ફોનમાં કરી લો આ નાનકડું સેટિંગ, સ્કેમથી બચવામાં કરશે મદદ

By Gizbot Bureau
|

ઈન્ટરનેટનો ઉપયોગ કરવા દરમિયાન જો તમે ભૂલથી પણ એક ખોટી લિંક પર ક્લિક કરી દીધી, તો તમારે તમારી મહેનતના પૈસા ગુમાવવા પડી શકે છે. જો કે આ ડરથી આપણે ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનું બંધ નથી કરી શક્તા. આવી સ્થિતિમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા દરમિયાન સાવચેતી રાખવી જરૂરી છે, જેથી સ્કેમથી બચી શકાય. આજના આ આર્ટિકલમાં અમે આપને એક એવા સેટિંગ વિશે જણાવીશું, જેને ઓન કરવાની સાથે જ તમે સ્કેમથી બચી શકો છો.

સેફ બ્રાઉઝિંગ માટે તરત કરો આ કામ

ફોનમાં જો તમે ગૂગલ વેબ બ્રાઉઝર ક્રોમનો ઉપયોગ કરો છો, તો સેફ બ્રાઉઝિંગનું ધ્યાન રાખવું જરૂરી છે. ગૂગલ ક્રોમ પોતાના યુઝર્સને એવી વેબસાઈટ વિશે પહેલા જ જણાવી દે છે, જ્યાં તમારા ડેટાને ખતરો હોય, જ્યાં કેટલીક શંકાસ્પદ એક્ટિવિટી ચાલતી હોય.

ફોનમાં કરી લો આ નાનકડું સેટિંગ, સ્કેમથી બચવામાં કરશે મદદ

જી હાં, ગૂગલ પોતાના યુઝર્સને ક્રોમમાં જ એનહાન્સ્ડ પ્રોટેક્શનની સુવિધા આપે છે.

Chrome Enhanced Protection સેટિંગ આ રીતે કરે છે કામ

જ્યારે તમે ગૂગલ ક્રોમમાં આ સેટિંગ ઓન રાખો છો, તો ખતરનાક વેબસાઈટ સામે ગૂગલ તમને જાતે જ ચેતવણી આપે છે. જેવું તમે કોઈ ખોટી લિંક પર ક્લિક કરશો કે ગૂગલ તરફથી તમને આ વેબસાઈટને લઈને પ્રોટેક્શન એલર્ટ આવી જશે. આ સેટિંગ રિયલ ટાઈમમાં કામ કરે છે.

આ જ રીતે જો તમારા ફોનમાં માલવેર વાળી કોઈ ફાઈલ કે એક્સટેન્શન ભૂલથી ડાઉનલોડ થવા લાગે છે, તો ગૂગલ તરફથી પણ તમને એક એલર્ટ આવે છે. આ સેટિંગ તમારા બ્રાઉઝિંગ ડેટાના આધારે કામ કરે છે. બ્રાઉઝિંગ ડેટા ગૂગલ સુધી પહોંચે છે, જે બાદ તમને રિયલ ટાઈમમાં ચેતવણી આપવામાં આવે છે.

ક્રોમનું Enhanced Protection સેટિંગ આ રીતે ઓન કરો

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ ક્રોમ ઓપન કરો.

સ્ટેપ 2: હવે જમણી બાજુ ઉપરની તરફ દેખાતા ત્રણ ડોટ મેન્યુ પર ક્લિક કરો.

સ્ટેપ 3: હવે સેટિંગ્સ મેન્યુ પર ટેપ કરો.

સ્ટેપ 4: હવે સેફ્ટી ચેક પર ક્લિક કરો

સ્ટેપ 5: બાદમાં સેફ બ્રાઉઝિંગ ઓપ્શન પર જાવ.

સ્ટેપ 6: હવે અહીં Enhanced Protection સિલેક્ટ કરીને તેને અનેબલ કરો.

બસ, હવે જ્યારે પણ તમારા બ્રાઉઝરમાં કોઈ શંકાસ્પદ એક્ટિવિટી થશે તો ગૂગલ તમને તરત જ જાણ કરશે.

Best Mobiles in India

English summary
Google Chrome Enhanced protection setting helps in safe browsing how to

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X