Just In
- 629 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 630 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 631 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 632 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Freeમાં મળી રહ્યું છે 55 ઈંચનું સ્માર્ટ ટીવી, જાણો ડિટેઈલ્સ
જો તમે નવું સ્માર્ટ ટીવી ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે હાર્ડવેર સ્ટાર્ટઅપ કંપની Telly વિશે થોડું રિસર્ચ કરવું જોઈએ. આ કંપની પોતાનું 55 ઈંચનું સ્માર્ટ ટીવી સાવ મફતમાં લોકોને આપી રહી છે. એટલે કે તમારે 55 ઈંચનું સ્માર્ટ ટીવી મેળવવા માટે એક પણ રૂપિયો નહીં ખરચવો પડે. કંપનીના કો પાઉન્ડર લ્યા પોઝિન એ ગિવ અવે સ્કીમની જાહેરાત કરી છે. જે મુજબ કંપની 5 લાખ લોકોને ફ્રીમાં સ્માર્ટ ટીવી આપી રહી છે. કંપનીના કો ફાઉન્ડરના કહેવા પ્રમાણે તેમનો ઉદ્દેશ્ય પોતાની બ્રાન્ડનો પ્રચાર કરવાનો છે. ફ્રી સ્માર્ટ ટીવી ગિવ અવે દ્વારા તેઓ ઘરે ઘરે પહોંચી રહ્યા છે, સાથે જ આ સ્માર્ટ ટીવીમાં તે પોતાની બધી જ પ્રોડક્ટ્સની જાહેરાત પણ કરશે. આ સ્માર્ટ ટીવી પર થનારી જાહેરાતથી કંપનીને ખૂબ મોટો લાભ થશે.

80 હજારની કિંમતનું સ્માર્ટ ટીવી સાવ મફત
Telly કંપનીએ 55 ઈંચનું સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું છે, જેની કિંમત લગભગ 1000 ડૉલર એટલે કે 80,000 રૂપિયા છે. પરંતુ તમારે તો આ ટીવી ખરીદવા માટે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી. તમે આ સ્માર્ટ ટીવીને મફતમાં મેળવવા માટે www.freetelly.com પર જઈને બુકિંગ કરી શકો છો. બુકિંગ કર્યા બાદ કંપની જાતે જ તમારા ઘરે 55 ઈંચનું અત્યાધુનિક સ્માર્ટ ટીવી પહોંચાડી દેશે. જો કે કંપનીએ આ સ્કીમ હાલ પૂરતી માત્ર અમેરિકા માટે લોન્ચ કરી છે. પરંતુ ટૂંક સમયમાં આ સ્કીમને ગ્લોબલી બીજા દેશોમાં પણ લોન્ચ કરવામાં આવે તો નવાઈ નહીં.
બે સ્ક્રીન ધરાવતું સ્માર્ટ ટીવી
ટેલીના સ્માર્ટ ટીવીની ખાસ વાત એ છે કે આ સ્માર્ટ ટીવી ડ્યુઅલ સ્ક્રીન સ્માર્ટ ટીવી છે, જેની સાઈઝ 55 ઈંચ છે. આ ટીવી 4K HDRને સપોર્ટ કરે છે, જેનાથી તમને હાઈ રિઝોલ્યુશન વિઝ્યુઅલ્સનો આનંદ મળે છે. આ ઉપરાંત આ ટીવીમાં બિલ્ટ ઈન ફાઈવ ડ્રાઈવર સાઉન્ડબાર પણ છે, જે તમને થિયેટર જેવા ડોલ્બી સાઉન્ડનો અનુભવ આપે છે. આ ટીવીનું એક રસપ્રદ ફીચર છે, તેની 9 ઈંચની બીજી સ્ક્રીન. આ બીજી સ્ક્રીન પર તમને સતત જાહેરાત, મ્યુઝિક પ્લે બેક, સપોર્ટ સ્કોર અને અન્ય ફીચર્સનો ઉપયોગ કરવાની તક મળે છે. એટલે કે એક તરફ તમે મુખ્ય સ્ક્રીન પર મૂવી જોઈ રહ્યા છો, અને આ બીજી નાની સ્ક્રીન પર તમને લાઈવ મેચનો સ્કોર પણ જોવા મળશે.
બીજા ઘણા જબરજસ્ત ફીચર્સ
આ એક સાધારણ સ્માર્ટ ટીવી જ નથી, પરંતુ તેમાં વીડિયો કોલિંગ ફીચર પણ છે. જેના દ્વારા તમે તમારા મિત્રો અને પરિવાર સાથે વીડિયો ચેટ કરી શકો છો. આ ટીવીમાં બિલ્ટ ઈન કેમેરા, સેન્સર અને માઈક્રોફોન પણ સામેલ છે. જે આ ટીવીને એડવાન્સ સ્માર્ટ ટીવી બનાવે છે.
આ ટીવી ભારતમાં ક્યારે ઉપલબ્ધ થશે, તે અંગે હજી કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ કંપનીનું આયોજન જોતા લાગે છે કે કંપની ટૂંક સમયમાં પોતાની ગ્લોબલ પ્રેઝન્સનો અનુભવ કરાવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications