Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
દિવાળીમાં મળશે સૌથી સસ્તી ફ્લાઈટ, Google Flightsના આ ફીચરનો કરો ઉપયોગ
ગૂગલ ફ્લાઈટ્સમાં તાજેતરમાં જ એક નવું ફીચર અપડેટ કરવામાં આવ્યું છે, જે યુઝર્સને સસ્તી ફ્લાઈટ્સ બૂક કરવામાં મદદ કરશે. દિવાળીને હવે થોડાક જ દિવસો બાકી છે, ત્યારે કેટલાક લોકો ઘરે જવા માટે તો કેટલાક લોકો ફરવા જવા માટે સસ્તી ફ્લાઈટ ટિકિટ શોધતા હોય છે. ગૂગલ ફ્લાઈટ્સની આ નવી સુવિધાનો ઉદ્દેશ્ય યુઝર્સને સૌથી સસ્તી ફ્લાઈટ ટિકિટ શોધવામાં મદદ કરવાનો છે, જેને કારણે મુસાફરોના પૈસા બચી શકે. ઉલ્લેખનીય છે કે ગૂગલ ફ્લાઈટ્સમાં પહેલાથી જ કિંમત અને સુવિધા બેલેન્સ કરનાર ઓપ્શન હાઈલાઈટ થાય છે.

Google Flights માં મળશે Cheapestનો ઓપ્શન
ગૂગલ ફ્લાઈટ્સ પર જ્યારે પણ તમે કોઈ ફ્લાઈટ સર્ચ કરશો, તો બધી જ ડિટેઈલ્સ નાખ્યા પછી સર્ચ બટન પર ક્લિક કરવાની સાથે જ તમને ચીપેસ્ટનો ઓપ્શન મળશે. અત્યાર સુધઈ યુઝર્સને સ્ક્રીન પર બેસ્ટનો જ ઓપ્શન દેખાતો હતો, પરંતુ હવે તેની સાથે સાથે ચીપેસ્ટનો પણ ઓપ્શન મળશે.
એક થર્ડ પાર્ટી બુકિંગ સાઈટ એરલાઈનની સરખામણીએ ઓછી કિંમતમાં ફ્લાઈટની ટિકિટ આપે છે. આ ઉપરાંત મુસાફરો પોતાના મુસાફરી શરૂ કરવાના એરપોર્ટના બદલે બીજું કોઈ એરપોર્ટ સિલેક્ટ કરીને પણ પૈસા બચાવી શકે છે.
આ બજેટ ફ્રેન્ડલી ઓપ્શનને વધુ સરળ બનાવવા માટે જ ગૂગલે એક નવું ચીપેસ્ટનું ફીચર એડ કર્યું છે. આ ચીપેસ્ટ ટેબ સિલેક્ટ કરીને યુઝર્સ એવા ફ્લાઈટના ઓપ્શન ચેક કરી શક્શે, જે વધારે વાજબી છે. જો કે, તેની સાથે કેટલાક ટ્રેડ ઓફ પણ આવી શકે છે, જેમ કે ફ્લાઈટનો લે ઓવર ટાઈમ વધુ હોવો અથવા સેલ્ફ ટ્રાન્સફર હોવું કે પછી મુસાફરીના દરેક ફેઝ માટેની એરલાઈન જુદી જુદી હોવી. એટલે કે તમારે ટ્રાવેલિંગ દરમિયાન થોડી વધુ કસરત કરવી પડી શકે છે. ગૂગલનું આ નવું ફીચર આગામી બે સપ્તાહમાં દરેક યુઝર માટે રોલઆઉટ થઈ જવાનું છે.
ગૂગલ શોપિંગમાં પણ આવ્યું નવું ફીચર
આ જ રીતે ગૂગલે શોપિંગ માટે પણ એક નવું એઆઈ ટૂલ રજૂ કર્યું છે. જેના દ્વારા ગૂગલ શોપિંગમાં કોઈ પણ કપડા સર્ચ કર્યા બાદ તમને તે કપડા ક્યાં કેટલી કિંમતે મળી રહ્યા છે, તે દેખાડશે. આ રીતે યુઝર્સ અલગ અલગ પ્લેટફોર્મ પરથી તેની કિંમત કમ્પેર કરી શક્શે. આ ફીચર પણ રોલઆઉટ થઈ ચૂક્યુ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications