈન ઈન કરવા પર ગૂગલ અકાઉન્ટની મદદથી લોગઈન કરશો એટલે તમારે ટર્મ્સ એન્ડ કંડીશન્સ ફોલો કરવી પડશે.
સ્ટેપ 3: AI Test Kitchenની વેબસાઈટ પર આવ્યા તમારે ડાબી બાજુ મળતા ડ્રોપ ડાઉન મેન્યુમાંથી ImageFX સિલેક્ટ કરવાનું છે.
સ્ટેપ 4: જો કે ધ્યાન રાખો કે હાલ આ ટૂલ કેટલાક દેશોમાં જ અવેલેબલ છે. ભારતમાં તમારે તેને એક્સેસ કરવા માટે વીપીએનનો ઉપયોગ કરવો પડશે.
સ્ટેપ 5: એકવાર ટૂલ ઓપન થઈ જાય એટલે તમારે જે ઈમેજ બનાવવી છે, તેને લગતો પ્રોમ્પ્ટ લખી નાખો. ઈમેજ થોડીવારમાં ક્રિએટ થઈ જશે. ધ્યાન રાખો કે તમે જેટલુ ડિટેઈલ્ડ પ્રોમ્પ્ટ લખશો, તેટલી જ ઈમેજ સારી બનશે. તમારે ફોર્મેટ અને સ્ટાઈલ પણ સિલેક્ટ કરવાની છે.
સ્ટેપ 6: છેલ્લે એન્ટર બટન પ્રેસ કર્યા બાદ ગૂગલનું એઆઈ ઈમેજ જનરેટર જુદી જુદી ઈમેજિસ જનરેટ કરીને તમને સ્ક્રીન પર બતાવશે.
ઉલ્લેખનીય છે કે ક્રિએટ પર ક્લિક કર્યા બાદ ગૂગલનું આ ટૂલ પ્રોમ્પ્ટ પ્રમાણે 4 ઈમેજ ઓપ્શન્સ બતાવશે. તમે તેમાંથી બેસ્ટ ઓપ્શન પસંદ કરીને ફૂલ સ્ક્રીન પર જોઈને ડાઉનલોડ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications