ગુગલ આસીટન્ટ ટૂંક સમય માં એન્ડ્રોઇડ મેસેજીસ પર આવી રહ્યું છે.

By Gizbot Bureau
|

ગૂગલે એ જાહેર કર્યું હતું કે તેઓ ગુગલ આસિસ્ટન્ટ ને ટૂંક સમય માં એન્ડ્રોઇડ મેસેજીસ પર પણ લાવી રહ્યા છે. અને ત્યાર બાદ યુઝર્સ ગુગલ આસિસ્ટન્ટ પાસે મસેસીસ ને સેન્ડ અને રીડ પણ કરાવી શકશે.

ગુગલ આસીટન્ટ ટૂંક સમય માં એન્ડ્રોઇડ મેસેજીસ પર આવી રહ્યું છે.

અને જો યુઝર્સ ગુગલ આસિસ્ટન્ટ નો ઉપીયોગ એન્ડ્રોઇડ મેસેજીસ પર કરી રહ્યા હશે તો એપ ની અંદર સ્માર્ટ રીપ્લાય નો સેક્શન નું નવું બટન બતાવવા માં આવશે. અને જો યુઝર્સ તે બટન પર ટેપ કરશે તો આસિસ્ટન્ટ દ્વારા એક પ્રશ્ન પૂછવા મ આવશે અને ત્યાર બાદ ત્યાર બાદ જવાબ ને સીધુ જ ટેક્સ્ટ મેસેજીસ થ્રેડ ની અંદર મૂકી દેવા માં આવશે. અત્યાર પૂરતું આ ફીચર ને માત્ર અંગ્રેજી ભાષા પૂરતું સીમિત રાખવા માં આવ્યું છે.

અને જો તમને એ ચિંતા થઇ રહી હોઈ કે આ ફીચર ના આવવા થી ગુગલ તમારા મેસેજીસ ને વાંચવા લાગશે તો તેના વિષે તમારે ચિંતા કરવા ની જરૂર નથી. કંપનીએ જણાવ્યું હતું કે જે માહિતી ગુગલ ના સર્વર પર મોકલવા માં આવી રહી છે તે ગુગલ આસીટન્ટ ના બટન ની છે, અને જે તેની અંદર સજેશન બતાવવા માં આવી રહ્યા છે તે મેસેજ ના જે થ્રેડ છે તેના એનાલિસિસ બાદ આપવા માં આવ્યા છે.

હમણાં પૂરતું, જો તમને કોઈ રેસ્ટોરન્ટમાં જવા માગે છે તેવો સંદેશ પ્રાપ્ત થાય છે, તો તમને સંભવતઃ પીઝા ઇમોજી જેવા સૂચનો દેખાશે જે તેના પછી લખેલું છે અથવા બટન કે જે રેસ્ટોરન્ટની શોધમાં સહાય કરશે. જો તમે સૂચન પર ટેપ કરો છો, તો નાના સહાયક બૉક્સ માહિતી અને વિકલ્પો સાથે કાર્ડને સ્લાઇડ કરશે.

ગૂગલ હવે એન્ડ્રોઇડ મેસેજીસમાં નવી સુવિધાઓ રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે તેણે તેના મેસેજિંગ એપ્લિકેશન એલોના શટડાઉનની જાહેરાત કરી છે. મેસેજિંગ એપ્લિકેશન આગામી મહિને બંધ થઈ જશે. ગૂગલ એલોના સંપૂર્ણ શટડાઉન પછી, એન્ડ્રોઇડ મેસેજીસ એ એકમાત્ર ટેક્સ્ટિંગ એપ્લિકેશન હશે જે એસએમએસ, એમએમએસ અને આરસીએસ માટે સપોર્ટ ઓફર કરશે.

અને થોડા સમય પહેલા જ ગૂગલે જાહેર કર્યું હતું કે જેટલા પણ ફીચર ફોન કાંઈ ઓએસ પર ચાલી રહ્યા છે તેના પર પણ તેઓ ગુગલ અસીસીટેન્ટ નો સપોર્ટ લાવી રહ્યા છે. અને આનો અર્થ એ થાય છે કે જીઓફોન અને જુઓ ફોન 2 પર પણ ગુગલ આઆસિસ્ટન્ટ સપોર્ટ આપવા માં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Google Assistant is coming to Android Messages soon

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X