Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Gmailમાં કરો આ સેટિંગ, તમારી ગેરહાજરીમાં જાતે જ કરી દેશે રિપ્લાય
તમે પણ ખૂબ જ કામ કરીને થાકી ગયા છો ને? બ્રેક લઈને ફરવા જવાનું વિચારી રહ્યા છો? હોલી ડે પ્લાન કરી રહ્યા છો? પરંતુ ફરવા ગયા બાદ પણ ત્યાં મેઈલના જવાબ આપવાની ચિંતા સતાવી રહી હોય, તો જીમેઈલનું એક ફીચર તમારી રજાઓને વધુ આરામદાયક બનાવી શકે છે. જો રજા દરમિયાન તમને એવા કોઈ મેઈલ આવવાના હોય, કે જેના રિપ્લાય તાત્કાલિક કરવા જરૂરી છે, તો જીમેઈલનું આ ફીચર સંકટ સમયની સાંકળ બનીને તમારી મદદ કરી શકે છે. જેના કારણે તમારે મેઈલ ખોલીને રિપ્લાય આપવા પણ નહીં બેસવું પડે, અને તમારો ઈમ્પોર્ટન્ટ મેઈલ રિપ્લાય વગરનો પણ નહીં રહી જાય. જીમેઈલના આ આશ્ચર્યજનક ફીચરનું નામ છે વેકેશન રિસ્પોન્ડર, જે તમારા જરૂરી મેઈલનો જવાબ આપી શકે છે.

જો તમે કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરો છો, તો તમારું ઘણું બધું કામ મેઈલ પર જ નિર્ભર હશે. હવે તમે રજા પર હશો, ત્યારે પણ કેટલાક ઈમેઈલ તો આવતા જ રહેશે. જો તમે રજા પર છો, કે ઈનબોક્સમાં મેઈલનો ઢગલો થઈ જશે. તમે રજા પરથી પાછા આવીને મેઈલનો જવાબ તો આપી દેશો, પરંતુ ત્યાં સુધી અગત્યના કામ તમારા રિપ્લાયના અભાવે અટકી શકે છે. મેઈલ મોકલનાર તમારા જવાબની રાહ જોઈને બેસી શકે છે. શક્ય છે કે મેઈલ મોકલનારને એ જાણ ન હોય, કે તમે રજા પર છો, તો ત્યાં સુધી તમારા રિપ્લાયના અભાવે કંપનીના અગત્યના કામ ઠેબે ચડી જશે.
Vacation Responderનો કરો ઉપયોગ
જીમેઈલનું વેકેશન રિસ્પોન્ડર ફીચર આવા સમયે ઉપયોગી બની શકે છે. આ વેકેશન રિસ્પોન્ડર તમારી અનુપસ્થિતિમાં જાતે જ તમારા મેઈલના જવાબ આપી દેશે. જ્યારે તમે વેકેશન પર છો, ત્યારે તમે વેકેશન રિસ્પોન્ડર સેટ કરી શકો છો, અને જ્યારે તમે કામ ફરી શરૂ કરશો, ત્યારે તે જાતે જ બંધ થઈ જશે. જીમેઈલ જ નહીં લગભગ બધા જ મેઈલ ઓપરેટર્સમાં આ ફીચર હોય છે. પરંતુ અમે અહીં તમને જીમેઈલના આ ફીચરનો ઉપયોગ કરવાની રીત જણાવીશું.
કેવી રીતે કામ કરે છે વેકેશન રિસ્પોન્ડર
જીમેઈલનું વેકેશન રિસ્પોન્ડર ફીચર જીમેઈલના વેબ વર્ઝન અને મોબાઈલ એપ બંનેમાં ઉપલબ્ધ છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં જીમેઈલ ઓપન કરો. હવે ત્રણ લાઈન વાળા મેન્યુ પર ક્લિક કરો અને સ્ક્રોલ ડાઉન કરીને સેટિંગ્સ વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 2: બાદમાં એ અકાઉન્ટ પર ટેપ કરો, જેમાં તમે વેકેશન રિસ્પોન્ડરનો ઉપયોગ કવરા ઈચ્છો છો.
સ્ટેપ 3: હવે તમને જનરલમાં સૌથી નીચે વેકેશન રિસ્પોન્ડરનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો અને ટોગલ ઓન કરી દો.
સ્ટેપ 4: અહીં તમારે રજા પર જવાનો દિવસ અને પાછા આવવાની તારીખ સેટ કરવાની છે, સાથે જ તમે મેઈલનો જે રિપ્લાય આપવા ઈચ્છો છો, તે મેસેજ પણ ટાઈપ કરવાનો છે. આટલું કરીને ડન પર ક્લિક કરો.
જો તમે વેબ વર્ઝનમાં જીમેઈલનો ઉપયોગ કરી રહ્યા છો, તો પેજના જમણા ખૂણે દેખાઈ રહેલા સેટિંગ ઓપ્શન પર ક્લિક કરો અને See All Settings પર ક્લિક કરો. બાદમાં તમારે General ઓપ્શનમા સ્ક્રોલ ડાઉન કરીને સૌથી નીચે Vacation Responder પર ક્લિક કરવાનું છે. જ્યાં તમારે રજા પર જવાની તારીખ, પાછા આવવાની તારીખ અને મેસેજ સેટ કરવાનો છે. બાદમાં Save Changes પર ક્લિક કરો, ને બસ તમારું કામ થઈ ગયું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications