હવે એલપીજી ગેસ સિલિન્ડર મેળવો માત્ર રૂ.9 માં

By Gizbot Bureau
|

ભારત ના ઘણા બધા વિસ્તાર ની અંદર એલપીજી સિલિન્ડર ની કિંમત ખુબ જ વધી રહી છે અને અમુક વિસ્તારો ની અંદર તો તે રૂ. 800 સુધી પહોંચી ચુકી છે. અને આ એલપીજી સિલિન્ડર ની કિંમત ની અંદર લોકો ને થોડી રાહત મળી રહે તેના માટે પેટીએમ દ્વારા એક ડિસ્કાઉન્ટ ઓફર નર જાહર કરવા માં આવેલ છે. અને આ ઓફર ની અંદર ગ્રાહકો ને એલપીજી સિલિન્ડર પર રૂ. 800 સુધી ની છૂટ મળી શકે છે.

હવે એલપીજી ગેસ સિલિન્ડર મેળવો માત્ર રૂ.9 માં

એક રિપોર્ટ માં જણાવ્યા અનુસાર પેટીએમ દ્વારા પોતાના ગ્રાહકો માટે એક બમ્પર ઓફર ને લોન્ચ કરવા માં આવેલ છે જેની અંદર તેઓ ને એલપીજી સિલિન્ડર કે જેની કિંમત રૂ. 800 છે તે રૂ. 9 માં પણ મળી શકે છે. અને આ ઓફર ને કંપની દ્વારા કેશબેક ના સ્વરૂપ માં આપવા માં આવી રહી છે. જેનો અર્થ એ થાય છે કે જો કોઈ ગ્રાહક દ્વારા પેટીએમ દ્વારા એલપીજી સિલિન્ડર લેવા માં આવે છે તો તેઓ ને રૂ. 800 સુધી નું કેશબેક મળી શકે છે.

જો આ ઓફર નો લાભ લેવા માંગતા હોવ તો તમારે પેટીએમ એપ દ્વારા તમારા એલપીજી સિલિન્ડર ને બુક કરી અને પેમેન્ટ કરવું પડશે. અને પેમેન્ટ કર્યા પછી યુઝર્સ ને તેના ઓફર્સ ના વિભાગ ની અંદર એક સ્ક્રેચ કાર્ડ આપવા માં આવશે. જેની અંદર રૂ. 800 સુધી ની કેશબેક વેલ્યુ આપવા માં આવશે.

જોકે અહીં એક વસ્તુ ને ખાસ ધ્યાન માં રાખવી કે આ ઓફર નો લાભ માત્ર રૂ. 500 કરતા ઉપર ના પેમેન્ટ પર જ આપવા માં આવશે. અને સ્ક્રેચ કાર્ડ મેળવ્યા પાછી તમને કેટલા કિંમત નું કેશબેક મળ્યું છે તે જાણવા માટે તમારે તે સ્ક્રેચ કાર્ડ ને સ્ક્રેચ કરવા નું રહેશે. અને આ રીવોર્ડ ની રકમ રૂ. 10 થી રૂ. 800 સુધી ની હોઈ શકે છે.

આ ઓફર નો લાભ લેવા માટે ની છેલ્લી તારીખ 31મી મેં 2021 રાખવા માં આવેલ છે. અને યુઝર્સ ને જે સ્ક્રેચ કાર્ડ આપવા માં આવશે તે કાર્ડ ને તમારે 7 દિવસ ની અંદર સ્ક્રેચ કરી લેવું ફરજીયાત છે.

બીજી એક વાત ની ખાસ નોંધ લેવી જરૂરી છે કે આ ઓફર માત્ર તે લોકો ને જ મળી શકે છે કે જેઓ પ્રથમ વખત એલપીજી સિલિન્ડર ને બુક કરાવવા માં આવી રહ્યું છે અને પેમેન્ટ પેટીએમ દ્વારા કરવા માં આવી રહ્યું છે તે જ લોકો ને આ ઓફર નો લાભ આપવા માં આવશે. અને પ્રથમ એલપીજી સિલિન્ડર ના બુકીંગ પર આ ઓફર ને તેની મેળે જ લાગુ કરી દેવા માં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Get LPG Gas Cylinder For Just Rs. 9 With These Simple Steps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X