Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Gmailમાં મોકલો સિક્રેટ ઈમેઈલ, કોઈ નહીં કરી શકે ફોરવર્ડ, ડાઉનલોડ અને પ્રિન્ટ
Gmail ગૂગલની મેઈલ સર્વિસ છે, જેનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરી રહ્યા છે. યુઝર્સને આ એપ વાપરવામાં સરળ પડે તે માટે તેમાં ઘણા બધા ફીચર્સ મળે છે, પરંતુ બધા જ ફીચર્સની યુઝર્સને ભાગ્યે જ જાણ હોય છે. કેટલાક ફીચર્સ એવા હોય છે, જે સામે દેખાય છે, પરંતુ કેટલાક હિડન હોય છે. આવું જ એક ફીચર Confidential Mode છે.
આ મોડને તમારે મેન્યુઅલી અનેબલ કરવું પડે છે. આ ફીચર જીમેઈલમાં લાંબા સમયથી મળે છે, પરંતુ મોટા ભાગના લોકોને તેની માહિતી નથી હોતી. આ મોડનો ઉપયોગ કરીને તમે કોઈ પણ ઈમેઈલને સિક્યોર કરી શકો છો. આ મોડ દ્વારા મોકલવામાં આવેલા મેઈલને ફોરવર્ડ, કૉપી કે પ્રિન્ટ કરી શકાતો નથી. સાથે જ મેઈલ મેળવનાર તેમાં રહેલા એટેચમેન્ટને કે મેઈલને ડાઉનલોડ પણ કરી શક્તા નથી.

જો કે, આ મેઈલનો સ્ક્રીનશોટ જરૂર લઈ શકાય છે. ગૂગલનો દાવો છે કે આ કોન્ફિડેન્શિયલ મોડ યુઝર્સને ભૂલથી પણ મેસેજ શૅર કરવાથી અટકાવે છે. સાથે જ ગૂગલ એ પણ ચેતવણી આપે છે કે આમાં રિસીવર મેસેજ અને અટેચમેન્ટ કે કોપી ડાઉનલો કરવા માટે થર્ડ પાર્ટી સોફ્ટવેર એપની મદદ લઈ શકે છે, જે તમારા કમ્પ્યુટરમાં વાઈરસ લાવી શકે છે.
Gmailના કોન્ફિડેન્શિયલ મોડમાં શું શું કરી શકાય છે?
Gmailના કોન્ફિડેન્શિયલ મોડ દ્વારા યુઝર્સ કોઈ પણ મેઈલમાં એક્સપાયરી ડેટ સેટ કરી શકે છે, સાથે જ કોઈ પણ સમયે આ મેઈલનું એક્સેસ હટાવી શકે છે. સાથે જ મેઈલ ઓપન કરવા માટે રિસીવરને એક વેરિફિકેશન કોડની પણ જરૂર પડે છે, તો જ તે મેઈલ વાંચી શકે છે. કોન્ફિડેન્શિયલ મોડમાં મેઈલ શેડ્યુલ નથી કરી શકાતા. બીજા શબ્દોમાં કહીએ તો આમાં મેઈલ મોકલ્યા પછી પણ મેઈલ પર તમારો કંટ્રોલ રહે છે.
જીમેઈલના કોન્ફિડોન્શિયલ મોડનો ઉપયોગ કેવી રીતે કરશો?
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા કમ્પ્યુટરમાં જીમેઈલ ઓપન કરો.
સ્ટેપ 2: હવે કમ્પોઝ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 3: બાદમાં વિન્ડોમાં બોટમ રાઈટમાં ક્લિક કરીને કોન્ફિડેન્શિયલ મોડ ઓપન કરો. હવે તમને નીચેની બાજુ તાળા જેવો એક આઈકન દેખાશે.
સ્ટેપ 4: અહીં તમારે એક્સપાયરેશન ડેટ અને પાસકોડ સેટ કરવાનો છે. તમે 1 દિવસથી લઈને 5 વર્ષ સુધીની એક્સપાયરી ડેટ સેટ કરી શકો છો. સાથે જ પાસકોડ વગરનો મેઈલ પણ મોકલી શકો છો.
સ્ટેપ 5: આટલું કર્યા બાદ સેવ કરો. એટલે હવે તમે કોન્ફિડેન્શિયલ મેઈલ મોકલી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
