Google, FB, YouTube લઈ રહ્યા છે તમારી માહિતી, આ રીતે બચો

By Gizbot Bureau
|

Google, Facebook, YouTube જેવી એપ્સ લગભગ બધા જ યુઝર્સના ફોનમાં જોવા મળે છે. તમે કંઈ પણ વસ્તુ ગૂગલ પર સર્ચ કરો છો, તો તમને તેને લગતી જાહેરાતો ફેસબુક પર જોવા મળી જાય છે. યુટ્યુબ પર આ વસ્તુને લગતા વીડિયોઝના સજેશન આવવા લાગે છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આવું કેમ થાય છે? તમે જો ભૂલમાં પણ આ પ્લેટફોર્મ પર કંઈક સર્ચ કર્યું, કે કોઈ વીડિયો જોયો તો તેને લગતી જાહેરાત દેખાવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે કારણ કે આ પ્લેટફોર્મ્સ જાહેરાત બતાવીને તેમાંથી કમાણી કરે છે. આના કારણે જ તેમનું ગાડું ગબડે છે.

Google, FB, YouTube લઈ રહ્યા છે તમારી માહિતી, આ રીતે બચો

પરંતુ, તમને ફોનમાં એક નાનકડું સેટિંગ કરીને આ એડ્ઝ અને સજેશન બંધ કરી શકો છો. વિશ્વભરની સરકારો અને એજન્સીઓના દબાણ બાદ સોશિયલ મીડિયા કંપનીઝ અને ટેક કંપનીઝ પોતાના યુઝર્સને પ્રાઈવસી સેટિંગનો વિકલ્પ આપે છે. ચાલો જાણીએ આ પ્રાઈવસી સેટિંગ કેવી રીતે કામ કરે છે.

ક્યારેય ન આપો આ પરમિશન.

જો તમે ફોનમાં કોઈ પણ એપ ઈન્સ્ટોલ કરી રહ્યા છો, તો તેમને કોન્ટેક્ટ્સ, ફાઈલ્સ, લોકેશન એક્સેસ કરવાની પરવાનગી ક્યારેય ન આપો. ઘણી એપ્સ એવી હોય છે, જે તમારા લોકેશન, ફોનમાં રહેલી ફાઈલ્સ કે કોન્ટેક્ટ્સનો એક્સેસ લઈને તમને સતત ટ્રેક કર્યા કરે છે. એટલું જ નહીં ઘણી એપ્સ એવી હોય છે ,જેમાં બ્લોટવેયર એટલે કે વાઈરસ હોય છે, જે તમારા ફોનના ડેટાને એપ ડેવલપર્સને મોકલી આપે છે. જો તમે પરમિશન જ નહીં આપો તો એપ્સ આવા કોઈ પણ ડેટાને એક્સેસ જ નહીં કરી શકે.

ધારો કે તમે ભૂલથી પરમિશન આપી પણ દીધી તો તેને હટાવવા માટે તમારે ફોન સેટિંગ્સમાંજ વાનું છે. પછી મેનેજ પરમિશન ઓપ્શનમાં જઈને તમે કઈ એપને કઈ પરમિશન આપેલી છે, તે જોઈ શકો છો. સાથે જ અહીંથી જ તમે એપ્સને આપેલી પરમિશન કંટ્રોલ પણ કરી શકો છો. પરમિશન હટાવી લીધા બાદ એપ્સ તમારા ફોનનો ડેટા, લોકેશન વગેરે નહીં જાણી શકે.

એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ગૂગલની ઘણી એપ્સ પ્રી ઈન્સ્ટોલ્ડ હોય છે, જેમાં ગૂગલ સર્ચ અને યુટ્યુબ સામેલ છે. આ એપ્સની પરમિશન પણ તમે સેટિંગ્સમાં જઈને મેનેજ કરી શકો છો.

પર્સનલાઈઝ્ડ એડ્ઝ યુઝરને કરે છે ટાર્ગેટ

જો તમે આ બધી પરમિશન્સ એપ્સને આપ છો, તો એપ્સ અને ટેક કંપનીઓ તમારા ફોનમાં રહેલા બ્રાઉઝરની કૂકીઝ દ્વારા સર્ચ રિઝલ્ટ વિશે માહિતી મેળવે છે. એટલું જ નહીં બ્લોટવેર તો તમારા ડિવાઈસના આઈપી એડ્રેસ દ્વારા તમારું લોકેશન પણ જાણી લે છે. આ ડેટાને આધારે કંપનીઓ તમને ચોક્કસ પ્રકારની એડ્ઝ બતાવે છે.

આ રીતે અટકાવો ટાર્ગેટેડ એડ્ઝ

જો તમારા ફોનમાં ગૂગલ ક્રોમ અથવા બીજું કોઈ પણ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, તો તેના સેટિંગ્સમાં જાવ અને એડવાન્સ સેટિંગ્સમાં જઈને કોન્ટેન્ટ સેટિંગ્સની અંદરથી કૂકીઝને ડિસેબલ કરી દો. આમ કરવાથી તમને ટાર્ગેટેડ એડ્ઝ નહીં જોવા મળે.

આ ઉપરાંત તમે એડ બ્લોકર જેવા થર્ડ પાર્ટી પ્લગ ઈન્સને પણ બ્રાઉઝરમાં ઈન્સ્ટોલ કરી શકો છો, જે એડ્ઝ બ્લોક કરી દે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબૂકમાં આવતી એડ્ઝ અટકાવવા માટે તમારે પ્રોફાઈલની અંદર સેટિંગ્સમાં જવું પડશે. અહીં તમને ફેસબૂક એડ્ઝનો ઓપ્શન દેખાશે, જેને તમે ઓફ કરી શકો છો.

બસ, આટલું કરીને તમે જાતે જ તમારા ફોનમાં એપ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા આવતી ટાર્ગેટેડ એપ્સ અટકાવી શકો છો.

Best Mobiles in India

English summary
Google Facebook YouTube collects your data follow this to stop

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X