Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 680 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારા ફોનની અંદર છે સોનુ, જાણો તેના કાઢી શકાય કે નહીં?
શું તમે ક્યારેય કોઈની પાસેથી સાંભળ્યું છે કે સ્માર્ટફોનની અંદર સોનું લાગેલું હોય છે? કદાચ સાંભળ્યું પણ હશે, તો વાત માની નહીં હોય. પરંતુ જો તથ્યો પર ધ્યાન આપીએ અને સમજવાની કોશિશ કરીએ તો સ્માર્ટફોનમાં ખરેખર સોનું લાગેલું હોય છે. ફોનના જુદા જુદા કોમ્પોનેન્ટ્સમાં ખૂબ જ ઓછી માત્રામાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે આ સોનું કાઢી શકો છો કે નહીં? ચાલો, જાણવાની કોશિશ કરીએ.

સ્માર્ટફોનમાં સોનુ ક્યાં લાગેલું હોય છે?
સોનું સૌથી બેસ્ટ કંડક્ટર છે. એટલે તેનો ઉપયોગ સ્માર્ટફોનના નાના નાના કોમ્પોનેટન્ટ્સમાં કરવામાં આવે છે, જેથી ઈલેક્ટ્રિક ફ્લો વધારે સારી રીતે ચાલી શકે. કારણ કે સોનાને ક્યારેય કાટ નથી લાગતો. એટલે તેનો ઉપયોગ એવા પાર્ટ્સમાં કરવામાં આવે છે, જે લાંબા સમય સુધી ખરાબ ન થઈ શકે. આ ઉપરાંત સોનું સૌથી વધુ ફ્લેક્સિબલ ધાતુ છે, એટલે તેનો ઉપયોગ નાના અને સેન્સિટિવ પાર્ટ્સમાં કરવામાં આવે છે. જો કે ફોનમાં રહેલા સોનાની માત્ર સાવ ઓછી એટલે કે મિલીગ્રામમાં હોય છે. આ માત્રા એટલી ઓછી હોય છે કે તેને કાઢવા માટે જો મહેનત કરીએ તો તે વધારે મોંઘી પડે.
શું ફોનમાંથી સોનુ કાઢી શકીએ?
આ સવાલનો જવાબ છે હા. ટેક્નિકલ રીતે તમે સ્માર્ટફોનમાંથી સોનુ કાઢી શકો છો. પરંતુ આ એક જટિલ અને ખૂબ જ મોંઘી પ્રોસેસ હશે. આના માટે તમારી પાસે જુદા જુદા રસાયણો અને ખાસ પ્રકારના ટેક્નોલોજીકલ સાધનોની જરૂર પડશે. આ પ્રક્રિયા દ્વારા પર્યાવરણને નુક્સાન પણ પહોંચી શકે છે, એટલે આ પ્રોસેસ ફોલો કરવી એ યોગ્ય વાત નથી.
હવે તમે સમજી જ ગયા હશો કે જો તમે એવુ વિચારી રહ્યા છો કે જૂના ફોનમાંથી સોનુ કાઢીને થોડા પૈસા કમાઈ લઈશું, તો આ વસ્તુ શક્ય નથી બનવાની. સોનુ કાઢવાનો ખર્ચો તમને વધારે લાગશે, અને સોનુ સાવ ઓછું મળશે. એના કરતા વધારે રકમ તમે જૂનો ફોન રિસાઈકલ કરીને અથવા તો એક્સચેન્જ કરીને મેળવી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
