Google flightsની નવી Price Guarantee સર્વિસ, ભાવ ઘટ્યા તો મળશે રિફંડ

By Gizbot Bureau
|

વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે એક નવો પાઈલટ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જે અંતર્ગત તમારી ફ્લાઈટ ટિકિટ્સ હજી સસ્તી થઈ જશે. જો તમે ગૂગલ ફ્લાઈટ્સ દ્વારા તમારી ફ્લાઈટ ટિકિટ્સ બૂક કરો છો, તો ગૂગલ તમને પ્રાઈસ ગેરેન્ટી આપે છે. એટલે કે જો ડાઈનેમિક પ્રાઈઝિંગ કે બીજા કોઈ પણ કારણસર તમે બૂક કરેલી કિંમત કરતા ફ્લાઈટની ટિકિટ સસ્તી થાય છે, તો ગૂગલ તમને ડિફરન્સના પૈસા પાછા આપશે. ટૂંકમાં કહીએ તો ગૂગલ ફ્લાઈટ્સની આ પ્રાઈઝ ગેરેન્ટી સર્વિસ દ્વારા યુઝર્સ સૌથી સસ્તી ફ્લાઈટ ટિકિટ્સ બૂક કરી શક્શે. જો તમે ખરીદેલી ટિકિટ કરતા પણ સસ્તી ટિકિટ મળે તો ફરકના પૈસા ગૂગલ તમને ચૂકવશે. ગૂગલનો ધ્યેય છે કે મુસાફરોને સૌથી સસ્તી ફ્લાઈટની ટિકિટ મળી રહે.

Google flightsની નવી Price Guarantee સર્વિસ, ભાવ ઘટ્યા તો મળશે રિફંડ

Googleને વિશ્વાસ છે કે તેનું અલ્ગોરિધમ યુઝ્સને ફ્લાઈટ ટેક ઓફ થતા પહેલા સૌથી સસ્તામાં સસ્તી ટિકિટ શોધી આપશે. આ ઉપરાંત ગૂગલે બીજા પણ ત્રણ નવા ફીચર્સ લોન્ચ કર્યા છે, જે યુઝર્સને વેકેશન પ્લાન કરવામાં, હોટેલ્સ બૂક કરવામાં અને ફ્લાઈટ ટિકિટ્સ બૂક કરવામાં મદદ કરશે. જો કે, હાલમાં આ નવા ફીચર માત્ર અમેરિકાથી ટેક ઓફ થતી ફ્લાઈટ્સ માટે છે. પરંતુ આગામી સમયમાં ગૂગલ ગ્લોબલી આ ફીચર લોન્ચ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ગૂગલે નવા ફીચરને લોન્ચ કરતા સમયે પોતાની બ્લોગ પોસ્ટમાં આ પાઈટલ પ્રોજેક્ટ વિશેની ડિટેઈલ માહિતી આપી છે. જે મુજબ આ ફીર્સ Book On Googleના નામથી ઉપલબ્દ છે. આ ફીચરને સમજાવતા ગૂગલે કહ્યું છે કે,’જ્યારે તમે ગૂગલ પરથી બૂકિંગ કરો છો, તે બાદ ગૂગલ ફ્લાઈટ ડિપાર્ટ થાય ત્યાં સુધી કિંમતને મોનિટર કરશે. જો ટિકિટની કિંમત ઘટી તો અમે તમને ડિફરન્સ અમાઉન્ટ પરત કરીશું.’

ગૂગલની આ સુવિધા યુઝર્સને વિશ્વાસ અપાવશે, કે તેઓ કોઈ પણ રીતે ફ્લાઈટની વધુ કિંમત નથી ચૂકવી રહ્યા. તેમણે જે કિંમતે ટિકિટ ખરીદી છે, તે જ સૌથી સસ્તી છે. ગૂગલની બ્લોગ પોસ્ટ મુજબ આ ડિફરન્સ અમાઉન્ટ પરત મેળવવા માટે ફ્લાઈટની કિંમતનો ફરક ઓછામાં ઓછા 5 અમેરિકન ડોલર કરતા વધારે હોવો જોઈએ. સાથે જ કોઈ પણ યુઝર એક કેલેન્ડર વર્ષમાં વધુમાં વધુ 500 અમેરિકન ડોલરનું જ કેશબેક મેળવી શક્શે.

Google Flights Price Guaranteeની શરતો

હાલ આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે પોતાની ટિકિટ અમરિકાથી કરવી જરૂરી છે, સાથે જ ટિકિટનું પેમેન્ટ પણ અમેરિકન ડોલર્સમાં કરવું જરૂરી છે. સાથે જ યુઝર્સનુ બિલિંગ એડ્રેસ અને ફોન નંબર પણ અમેરિકાનો હોવો જોઈએ. સૌથી અગત્યની વાત ગૂગલ મેઈલ આઈડથી જ ટિકિટ બૂક થવવી જરૂરી છે.

ગૂગલ જે ફ્લાઈટની ટિકિટની કિંમતો નહીં જ ઘટે, તેવો વિશ્વાસ ધરાવે છે, ત્યાં તમને પ્રાઈસ ગેરેન્ટી નામનો લોગો જોવા મળશે. આ સર્વિસનો લાભ લેવા માટે વધારાની કોઈ રકમ ચૂકવવાની જરૂર નથી. જો કે, રિફંડ મેળવવા માટે યુઝર્સ પાસે ગૂગલ પ એપ હોવી જરૂરી છે. યુઝર્સ ફ્લાઈટ ડિપાર્ચરના 90 દિવસની અંદર આ એપ ડાઉનલોડ કરી શકે છે. જો યુઝર પોતાની ટ્રિપ કે ટિકિટ કેન્સલ કરે છે, તો આ સર્વિસનો લાભ નહીં મળે.

Best Mobiles in India

English summary
Google flights launched new feature price guarantee will give refund

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X