Gmailની આ 5 ટ્રિક્સ તો ખબર હોવી જ જોઈએ, કામ ફટાફટ થઈ જશે

By Gizbot Bureau
|

ગૂગલની ઈમેઈલ સેવા Gmail ઉપયોગ હવે માત્ર ઈમેઈલ મોકલવા અને વાંચવા પૂરતો નથઈ રહી ગયો. જીમેઈલમાં ઘણા એવા સિક્રેટ ફીચર્સ પણ છે, જે તમારી પ્રોડક્ટિવિટી વધારી શકે છે. આજે અમે તમને એવી પાંચ ટ્રિક્સ જણાવીશું, જેનો ઉપયોગ કરીને તમારું કામ સરળતાથી ફટાફટ થઈ જશે. આ ટ્રિક્સ ફોલો કરવાથઈ તમે ઈમેઈલનું વધારે સારી રીતે ફોર્મેટિંગ કરી શક્શો, સાથે જ તેમને બરાબર મેનેજ પણ કરી શક્શો. ચાલો જાણી લઈએ આ ટ્રિક્સનું લિસ્ટ.

મલ્ટિપલ ઈનબોક્સ

શું તંમને રોજેરોજ ઘણા મેઈલ આવે છે? તો તમે જીમેઈલમાં જુદા જુદા ઈનબોક્સ પણ ક્રિએટ કરી શકો છો. જેમ કે, એક ઈનબોક્સ કામના મેઈલ માટે, એક ઈનબોક્સ પર્સનલ મેઈલ્સ માટે અને એક ઈનબોક્સ સબસ્ક્રિપ્શન માટે. આ રીતે તમે ઈમેઈલને સરળતાથી મેનેજ કરી શક્શો.

Gmailની આ 5 ટ્રિક્સ તો ખબર હોવી જ જોઈએ, કામ ફટાફટ થઈ જશે

કસ્ટમ શોર્ટકટ

જીમેઈલમાં તમે તમારી જાતે પોતાના કીબોર્ડ શોર્ટ કટ ક્રિએટ કરી શખો છો. આ શોર્ટકટનો ઉપયોગ કરવાથી તમે સ્પીડમાં કામ કરી શકો છો, જેમ કે એક કીબોર્ડ શોર્ટકટ દ્વારા તમે કોઈ મેઈલને આર્કાઈવ કરી શકો છો, ડિલીટ કરી શકો છો, માર્ક એઝ રીડ કરી શકો છો. આમ કરવાથી સમય બચશે.

કન્વર્ઝેશન વ્યુ

જીમેઈલનો કન્વર્ઝેશન વ્યુ તમને એક જ સબ્જેક્ટના બધા જ ઈમેઈલ એક સાથે જોવાની સુવિધા પણ આપે છે. આ રીતે પણ તમે ઈમેઈલ સરળતાથી શોધી શક્શો. તમે એક સાથે ઘણા બધા મેઈલ અને તેના રિપ્લાય જોઈ શકો છો.

શેડ્યુલ ઈમેઈલ ફીચર

જીમેઈલમાં તમે ઈચ્છો તો ઈમેઈલ શેડ્યુલ પણ કરી શકો છો. આ રીતે તમે કોઈ પણ ઈમેઈલ મોકલતા પહેલા જ તેનો ટાઈમ સેટ કરી શકો છો. મેઈલ નક્કી કરેલા સમયે સેન્ડ થઈ જશે. યોગ્ય સમયે મેઈલ મોકલવા માટે આ સારો ઓપ્શન છે.

Google Keep ઈન્ટીગ્રેશન

જીમેઈલને તમે ગૂગલ કીપ સાથે ઈન્ટિગ્રેટ કરીને ઈમેઈલમાં જ નોટ્સ ક્રિએટ કરી શકો છો. જો તમારે કોઈ મેઈલ અંગે મહત્વની બાબતો યાદ રાખવાની હોય તો તમે પોઈન્ટસને ગૂગલ કીપમાં ઈન્ટિગ્રેટ કરીને તેને સરળતાથી ળખી શકો છો.

Best Mobiles in India

English summary
Gmail 5 tricks will make your work faster know here

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X