ગૂગલ અલો ના એન્ડ્રોઇડ યુઝર માટે ગૂગલે નવી અપડેટ બહાર પાડી છે. ગૂગલે તેની આ એપમાં કેટલાક નવા ફિચર ઉમેર્યા છે. જેમાં સ્માર્ટ સ્ટીકર અને નવી થીમ પેક પણ શામિલ છે. હોલિવુડની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ફેન્ટાસ્ટિક બિટ્સના સ્માર્ટ સ્ટીકર અને થીમનો પણ તેમાં સમાવેશ થાય છે.

નવા ઉમેરેલા ફિચરની વાત કરવામાં આવે તો ગૂગલે સ્માર્ટ સ્ટીકર ઓપશન ચેટ સ્ક્રીનમાં રાખ્યું છે. આ સ્માર્ટ સ્ટીકર જયારે તમે ચેટ કરો છો ત્યારે તમારા ચેટને અનુરૂપ તમે જે પણ ટેક્સ્ટ એન્ટર કરો છો તે મુજબ તમને યોગ્ય સ્ટીકર જણાવશે.
હાઈક સ્ટીકર્સ ને વોટ્સએપ પર કઈ રીતે મોકલી શકાઈ [એન્ડ્રોઇડ એન્ડ ios માટે]
ઉદાહરણ તરીકે જો તમે ચેટમાં બર્ગર શબ્ધ લખો છો. ત્યારપછી તમે સ્માર્ટ સ્ટીકર ઓપશન પર ટેપ કરો છો. તો તમને બર્ગર સિમ્બોલના સ્ટીકર બતાવશે. જેને તમે એડ કરી શકો છો. જે ખુબ જ યોગ્ય અને સારું ફિચર કહી શકાય.
આ નવા અપડેટમાં કેટલીક નવી થીમ પણ એડ કરવામાં આવી છે, જે ખુબ જ સારી લાગી રહી છે. તેની સાથે એક નાની ફીચર અપડેટ પણ કરવામાં આવી છે. જેમાં જો તમારો કોઈ મિત્ર તમને ચેટમાં કોઈ સ્ટીકર મોકલે અને તે સ્ટીકર પેક જો તમારા ડાઉનલોડ લિસ્ટમાં ના હોય, ત્યારે તમે તે સ્ટીકરને ચેટ સ્કિન પણ ટેપ કરીને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

હોલિવુડની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ફેન્ટાસ્ટિક બિટ્સના સ્માર્ટ સ્ટીકર અને તેની થીમ પેક પણ ગૂગલ રિલીઝ કરી રહી છે.
ગૂગલે તેની ગૂગલ અલો એપ થોડા મહિના પહેલા જ લોન્ચ કરી છે. આ એપને દુનિયાભર થી સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. ખાલી ભારતમાં જ આ એપના લગભગ 160 મિલિયન એક્ટિવ યુઝર છે જે ખુબ જ મોટી સફળતા માની શકાય.
ગૂગલ અલો એપ વોટ્સઅપને ખુબ જ સારી ટક્કર આપી રહી છે. ગૂગલ અલો એપમાં સ્માર્ટ સ્ટીકર હિન્દી અને ઇંગલિશ બંને ભાષામાં ઉપલબ્ધ છે. થોડા અઠવાડિયામાં બીજા ભાષાઓમાં પણ સ્માર્ટ સ્ટીકર આવી જશે.
તમે આ એપને મિરર હોસ્ટિંગ સાઈટ apkmirror.com અને APKPolice.com. પરથી ડાઉનલોડ કરી શકો છો. ગૂગલે આઇઓએસ ગૂગલ અલો એપ માટે પણ નવી અપડેટ આપવાની ચાલુ કરી દીધી છે. જે થોડા જ સમયમાં તમારા સ્માર્ટફોનમાં જોવા મળી શકશે.
નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો
Gizbot - Get breaking news alerts. Subscribe to Gujarati Gizbot.