Google Bard હવે ભારતમાં પણ ઉપલબ્ધ, આ રીતે કરો ઉપયોગ

By Gizbot Bureau
|

Googleએ ChatGPTને ટક્કર આપવા માટે પોતાનું AI Generative Chatbot Bard શરૂ કર્યું હતું. શરૂઆતમાં આ સુવિધા માત્ર અમેરિકા અને યુકેમાં જ ઉપલબ્ધ હતી. હવે Google I/O 2023ની ઈવેન્ટ દરમિયાન ગૂગલના સીઈઓએ જાહેરાત કરી છે કે આ ચેટબોટની સેવા 180 દેશો સુધી વિસ્તારવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ 180 દેશોના લિસ્ટમાં ભારતનું નામ પણ સામેલ છે. હવે ભારતીય યુઝર્સ ગૂગલના AI Chatbot Bardનો ઉપયોગ કરીને પોતાના સવાલો જવાબ મેળવી શક્શે. તમને જણાવી દીએ કે કંપનીએ આ ચેટબોટમાં કેટલીક નવી અપડેટ્સ પણ આપી છે.

Google Bard હવે ભારતમાં પણ ઉપલબ્ધ, આ રીતે કરો ઉપયોગ

ગૂગલ ઈન્ડિયાએ પોતાની બ્લોગ પોસ્ટમાં બાર્ડના વિસ્તાર વિશે માહિતી આપી છે. બ્લોગ પોસ્ટમાં કહેવાયું છે કે બાર્ડને લોન્ચ થયાને 2 મહિના વીતી ચૂક્યા છે. આ સુવિધા પહેલા યુએસ અને યુકેમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી, હવે તેને 180 દેશો સુધી વિસ્તારવામાં આવી છે. જેમાં ભારતનું નામ પણ સામેલ છે. આગામી સમયમાં બાકીના દેશોમાં પણ ગૂગલ બાર્ડની સેવા વિસ્તારવામાં આવશે. એટલું જ નહીં બાર્ડને હવે કોરિયન અને જાપાની ભાષામાં પણ વાપરી શકાય છે. સાથે જ ગૂગલ બાર્ડ 40થી વધુ ભાષાઓને સપોર્ટ કરે છે, જે આગામી દિવસોમાં રોલ આઉટ થશે.

ભારતમાં Google Bardનો ઉપયોગ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.

સ્ટેપ 1: સૌથી પહેલા Googleમાં જઈને ​https://bard.google.com સર્ચ કરો.

સ્ટેપ 2: અહીં તમને સ્ક્રીન પર નીચેની તરફ Try Bard લખેલું જોવા મળશે. આ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 3: હવે તમારે ગૂગલ બાર્ડની પ્રાઈવસી પોલિસી નીચે દેખાઈ રહેલા બટન Agree પર ક્લિક કરવું પડશે.

સ્ટેપ 4: આટલું કર્યા બાદ તમને બિલકુલ ફ્રીમાં બાર્ડનો ઉપયોગ કરવાની પરવાનગી મળી જશે. જે માટે તમને નીચેની તરફ એક સર્ચ બાર મળશે.

સ્ટેપ 5: અહીં સર્ચ બારમાં તમે કોઈ પણ સવાલનો જવાબ બાર્ડ પાસે માગી શકો છો.

Google Bardનો હિન્દીમાં નહીં કરી શકાય ઉપયોગ

જો કે, ધ્યાન આપવાની વાત એ છે કે હાલ ગૂગલ બાર્ડ હિન્દી ભાષામાં ઉપલબ્ધ નથી. પરંતુ આવનારા દિવસોમાં ગૂગલ બાર્ડનો ઉપયોગ તમે હિન્દી ભાષામાં પણ કરી શક્શો. આ વાતની ગૂગલે ખાતરી આપી છે.

Google Searchમાં Bard

ગૂગલે માઈક્રોસોફ્ટની જેમ જ પોતાના સર્ચ એન્જિનમાં Bard AI ઈન્ટિગ્રેટ કર્યું છે. આ ટૂલના ઈન્ટિગ્રેશનથી યુઝર્સને હવે ગૂગલ સર્ચમાં પ્રિસાઈઝ્ડ માહિતી મળશે. સાથે જ આ માહિતી ક્યાંથી લેવામાં આવી છે, તેનું લેબલ પણ દેખાશે. જેને કારણે યુઝરને જે રિઝલ્ટ મળી રહ્યા છે, તેનો સોર્સ પણ ખબર પડશે. Bard AIના સર્ચ ઈન્ટિગ્રેશનથી યુઝર્સને હવે વધારે સારા સર્ચ રિઝલ્ટ મળશે. સાથે જ યુઝર્સને કોઈ પણ ટોપિક અંગે મળેલી માહિતી સમજવામાં પણ સરળતા રહેશે.

Best Mobiles in India

English summary
Google Bard is now available in India how to use

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X