Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Chromeના 5 સિક્રેટ ફીચર્સ, યુઝ કરશો તો ઘણો બધો સમય બચશે
આજે ગૂગલ ક્રોમ વિશ્વનું સૌથી મોટું વેબ બ્રાઉઝર છે, જેનો આખા વિશ્વમાં કરોડો લોકો ઉપયોગ કરે છે. મોબાઈલથી લઈને ડેસ્કટોપ પર યુઝર્સ ક્રોમનો જ ઉપયોગ કરે છે. ગૂગલ ક્રોમ બ્રાઉઝર વર્ષ 2008માં લોન્ચ થયું હતું અને તેની પહેલા વેબ બ્રાઉઝર તરીકે માઈક્રોસોફ્ટ એક્સપ્લોરર અને મોઝિલા ફાયરફોક્સ એમ બે જ ઓપ્શન હતા. તમારામાંથી ઘણા લોકો ગૂગલ ક્રોમ ઉપયોગ કરતા હશે, આજે અમે તમને આ ગૂગલ ક્રોમના 5 કમાલના ફીચર વિશે વાત કરીશું.

આ શોર્ટકટ કામ કરશે આસાન
ઘણીવાર એવું થાય છે કે ગૂગલ ક્રોમમાં આપણે ઘણા બધા ટેબ્સ ખોલેલા હોય, સેટ કરેલા હોય પણ ભૂલથી આખું ગૂગલ ક્રોમ જ બંધ થઈ જાય. આવી સ્થિતિમાં બધી વેબસાઈટ ફરી ઓપન કરવી પડે છે. જો કે, આવું કરવાની જરૂર નથી. તમારે માત્ર ગૂગલ ક્રોમ ફરી ઓપન કરવાનું છે અને પછી Control+Shift+T ત્રણેય બટન ફરી દબાવવાના છે. એટલે એક નવી વિન્ડોમાં બધા જ જૂના ટેબ ફરી ઓપન થઈ જશે.
તમે શું જોયું, કોઈને નહીં ખબર પડે
જો તમે ઈચ્છો છો કે ગૂગલ ક્રોમમાં તમે કઈ કઈ વેબસાઈટ વિઝિટ કરી રહ્યા છો, તેની માહિતી કોઈને ન મળે તો તમે ઈનકોગ્નિટો મોડનો ઉપયોગ કરી શકો છો. આ મોડમાં સર્ચિંગ અને સર્ફિંગ કરવાથી હિસ્ટ્રી સ્ટોર નથી થતી. સાથે જ કોઈને એ પણ નથી ખ્યાલ આવતો કે તમે બ્રાઉઝરમાં શું સર્ચ કર્યું છે. ઈનકોગ્નિટો મોડ ઓન કરવા માટે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જમણી બાદુ દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો, ત્યાં તમને ઈનકોગ્નિટો મોડનો ઓપ્શન મળશે.
માત્ર નંબર દબાવો, જુઓ કમાલ
શું તમને એ ખબર છે કે ગૂગલ ક્રોમમાં તમે કી બોર્ડ પર રહેલી નંબર કીઝની મદધથી બ્રાઉઝિંગ કરી શકો છો. દાખલા તરીકે તમારી સામે 10 ટે ઓપન છે, અને તમારે પાંચમા ટેબ પર જવાનું છે તો ctrl સાથે 5 દબાવો, તમે માઉસ પકડ્યા વગર સીધા જ પાંચમા ટેબ પર આવી જશો.
એક ક્લિક અને સીધું સર્ચ
જેવું તમે ગૂગલ ક્રોમમાં કંઈક સર્ચ કરી રહ્યા છો અને કોઈ પેજ ઓપન થઈ રહ્યું છે, અને આ પેજની કોઈ વેબસાઈટ પર કોઈ યુઆરએલ છે, પરંતુ તે ાઈપર લિંક નથી. તો તમારે માત્ર આ યુઆરએલને સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરવાનું છે. બાદમાં ક્રોમ તમને સામેથી પૂછશે કે તમે આ વેબસાઈટ પર ડિરેક્ટ જવા ઈચ્છો છો કે સર્ચ કરવા ઈચ્છો છો. કોઈ પણ શબ્દને સર્ચ કરવા માટે પણ તમે કોપી પેસ્ટ કરવાને બદલે સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરીને સર્ચ કરી શકો છો.
લોગઈન કરો અને જલસા કરો
ઘણીવાર આપણે કોઈ સારી વેબસાઈટને બુકમાર્ક તરીકે સેવ કરીએ છીએ, પરંતુ તકલીફ ત્યારે થાય છે જ્યારે બુકમાર્કની જરૂર હોય, અને આ જે સિસ્ટમમાં બૂક માર્ક કર્યુ છે, એ સિસ્ટમ તમારી પાસે ન હોય. એટલે આવી સ્થિતીથી બચવા માટે ઈમેઈલ આીડીથી સાઈન કરો અને પછી બૂકમાર્ક કરીને બેકઅપ રાખો. હવે તમે જ્યાં પણ તમારું જીમેઈલ લોગઈન કરશો, ત્યાં બૂકમાર્ક જોઈ શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications