Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Chrome યુઝર્સને ભારત સરકારે આપી ચેતવણી, આ રીતે રહો સેફ
ભારત સરકારે Google Chromeનો વપરાશ કરતા તમામ ઈન્ટરનેટ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. ગૂગલના વેબ બ્રાઉઝરમાં રહેલા કેટલાક ગંભીર પ્રકારના બગને લઈને આ ચેતવણી આપવામાં આવી છે. ભારત સરકારની Computer Emergency Response Team (CERT-In) દ્વારા એક બ્લોગ પોસ્ટમાં Chromeના કેટલાક ગંભીર પ્રકારના બગ્સ સામે ચેતવણી આપવામાં આવે છે, જેનો ઉપયોગ કરીને હેકર તમારા ડિવાઈસનો ઉપયોગ કરીને તમારી સંવેદનશીલ માહિતીની ચોરી કરી શકે છે.

બ્લોગ પોસ્ટમાં અપાઈ ચેતવણી
CERT-In એ તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે,"Google Chrome માં એક કરતા વધારે એવા બગ્ઝ મળી આવ્યા છે, જેનો ઉપયોગ કરીને દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા હેકર્સ કે ફ્રોડસ્ટર આર્બીટરી કોડ્ઝ તમારી સિસ્ટમમાં રન કરી શકે છે, અને તમારી સિસ્ટમમાં રહેલી કેટલીક અંગત સંવેદનશીલ માહિતીની મેળવી શકે છે.” જો તમે પણ ઈન્ટરનેટ સર્ફિંગમ માટે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો, તો આ ચેતવણી તમારે ધ્યાનમાં લેવા જેવી છે.
આ રીતે લીક થઈ શકે છે ડેટા
કેન્દ્ર સરકારની એજન્સીના કહેવા પ્રમાણે, 'વેબટ્રાન્સપોર્ટ, વેબઆરટીસી અને ગેસ્ટવ્યૂનો ફ્રીમાં ઉપયોગ કર્યા પછી અને સર્વિસ વર્કર એપીઆઈમાં ટાઈપ કન્ફ્યુઝન એરરને કારણે ગૂગલ ક્રોમમાં જુદા જુદા ઘણા બગ્ઝ જોવા મળ્યા છે. એજન્સીનું માનવું છે કે આ બગ્ઝનો ઉપયોગ કરીને કોઈ પણ હેકર રિમોટ એરિયામાંથી તમને એક ખાસ વેબપેજની મુલાકાત લેવા માટે કન્વીન્સ કરી શકે છે. જ્યારે તમે આ વેબપેજની મુલાકાત લેશો કે તરત જ તમારી સિસ્ટમમાં રહેલી ખાનગી માહિતી હેકર સુધી પહોંચી જશે.
ગૂગલે પણ કર્યું કન્ફર્મ
ગૂગલ ક્રોમ માટે ગૂગલના સપોર્ટ પેજ પર અપાયેલી માહિતી પ્રમાણે CERT-In જે બગ્ઝની વાત કરી રહી છે, તેમાંથી ચાર બગ્ઝ CVEને લગતા છે, જેમાં CVE-2023-0471, CVE-2023-0472, CVE-2023-0473, CVE-2023-0474નો સમાવેશ થાય છે. આ બઘા જ બગ્ઝને ગૂગલે હાઈ સેન્સિટિવ કેટેગરીમાં રાખ્યા છે, જ્યારે બાકીના બગ્ઝને મીડિયમ સેન્સિટિવ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ જ સપોર્ટ પેજમાં, કંપનીએ કહ્યું છે કે, તો આગામી અઠવાડિયામાં ક્રોમ વર્ઝન 109.0.5414.119 Mac અને Linux પર અને વર્ઝન 109.0.5414.119/.120 વિન્ડોઝ પર રજૂ કરશે જેમાં આ બધા જ બગ્ઝ પૂરેપૂરી રીતે ફિક્સ થઈ જશે.
Samsung Galaxy Store App પણ નથી સુરક્ષિત
તો CERT-In એ બીજી એક બ્લોગ પોસ્ટમાં સેમસંગ ગેજેટ્સના યુઝર્સને એપ્લિકેશનના વર્ઝન 4.5.49.8થી જૂની સેમસંગ ગેલેક્સી સ્ટોર એપ્લિકેશનના તમામ વર્ઝનમાં રહેલા બગ્ઝ સામે પણ ચેતવણી આપી છે. એજન્સીએ આ બગ્ઝને હાઈ તરીકે આઈડેન્ટિફાય કર્યા છે. CERT-Inએ જણાવેલા આ બગઝને કારણએ કોઈ પણ લોકલ હેકર્સ તમારા સ્માર્ટપોનમાં કોઈ પણ જાતની એપ ઈન્સ્ટોલ કરી શકે છે, અને તેમાં તે ઈચ્છે તે કોડ રન કરી શકે છે.
આ રીતે રહો સેફ
જો તમે પણ ગૂગલ ક્રોમ અને સેમસંગ ગેલેક્સી સ્ટોરની જૂની એપનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે સેફ રહેવા માટે સૌથી પહેલા બંને એપના લેટેસ્ટ વર્ઝન અપગ્રેડ કરવા જરૂરી છે. સાથે જ, જ્યારે જ્યારે આ એપ્સમાં અપડેટ આવે, ત્યારે ત્યારે તમારે એપ્સને અપડેટ કરવી જોઈએ. કારણ કે દરેક અપડેટ સાથે કંપની જૂના વર્ઝનમાં રહેલા બગ્ઝને રિપેર કરતી હોય છે. પરિણામે તમારી સુરક્ષા પર જોખમ ઓછું થતું જાય છે. સાથે જ તમારે તમારા સ્માર્ટફોન અને ગેજેટ્સ પર નજર પણ રાખવી જોઈએ, કે તમારા ધ્યાન બહારની અથવા તમે ન કરી હોય તેવી કોઈ એક્ટિવિટી તો નથી થઈ રહીને. જો આવી કોઈ એક્ટિવિટી ધ્યાનમાં આવે તો તમે તાત્કાલિક તમારી માહિતીને લીક થથી બચાવી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications