Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Gmail હવે થયું Gemini AI ફીચરથી સજ્જ, યુઝર્સને આ રીતે કામ લાગશે
Gmailમાં યુઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને એક નવું AI ફીચર એડ કરવામાં આવ્યું છે. આ ફીચરનું નામ Q & A ફીચર છે, જે ગૂગલના લેટેસ્ટ જેમિની ચેટબોટથી સજ્જ છે.તેના દ્વારા એન્ડ્રોઈડ મોબાઈલ યુઝર્સ પોતાના ઈમેઈલ અંગેના કોઈ પણ પ્રશ્નો આ ચેટબોટને પૂછી શક્શે, જેને કારણે ઈમેઈલ લખવા, સમજવા એકદમ સરળ બની જશે. આ પહેલા આ પ્રકારનું ફીચર માત્ર વેબ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે મોબાઈલ યુઝર્સ માટે પણ આ ફીચર અવેલેબલ છે.

શું છે Gmail Q&A Feature?
ગૂગલના સત્તાવાર બ્લોગપોસ્ટ પ્રમાણે Gmail માં આવેલા Q&A Feature દ્વારા અનરીડ મેસેજ ખૂબ સરળતાથી શોધી શકાશે. કોઈ સ્પેશિયલ સેન્ડરે મોકલેલા મેઈલને અલગ તારવી શકાશે. સાથે જ ઈનબોક્સમાં રહેલા મેઈલને સમરાઈઝ કરવા જેવા કામ પણ થઈ શક્શે.
સાંભળી શકાશે ઈમેઈલ
એટલું જ નહીં જીમેઈલનું આ નવું ફીચર ઈનબોક્સમાં રહેલા બધા જ મેઈલ તમને વાંચીને સંભળાવશે. એટલે કે તમારે મેઈલ વાંચવાની પણ જરૂર નથી. આ ઉપરાંત યુઝર્સ આ નવા ફીચર દ્વારા ઈમેઈલ અંગેના સવાલ પૂછવાથી લઈને ગૂગલ ડ્રાઈવમાં રહેલી કોઈ પણ ફાઈલની સ્પેસિફિક ડિટેઈલ પણ શોધી શક્શે.
કોણ યુઝ કરી શક્શે નવું ફીચર?
ટેક કંપની ગૂગલે પોતાના જેમિની એઆઈને બિઝનેસ, એન્ટરપ્રાઈઝ, એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ્સ અને ગૂગલ વન એઆઈ પ્રીમિયમ એડ ઓન ધરાવતા કસ્ટમર્સ માટે જીમેઈલની અંદર રોલઆઉટ કરવાની શરૂઆત કરી દીધી છે. આગામી 15 દિવસમાં બધા જ યુઝર્સને આ નવા ફીચરનો સપોર્ટ મળવા લાગશે.
IOS યુઝર્સને પણ મળશે સુવિધા
જીમેઈલનું આ નવું ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ સુધી જ સીમિત નહીં રહે. આ સુવિધા iOS યુઝર્સ માટે પણ રોલઆઉટ કરવામાં આવશે. હાલ એ કહેવું મુશ્કેલ છે કે ક્યારે આઈફોન યુઝર્સને આ ફીચરનો સપોર્ટ મળશે. પરંતુ અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે જીમેઈલનું Q & A ફીચર 2024ના અંત સુધી ગ્લોબલી દરેક યુઝર માટે રિલીઝ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications