હવે સાવ Freeમાં મળશે VIP mobile number, બસ આટલું કરો

By Gizbot Bureau
|

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે, તે બીજા કરતા કંઈક અલગ કરે. કરોડો લોકોની વચ્ચે પોતાની અલગ ઓળખ બનાવે. આ ઓળખ માટે લોકો જાતભાતના ગતકડાં કરતા પણ અચકાતા નથી. જ્યારે મોબાઈલ નંબરની વાત આવે તો પોતાનો નંબર અલગ પાડવા માટે લોકો ખાસ વીઆઈપી નંબર લે છે. પરંતુ વીઆઈપી નંબર લેવા માટે મોટી રકમ ચૂકવવાનો પણ વારો આવે છે. તમને પણ ક્યારે કોઈ ખાસ વીઆઈપી નંબર લેવાની ઈચ્છા થઈ જ હશે. હવે જો અમે તમને એમ કહીએ કે વીઆઈપી મોબાઈલ નંબર સાવ ફ્રીમાં મળી રહ્યા છે તો? વોડાફોન આઈડિયા પોતાના યુઝર્સ માટે આ ઓફર લઈને આવ્યું છે. જેમાં યુઝર્સ તેમને ગમતા વીઆઈપી નંબર સાવ મફતમાં મેળવી શક્શે. બસ, આ માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

હવે સાવ Freeમાં મળશે VIP mobile number, બસ આટલું કરો

ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના આવવાથી આપણને ઘણી સુવિધાઓ મળવા લાગી છે. જેને કારણે આપણી લાઈફસ્ટાઈલમાં પણ ધરમૂળથી પરિવર્તન આવી રહ્યું છે. મોબાઈલ તો હવે નાના છોકરાઓ પણ વાપરે છે, ત્યારે રાજકારણીઓ, ઉદ્યોગપતિઓનો નવો શોખ હોય છે, ફેન્સી કે વીઆઈપી મોબાઈલ નંબર. મધ્યમ વર્ગના લોકો આ માટે પૈસા ખર્ચતા અચકાય છે. વીઆઈપી નંબર લેવા માટે સામાન્ય નંબર કરતા વધારે પૈસા ચૂકવવા પડે છે, ઘણીવાર તો તેની હરાજી પણ કરવામાં આવે છે. ખાસ કરીને BSNLના વીઆઈપી નંબર આ રીતે મળે છે. પરંતુ હવે આ ફેન્સી કે વીઆઈપી નંબર ફ્રીમાં મળી રહ્યા છે. તમારે આના માટે કોઈ એક્સ્ટ્રા પૈસા ચૂકવવાની જરૂર નથી.

વીઆઈપી નંબર કે ફેન્સી નંબર એ નંબર્સ છે, જે સામાન્ય નંબર કરતા અલગ હોય છે. તમે તેને એક વારમાં જ યાદ કરી શકો છો. જો તમારે આવો નંબર લેવો છે, તો તમે વોડાફોન આઈડિયાની ઓફરનો લાભ લઈ શકો છો.

કેવી રીતે મળશે વીઆઈપી મોબાઈલ નંબર?

વોડાફોન આઈડીઆ વીઆઈપી નંબર ફ્રીમાં આપી રહ્યું છે. તમે પ્રીપેઈડ કે પોસ્ટપેઈડ બંને માટે વીઆઈપી નંબર મેળવી શકો છો. આ માટે તમારે કંપનીની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે. જ્યાં તમને ન્યૂ કનેક્શની કેટેગરી મળશે.

આ સેક્શનમાં તમારે ફેન્સી નંબર કેટેગરી પર ક્લિક કરવાનું રહશે. હવે તમારી સામે એક નવું પેજ ખુલશે, જયાં તમારે પોસ્ટપેઈડ નંબર લેવો છે કે પછી પ્રિપેઈડ તે નક્કી કરવાનું રહેશે.

હવે તમારે તમારા એરિયાનો પિનકોડ અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. તમારે જે નંબર જોઈએ છે, તે નંબર સર્ચ કરો. અથવા તો તમે વેબસાઈટ પર આપેલા ફ્રી લિસ્ટમાંથી કોઈ નંબર પસંદ પણ કરી શકો છો.

તમારે ફ્રી અને પ્રીમિયમ નંબર્સમાંથી એક નંબર પસંદ કરવાનો છે. પ્રીમિયમ નંબર માટે તમારે 500 રૂપિયા ચૂકવવા પડશે. જો તમારે 500 રૂપિયા ન ચૂકવવા હોય તો તમે ફ્રી કેટેગરીમાં મળી રહેલા નંબરમાંથી કોઈ નંબર પસંદ કરી શકો છે. આ નંબર સિલેક્ટ કર્યા બાદ તમારે એડ્રેસ એન્ટર કરવાનું રહેશે. પૈસા ચૂકવ્યા બાદ આ સિમકાર્ડ કંપની તમને ઘરે મોકલી આપશે.

Best Mobiles in India

Read more about:
English summary
Get vip mobile number in free follow these steps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X