ગૂગલ ડોક ફિશિંગ અટેક, જાણો શુ કરવું જોઈએ

By: anuj prajapati

હાલમાં જ ગૂગલ ઘ્વારા માહિતી આપવામાં આવી હતી કે 100 મિલિયન કરતા પણ વધારે યુઝર પર ગૂગલ ડોક ઘ્વારા ફિશિંગ એટેક કરવામાં આવ્યો છે. જે પણ યુઝર લિંક પર ક્લિક કરે છે તેઓ હેકરને તેમના મેલ ઍક્સેસની સાથે સાથે પર્સનલ ડેટા પણ આપી રહ્યા છે.

ગૂગલ ડોક ફિશિંગ અટેક, જાણો શુ કરવું જોઈએ

આ હુમલા દરમિયાન, વપરાશકર્તાઓને એક ગૂગલ ડૉક સંપાદિત કરવા માટે એક આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જેમાં "તમારી સાથે ગૂગલ ડૉક્સ પર ડોક્યુમેન્ટ શેર કર્યો છે" એવું એક હેડિંગ આપવામાં આવ્યું હોય છે.

જો વપરાશકર્તાઓએ ડૉક્સમાં ખોલો પર ક્લિક કર્યું હોય, તો તેમને વાસ્તવિક ગૂગલ હોસ્ટેડ પેજ પર લઈ જવામાં આવ્યા હતા અને પરવાનગી આપવા માટે એક સેવાને તેમના ઇમેઇલ એકાઉન્ટ ડેટાને ઍક્સેસ કરવાની મંજૂરી આપી હતી. પરવાનગી આપીને, વપરાશકર્તાએ અજાણતાએ હેકરોને પરવાનગી આપી.

ગૂગલ ડોક ફિશિંગ અટેક, જાણો શુ કરવું જોઈએ

જો તમારી સાથે પણ આવું થઇ ચૂક્યું છે તો નીચે મુજબ આપેલા સ્ટેપને ફોલો કરો.

સ્ટેપ 1: વાઇફાઇ અને કોઈ પણ ઈન્ટરનેટ સર્વિસ સાથે તમારી ડિવાઈઝ ડિસ્કનેક્ટ કરી દો.

સ્ટેપ 2: તમારા કોમ્પ્યુટરની અગત્યની ફાઈલનું બેકઅપ લઇ લો.

સ્ટેપ 3: હવે ઈન્ટરનેટ કનેક્ટ કરો અને માલવેર સ્કેન કરી ચેક કરો કે તમારું માહિતી લીક થયી છે કે નહીં.

સ્ટેપ 4: એકવાર સ્કેન થયા પછી તમારા મેલ અને સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પાસ્વર્ડ બદલી નાખો.

સ્ટેપ 5: તમારા મિત્રોને જણાવી દો કે તમારું એકાઉન્ટ જોખમમાં મુકાઈ ગયું હતું એટલા માટે તેના ઘ્વારા મોકલેલી કોઈ પણ લીક પર ક્લિક કરવી નહીં.

Read more about:
English summary
Recently, Google confirmed the phishing attack on more than 100 million users through Google Docs.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot