Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Driveના ડેસ્કટોપ પરથી ગાયબ થયો કરોડો યુઝર્સનો ડેટા
Google Drive કોઈ પણ પ્રકારનો ડેટા સ્ટોર કરવા માટેનું સૌથી જાણીતું અને ઉપયોગી ક્લાઉડ સ્ટોરેજ સર્વર છે. જ્યારે યુઝર્સ પોતાનો ડેટા ઓનલાઈન સ્ટોર કરવાનું વિચારે છે ત્યારે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા મોટા ભાગના યુઝર્સ માટે ગૂગલ ડ્રાઈવ એક ડિફોલ્ટ ઓપ્શન છે. જો કે, હાલ ગૂગલ ડ્રાઈવ અંગે ઘણી ફરિયાદો મળી રહી છે. લાખો યુઝર્સ દાવો કરી રહ્યા છે કે તેમણે ડ્રાઈવમાં સ્ટોર કરી ઘણી બધી ફાઈલ્સ ક્લાઉડ પ્લેટફોર્મ પરથી ગાયબ થઈ રહી છે.

જ્યાં યુઝર્સ પોતાનો ડેટા કાયમ માટે વિશ્વાસ મૂકીને સ્ટોર કરે છે, ત્યાંથી જ ડેટા ગાયબ થઈ જતા યુઝર્સ ચિંતિત બન્યા છે. આ અંગે ગૂગલ સહાય ફોરમ ઉપર પણ વાત કરવામાં આવી છે. ઘણા યુઝર્સે ગૂગલની આ એરર સામે ફોરમમાં પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. એક યુઝર્સે કહ્યું કે,’મે મહિનામાં કે તેના પછી બનાવવામાં આવેલી મારી બધી જ ફાઈલ્સ ગૂગલ ડ્રાઈવ પરથી ગાયબ છે. આ બધી જ ફાઈલ્સ અને ફોલ્ડર્સ હજારોની સંખ્યામાં હતા.’
આ પ્રકારની ફરિયાદો પરથી લાગી રહ્યું છે કે ગૂગલ ડ્રાઈવ ક્લાઉડ સર્વિસમાં કોઈ મોટી સમસ્યા ચાલી રહી છે. ફોરમ પોસ્ટમાં પણ આ સમસ્યાને ટ્રેન્ડિંગ ઈસ્યુ તરીકે નોંધવામાં આવ્યો છે. જો કે, દુકાળમાં અધિક માસ જેવી વાત એ છે કે જે યુઝર્સ આ મામલે ફરિયાદ કરી રહ્યા છે, તેમને ગૂગલ કસ્ટમર સપોર્ટ ટીમ તરફથી અયોગ્ય જવાબ મળી રહ્યા છે. એક યુઝરના કહેવા પ્રમાણે ગૂગલ યુઝર્સ સપોર્ટ ટીમે તેમને કહ્યું કે,’જો તેઓ ફાઈલ રિકવરી ટૂલ દ્વારા આ બધી જ ફાઈલ્સને પાછી નહીં મેળવી શકે તો શક્ય છે કે ડ્રાઈવ પરથી ગાયબ થયેલી ફાઈલ્સ બીજી કોઈ રીતે પાછી ન પણ મેળવી શકાય.’
Google નું શું કહેવું છે?
ગૂગલ કસ્ટમર કેર ફોરમ પર અન્ય એક યુઝરના કહેવા પ્રમાણે કેટલાક ગ્રાહક પ્રતિનિધિઓમાંથી એકે સમસ્યાને વધુ સ્પષ્ટ કરતી વધારાની માહિતી આપી છે. ગૂગલના પ્રતિનિધિના કહેવા પ્રમાણે ટીમ સતત આ મામલે કામ કરી રહી છે. પરંતુ સ્પષ્ટ રીતે આ ફરિયાદ કરનાર તમે એક માત્ર યુઝર નથી. હજારો યુઝર આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
આ ઉપરાંત એક ગૂગલ ડ્રાઈવ યુજરે પણ ફોરમ પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ આ ખાસ સમસ્યા પર તપાસ કરી રહ્યું છે. અને ગૂગલના કહેવા પ્રમાણે એક ચોક્કર યુઝર વર્ગને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે યુઝર્સ ડ્રાઈવનું ડેસ્કટોપ વર્ઝન 84.0.0.0 થી 84.0.4.0 યુઝ કરે છે, તેમની ફાઈલ્સ ગાયબ થઈ રહી છે.
જો, તમે પણ ગૂગલ ડ્રાઈવમાંથી ફાઈલ ગાયબ થવાની સમસ્યાના શિકાર બન્યા છો, તો નીચે આપેલી બાબતોનું ધ્યાન રાખો.
સૌથી પહા તમારા કમ્પ્યુટરમાંથી ગૂગલ ડ્રાઈવને ડિસ્કનેક્ટ અકાઉન્ટ ઉપયોગ કરવાનું ટાળો.
એપ ડેટા ફોલ્ડર પણ ડિલીટ ન કરો.
તમારો ડેટા સુરક્ષિત રાખવા માટે AppData ફોલ્ડરને તમારા હાર્ડ ડ્રાઈવમાં બીજી કોઈ જગ્યાએ મૂવ કરો.
હજી સુધી ગૂગલે આ મામલે એ જાહેર નથી કરહ્યું કે ગૂગલ ફોટોઝને પણ આ સમસ્યાની અસર થઈ છે કે નહીં. પરંતુ હાલ તો ગૂગલ બધી જ ફાઈલ રિસ્ટોર કરવા પર કામ કરી રહ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications