AIની મદદથી સાવ ફ્રીમાં બનાવો ઈમેજ, આ પાંચ ટૂલ્સ છે એકદમ બેસ્ટ

By Gizbot Bureau
|

છેલ્લા કેટલાક મહિનાથી AI દરેક ક્ષેત્રમાં પોતાનો દબદબો બનાવી રહ્યું છે. એટલુંજ નહીં AIવાલા ટૂલ્સ પણ તમારી લાઈફને ઈઝી બનાવી રહ્યા છે. હવે એવા ઘણા ટૂલ્સ આવી ગયા છે, જેની મદદથી તમે માત્ર ડિસ્ક્રીપ્શન આપીને તમે ઈચ્છો તેવી ઈમેજ ક્રિએટ કરી શકો છો.

AIની મદદથી સાવ ફ્રીમાં બનાવો ઈમેજ, આ પાંચ ટૂલ્સ છે એકદમ બેસ્ટ

હવે ગૂગલ પર ઘણા એવા AI ટૂલ્સ અને વેબસાઈટ ઉપલબ્ધ છે, જેના કારણે ઈમેજ બનાવવી ઈઝી અને મજેદાર બની ગઈ છે. જો કે આમાંથી મોટાભાગના ટૂલ્સ પેઈડ વર્ઝનમાં જ આ સુવિધા ધરાવે છે. પરંતુ અમે તમને આ આર્ટિકલમાં એવા પાંચ ફ્રી ટૂલ્સ જણાવીશું, જે આ સુવિધા આપે છે.

ગૂગલ જેમિની

જેમિની ગૂગલનો ચેટબોટ છે, જે પહેલા બાર્ડ નામે ઓળખાતો હતો. આ ચેટબોટ lmagen 2 પર કામ કરે છે, જે ગૂગલની ઈમેજ ક્રિએશન ટેક્નોલોજી છે. આ ટેક્નોલોજીને સારી રીતે તૈયાર કરવામાં આવી છે. આ ટૂલમાં ગૂગલ એક જ પ્રોમ્પ્ટથી ચાર અલગ અલગ ઈમેજ જનરેટ કરે છે. તમારી જરૂર પ્રમાણે તમે ઈમેજ સિલેક્ટ કરી શકો છો. હવે ગૂગલે એન્ડ્રોઈડ ફોન યુઝર્સને જેમિનીને ડિફોલ્ટ આસિસ્ટન્ટ એપ તરીકે આપવાની શરૂઆત કરી દીધી છે. એટલે તમે ફોનમાં પણ તેની મદદથી ઈમેજ જનરેટ કરી શકો છો.

માઈક્રોસોફ્ટ કો પાઈલટ

આ ટૂલ માઈક્રોસોફ્ટનું એઆઈ ઈમેજ જનરેટર ટૂલ છે, જે કો પાઈલટના નામે ઓળખાય છે. આમાં ઈનબિલ્ટ એ આઈ જનરેટર રહેલું છે, જે એક જ પ્રોમ્પટ દ્વારા ચાર ઈમેજ જનરેટ કરી આપે છે. આ ટૂલ OpenAIના DALL-E 3 સિસ્ટમ પર કામ કરે છે, જે કોઈ પણ પ્રોમ્પ્ટમાંથી ઈમેજ ક્રિએટ કરવા માટે ચેટજીપીટીમાં કામ કરે છે. આમાં તમને બેસ્ટ અને હાઈ ક્વોલિટી ઈમેજ આઉટપુટ મળે છે. આ ઉપરાંત આ ટૂલ ડિજિટલ આર્ટ, એનીમ, ઓઈલ પેઈન્ટિંગ જેવી થીમ્સનો ઓપ્શન પણ આપે છે.

Photo.AI

Photo.AI ઈમેજ એક્સટેન્ડર, ફોટસૂટ, ટેક્સ્ટ આર્ટ જનરેટર અને ટેક્સ્ટ ટુ ઈમેજ ક્રિએટર સહિત એઆઈ ટૂલ્સ ધરાવતું ઓલ ઈન વન ઈમેજ એડિટર ટૂલ છે. Photo.AIના ઈમેજર જનરેટર ઈન્ટરફેસમાં કોઈ પણ ઈમેજ રેશિયોની સાથે ઈમેજની સ્ટાઈલ અને ટાઈપ સિલેક્ટ કરવાનો પણ ઓપ્શન મળે છે. આમાં તમે તમારી જરૂર પ્રમાણેના આકારની ઈમેજ સિલેક્ટ કરી શકો છો. બસ તમારે તમારી જરૂરિયાત સમજીને પ્રોમ્પ્ટ આપવાનો રહે છે.

એડોબ ફાયરફ્લાય

આ પણ એવું એઆઈ ટૂલ છે. જે Adobe Sensei AI મોડેલ પર કામ કરે છે. આ ટૂલ ઘણી ઓપન સોર્સ ઈમેજ પર ટ્રેઈન થયેલું છે, અને કોપી રાઈટ પ્રી છે. એડોબ ફાયરફ્લાયનો ઈન્ટરફેસ એકદમ ઈઝી છે. અહીં પણ તમે એસ્પેક્ટ રેશિયોની સાથે સાથે ઈફેક્ટ, વિઝ્યુઅલ એરિયા જેવા ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. આ ટૂલ પણ એક પ્રોમ્પ્ટ પર ચાર ઈમેજ જનરેટ કરી આપે છે. આ ઉપરાંત તેમાં તમને જનરેટિવ ફીલ, ફિલ્ટર, બેકગ્રાઉન્ડ રિમૂવ જેવા ઓપ્શન મળે છે

કેન્વા મેજિક મીડિયા

આ ટૂલ ત્યારે સૌથી વધુ ઉપયોગી છે, જ્યારે તમારે સોશિયલ મીડિયા પોસ્ટ, બેનર કે કોઈ ક્રિએટિવ બનાવવાનું હોય. આ સ્થિતિમાં કેન્વા એક બેસ્ટ ટૂલ સાબિત થાય છે. તેજતમરાં જ કેન્વાએ એઆઈ ટૂલ પણ લોન્ચ કર્યું છે, જેમાં તમે ટેક્સ્ટ ટુ ઈમેજ જનરેટરનો ઉપયોગ કરી શકો છો. આ ટૂલને મેજિક મીડિયા નામ આપવામાં આવ્યું છે, જે યુઝર્સને 46 ક્રેડિટની સાથે ફ્રી અને એક પ્રોમ્પ્ટમાં ચાર ઈમેજ તૈયાર કરી આપે છે.

Best Mobiles in India

English summary
Generate free images with these best 5 ai tools

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X