Google chromeનું આ સેટિંગ ઓન કરી દો, નહીં જોવા મળે એક પણ એડ

By Gizbot Bureau
|

ઈન્ટરનેટ બ્રાઉઝ કરતા સમયે વેબસાઈટ્સ પર દેખાતી દરેક એડ્સ આપણને ઈરિટેટ કરી હોય છે. ઘણીવાર એડ્સને કારણે વેબસાઈટ સર્ફ કરવામાં પણ મુશ્કેલી આવે છે. ચમકારા મારતી એડ્સને કારણે આંખો પર પણ અસર પડે છે, તો સાથે જ કામ કરવામાં પણ કંટાળો એડ્સ નડે છે. પરંતુ સારી વાત એ છે કે ગૂગલ ક્રોમનું રીડર મોડ ફીચર યુઝ કરીને તમે આ એડ્સની સમસ્યાથી રાહત મેળવી શકો છો. તો ચાલો, આ ફીચર કઈ રીતે કામ કરે છે, અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો, તે જણાવી દઈએ.

Google chromeનું આ સેટિંગ ઓન કરી દો, નહીં જોવા મળે એક પણ એડ

રીડર મોડ ફીચર તમને કોઈ પણ વેબસાઈટને ચોખ્ખેચોખ્ખી વાંચવામાં મદદ કરે છે, સાથે જ લેઆઉટ બદલવાની પણ તક આપે છે. આ ફીચરની મદદથી એડ્સની જેમ બીજા જે પણ ફીચર્સ તમને ડિસ્ટર્બ કરતા હોય, તે બધા જ એલિમેન્ટ્સ હટાવી દેવામાં આવે છે, જેને કારણે તમે ટેક્સ્ટ પર ફોકસ કરી શકો. આ ઉપરાંત રીડર મોડમાં અન્ય કેટલાક વિકલ્પ પણ મળે છે, જેને કારણે તમે કન્ટેન્ટ પર ધ્યાન આપી શકો છો.

રીડર મોડ અનેબલ કરવા માટે આટલું કરો

સ્ટેપ 1: સૌથી પહેલા ગૂગલ ક્રોમ એપ તમારા ફોનમાં ઓપન કરો.

સ્ટેપ 2: હવે તમારે જે વેબસાઈટ રીડર મોડમાં વાંચવી છે, તેને ઓપન કરો

સ્ટેપ 3: હવે સ્ક્રીન પર જમણી બાજુ દેખાતા ત્રણ ડોટ્સ પર ટેપ કરો.

સ્ટેપ 4: હવે ત્યાં દેખાતા જુદા જુદા વિકલ્પમાંથી રીડર મોડ પસંદ કરો.

આટલું કર્યા બાદ તમને રીડર મોડમાં ટેક્સ્ટ તમારી સ્ક્રીન પર દેખાવા લાગશે. તમે ઈચ્છો તો ફોન્ટ સાઈઝ બદલી શકો છો, અથવા તો થીમ બદલવાનો પણ વિકલ્પ મળે છે. એટલું જ નહીં, તમે ઈચ્છો તો સ્ક્રીન પર દેખાતા ટેક્સ્ટને કોઈ વોઈસ નોટની જેમ સાંભળી પણ શકો છો.

આ કારણથી ખાસ છે રીડર મોડ

રીડર મોડનો સૌથી મોટો ફાયદો છે કે વેબ પેજ પરથી બધી જ એડ્સ હટાવી દેવામાં આવે છે. જેને કારણે આંખો પર વધારે ભાર નથી પડતો અને તમે લાંબા આર્ટિકલ્સ સરળતાથી વાંચી શકો છો. આ ઉપરાંત તમે ઈચ્છો તો આર્ટિકલ્સ ડાઉનલોડ કે સેવ પણ કરી શકો છો. જેને કારણે ઓફલાઈન મોડમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી વગર પણ આર્ટિકલ વાંચી શકાય છે.

Best Mobiles in India

English summary
Google chrome gives reader mode helps you to read without ads

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X