Gamingના શોખીનો માટે આવી ગયા નવા લેપટોપ, માત્ર આટલી કિંમત

By Gizbot Bureau
|

તાઈવવાની ટેક કંપની Gigabyteએ પોતાના લેટેસ્ટ લેપટોપ Gigabyte G5 KE, Gigabyte G5 ME અને Gigabyte G5 GE લોન્ચ કરી દીધા છે. ગેમિંગના શોખીનો માટે આ લેપટોપની આ સિરીઝ ખૂબ જ ખાસ છે. આ લેપટોપ Intelના 12th Gen Core i5 પ્રોસેસરથી સજ્જ છે. ગિગાબાઈટના જી5 ગેમિંગ લેપટોપ્સ Nvidia RTX 30 સિરીઝના GBPU ધરાવે છે, જે વધારે સારો ગેમિંગ એક્સપિરીયન્સ આપે છે.

Gamingના શોખીનો માટે આવી ગયા નવા લેપટોપ, માત્ર આટલી કિંમત

Gigabyte G5 Gaming Laptopમા ફીચર્સ

ગિગાબાઈટના જી5 ગેમિંગ લેપટોપ્સની બોડી ખૂબ જ પાતળી છે અને આ લેપટોપ્સ એકદમ લાઈટવેઈટ છે. આ ગેમિંગ લેપટોપ્સની કિંમત 1.9 કિલોગ્રામ જ છે, જે અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ બધા જ ગેમિંગ લેપટોપમાં સૌથી ઓછી છે. ગિગાબાઈટના આ લેપટોપ ભલે ગેમિંગ માટે ખાસ હોય, પરંતુ તે બીજા પ્રોડક્ટિવ કામ માટે પણ વાપરી શકાય છે.

ગિગાબાઈટના જી5 ગેમિંગ લેપટોપ્સ 12th Gen Intel Core i5 12500h પ્રોસેસરથી સજ્જ છે, જેની મેક્સિમમ ફ્રિક્વન્સી 4.5GHz. આ ત્રણેય લેપટોપમાં જુદા જુદા જીપીયુ આપવામાં આવ્યા છે. Gigabyte G5 KEમાં NVIDIA GeFroce RTX 3060, Gigabyte G5 MEમાં NVIDIA GeForce RTX 3050 Ti અને Gigabyte G5 GEમાં NVIDIA GeForce RTX 3050 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ તમામ લેપટોપ્સ 16 જીબી DDR4 RAM અને 3200 MHz ફ્રીકવ્સી ધરાવે છે.

ગેમિંગ માટેની વિશેષતાઓને જાળવી રાખતા Gigabyte G5 લેપટોપ્સ 59 બ્લેડ ડ્યુઅલ ફેન્સ, 5 હિટ પાઈપ્સ અને 4 એક્ઝોસ્ટ વેન્ટની મદદથી વાઈનડફોર્સ કૂલિંગ ટેક્નોલોજીથી સજ્જ છે. જેને કારણે સતત ગેમિંગ દરમિયાન પણ લેપટોપનું પર્ફોમન્સ ધીમું પડતું નથી. ગિગાબાઈટનો દાવો છે કે બેસ્ટ કૂલિંગ ટેક્નોલોજીને કારણે G5 લેપટોપના CPU અને GPU મહત્તમ સ્પીડ પર કામ કરે છે. લાંબા સમય સુધી ઉપયોગમાં થવા છતાંય લેપટોપ અવાજ નથી કરતા અને ગરમ પણ નથી થતા.

જો સારી ડિસ્પ્લે ન હોય, તો ગમે તેવા શ્રેષ્ઠ પર્ફોમન્સનો પણ શું અર્થ? Gigabyte G5 નોટબુકમાં 15.6 ઈંચની IPS લેવલ એન્ટી-ગ્લેર LCD અને ફૂલ એચડી રિઝોલ્યુશન તેમજ 144Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે આપે છે. આ ડિસ્પ્લેના બેઝલ્સ પણ ખૂબ જ પાતળા છે અને સ્ક્રીન ટુ બોડી રેશિયો પણ 86 ટકા છે.

આ લેપટોપ્સના બીજા કેટલાક ધ્યાન આપવા લાયક ફીચર્સની વાત કરીએ તો તેમાં 15 કલર ઈલ્યુમિનેટેડ ફૂલ સાઈઝ કીબોર્ડ, બે 2 વોલ્ટ સ્ટીરિયો સ્પીકર્સ, ડ્યુઅલ એરે માઈક, DTS: X Ultra, Wi-Fi 6, બ્લુટુથ 5.2 અને 1MPનો વેબકેમ મળે છે. આ લેપટોપ્સ 54Whની બેટરી ધરાવે છે. G5 KE લેપટોપમાં 180 W ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે, જ્યારે G5 ME અને G5 GE બંને 150 વોલ્ટના ચાર્જર સાથે કામ કરે છે.

Gigabyte G5 Gaming Laptopsની કિંમત

Gigabyte G5 ગેમિંગ લેપટોપ્સની શરૂઆતની કિંમત માત્ર 77,887 રૂપિયા છે. આ લેપટોપ્સમાં માઈક્રોસોફ્ટ ઓફિસ 365 પર્સનલનું 1 વર્ષનું સબસ્ક્રીપ્શન પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. યુઝર્સ ગિગાબાઈટના આ લેટેસ્ટ ગેમિંગ લેપટોપ્સને ફ્લિપકાર્ટ પરથી સાથે સાથે રિટેઈલ સ્ટોર્સમાંથી પણ ખરીદી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Gigabyte Launched New Gaming Laptops Know Price and Features

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X