Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Chrome વેચાઈ જશે? એન્ડ્રોઈડ પર પણ લેવાઈ શકે છે નિર્ણય
ગૂગલ માટે ચિંતાના દિવસો શરૂ થઈ રહ્યા છે. બ્લૂમબર્ગના એક લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ ગૂગલના ક્રોમ બ્રાઉઝરને વેચવા માટે કહી શકે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના અધિકારી એક જજની મદદથી ગૂગલને બ્રાઉઝર વેચવા માટે મજબૂર કરવાની તૈયારી કરી રહ્યું છે.
આમ કરીને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ ઈન્ટરનેટ સર્ચ માર્કેટમાં ગૂગલની મોનોપોલીનો અંત લાવવા ઈચ્છે છે. ગૂગલ વિરુદ્ધ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે છેલ્લા કેટલાક મહિનાઓમાં સ્ટ્રક્ચરલ રેમેડિઝનો ઉલ્લેખ કરીને કોર્ટ પેપર ફાઈલ કર્યું હતું, જેથી ગૂગલને તેની જ કેટલીક પ્રોડક્ટ્સનો યુઝ કરતા અટકાવી શકાય.

એન્ડ્રોઈડ ઓએસ અને એઆ વિરુદ્ધ પણ લઈ શકાય છે પગલા
ગૂગલની મુશ્કેલીઓ એટલા માટે પણ વધી શકે છે, કારણ કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ કંપનીના એન્ડ્રોઈડ ઓએસ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈને મોટું પગલું ઉઠાવી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ ગૂગલની મોનોપોલીને એન્ટીટ્રસ્ટ કાયદાનો ભંગ ગણે છે. એન્ટીટ્રસ્ટના અધિકારી ફેડરલ જજ અમિત મહેતા સામે બુધવારે ડેટા લાઈસન્સિંગની જરૂરિયાતોને લાગુ કરવાની ભલામણ કરે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. ગૂગલ વિરુદ્ધ આ કેસ પહેલા ટ્રમ્પ સરકારના કાર્યકાળમાં દાખલ કરાયો હતો, જે બાઈડેન સરકારના કાર્યકાળમાં પણ ચાલુ રહ્યો હતો. જો ગૂગલને ક્રોમ બ્રાઉઝર વેચવાની ફરજ પડાઈ તો બાઈડેન સરકારના કાર્યકાળમાં કોઈ પણ મોટી ટેક કંપની સામે લેવાયેલું આ સૌથી મોટું અને આક્રમક પગલું બની શકે છે.
ગૂગલના ઉપાધ્યક્ષે ગણાવ્યું કટ્ટરપંથી પગલું
ઓગસસ્ટમાં આવેલા એક ચુકાદા બાદ કોર્ટે ગૂગલને એન્ટીટ્રસ્ટ નિયમોના ભંગ બદલ દોષી જાહેર કર્યું હતું. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ગૂગલે સર્ચ અને એડવર્ટાઈઝમેન્ટ માર્કેટમાં પોતાની મોનોપોલીનો ગેરફાયદો ઉઠાવ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના આ પગલા પર ગૂગલના ઉપાધ્યક્ષ લી એની મુલહોલેન્ડે કહ્યું કે આ એક કટ્ટરપંથી પગલું છે, જે કાયદાકીય મુદ્દા કરતા ઘણું જુદુ છે. આ પ્રકારના નિર્ણયથી યુઝર્સને ઘણું નુક્સાન ભોગવવું પડે તેવું બની શકે છે.
એપ્રિલ 2024માં થશે આ કેસની સુનાવણી
હવે ગૂગલ સામેના આ કેસની સુનાવણી છેક એપ્રિલ 2025માં થશે. અને તેનો નિર્ણય તો છેક ઓગસ્ટ 2025માં આવી શકે છે. કોર્ટનો નિર્ણય આવ્યા બાદ પણ ગૂગલ તેના ચુકાદા વિરુદ્ધ અપીલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગૂગલ એક ગ્લોબલ કંપની છે અને મોટી પ્રોડક્ટ છે, જેના દ્વારા કંપનીને બમ્પર કમાણી થાય છે. હાલ ગ્લોબલ બ્રાઉઝર માર્કેટમાં ક્રોમનો શૅર 65 ટકા જેટલો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications