Just In
Googleએ જાહેર કર્યું ક્રોમ એક્સટેન્શનનું લિસ્ટ, તમને પણ લાગી શકે છે કામ
2022નું વર્ષ સમાપ્તિને આરે છે. નવા વર્ષની ઉજવણી પહેલા ગૂગલે તેના સૌથી વધુ વપરાતા ક્રોમ બ્રાઉઝર એક્સટેન્શનનું લિસ્ટ જાહેર કર્યું છે. ગૂગલ ક્રોમ માટે સેંકડો એક્સ્ટેન્શન ઉપલબ્ધ છે. ગૂગલે ગેમિંગ, પ્રોડક્ટિવિટી, ફોકસ, લર્નિંગ અને વ્યુઈંગ એમ જુદી જુદી કેટેગરીમાં સૌથી વધુ ઉપયોગી એવા એક્સટેન્શનની યાદી જાહેર કરી છે.

ગૂગલે જાહેર કરેલા એક્સ્ટેન્શનનું લિસ્ટ આ મુજબ છે.
પ્રોડક્ટિવિટી
Tango
આ એક્સટેન્શન યુઝર્સને કામ કેવી રીતે કરું તેનું How to ગાઈડ ઓટોમેટિક તૈયાર કરી આપે છે.
SwiftRead
ક્રોમનું આ એક્સટેન્શન યુઝર્સને કોઈ પણ ટેક્સ્ટ ત્રણ ગણી ઝડપે વાંચવામાં મદદ કરે છે. જેથી, યુઝર્સનો સમય બચે છે.
LINER
ગૂગલ ક્રોમના આ એક્સટેન્શનની મદદથી યુઝર્સને પર્સનલાઈઝ્ડ રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. જેથી રિસર્ચ જેવું બોરિંગ કામ સરળતાથી કરી શકાય છે.
Compose AI
આ એક્સ્ટેન્શન યુઝર્સને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી સારુ અને ઝડપથી લખાણ લખી આપે છે.
Visbug
ગૂગલ ક્રોમનું આ એક્સ્ટેન્શન ડિઝાઈનર્સ માટે ખૂબ જ ઉપયોગી છે. આ એક્સટેન્શન કોઈ પણ વેબસાઈટની ઈમેજ અને ટેક્સ્ટને ટ્વિક કરી શકે છે.
Check US visa Slots
ભારતમાં વર્ષમાં 5.5 કરોડ લોકો અમેરિકાના વિઝા માટે અપ્લાય કરે છે. આ ક્રોમ એક્સ્ટેંશન આવા યુઝર્સને સરળતાથી ભારતમાં નવા યુએસ વિઝા માટે એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ કરાવે છે.
ફોકસ
Workona Tab Manager
ગૂગલ કહે છે કે આ ક્રોમ એક્સટેન્શન યુઝર્સના પ્રોજેક્ટને વ્યવસ્થિત કરવા માટે વર્કસ્પેસ સેટ કરીને અને જે મહત્વનું છે તેના પર ટેબ રાખવામાં મદદ કરીને તમારી સ્ક્રીન પર ઓપન ઘણા બધા ટેબ્સને કંટ્રોલ કરીને તમારું કામ સરળ બનાવે છે.
CrMouse Chrome Gestures
આ ક્રોમ એક્સ્ટેન્શન યુઝર્સને કસમટ્મ માઉસ નેવિગેશન શોર્ટકટ સેટ કરી આપે છે, જેને કારણે બ્રાઉઝિંગ દરમિયાન યુઝર્સની પ્રોડક્ટિવિટી વધે છે.
ગેમિંગ અને વ્યુઈંગ
RoPro
ગૂગલ ક્રોમના આ એક્સ્ટેન્શન દ્વારા ગેમિંગ પ્લેયર્સ કોઈ પણ ગેમમાં એક સાથે સંખ્યાબંધ યુનિક ફીચર્સ એડ કરી શકે છે.
eJOY
ગૂગલ ક્રોમનું આ એક્સ્ટેન્શન ખૂબ જ ઉપયોગી છે. આજે જ્યારે બધા જ યુઝર્સ વર્લ્ડ સિનેમા જોઈ શકે છે, ત્યારે આ એક્સ્ટેનશન યુઝર્સને એવી સુવિધા આપે છે, જેનાથી યુઝર્સ મૂવીઢ કે વીડિયોઝ ડ્યુઅલ સબટાઈલ્સ સાથે જોવાની સગવડ આપે છે.
લર્નિંગ
Equatio
આ Chrome એક્સ્ટેંશન ગણિતને ડિજિટલ બનાવે છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓને તમામ સ્તરે ગણિતની ગણતરીઓ ઝડપથી અને સરળતાથી કરવામાં મદદ કરે છે.
Mybib: Free Citation Generator
યુઝર્સ જ્યારે રિસર્ચ કરવા માટે જુદી જુદી વેબસાઈટ ખોલે છે, ત્યારે ક્રોમનું આ એક્સ્ટેન્શન પોતાની જાતે જ ગ્રંથસૂચિઓ અને ક્વોટ્સ ટપકાવતું જાય છે.
રસપ્રદ રીતે ગૂગલની આ ક્રોમ એક્સ્ટેન્શનની યાદી ગૂગલે 2022ની બેસ્ટ ઉપયોગી એપ્સની યાદી જાહેર કર્યાના બીજા દિવસે જાહેર થઈ છે. આ લિસ્ટમાં ગેમિંગ માટે Dream by WOMBO, આનંદ માટે પેટસ્ટાર, જાતવિકાસ માટે Breathwrk, રોજિંદી જરૂરિયાત માટે Plant Parent, ટેલેન્ટ શોધવા માટે Recover Athletics, કપડા પહેરવા માટે ToDoist, ટેબ્લેટ માટે Pocket અને ક્રોમબુક્સ માટે Bandlab જેવા એક્સ્ટેન્શન પણ સામેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470