Garena Free Fireમાં આવશે નવો Nexterra Map, 20 ઓગસ્ટથી થશે લોન્ચ

By Gizbot Bureau
|

27 ઓગસ્ટે ગેમ Free Fireને પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ અવસરે સેલિબ્રેશન માટે કંપની તૈયાર છે. કંપનીએ પોતાની પાંચમી એનિવર્સરી નિમિત્તે યુઝર્સને એક શાનદાર ગિફ્ટ આપવાનું નક્કી કર્યું છે. Free Fire પોતાની આ ગિફ્ટનું ટીઝર લોન્ચ કરી ચૂકી છે. યુઝર્સને હવે Free Fireમાં નવા મેપ, નવી બેટલ, નવા મોડ્ઝ સહિત ઘણી નવીનતાઓ મળવાની છે. Free Fireના આ સેલિબ્રેશનનું સૌથી મુખ્ય આકર્ષણ નવો Nexterra Map છે. હાલ Free Fireમાં બર્મુડા, પુર્ગાટોરી, કલાહરી, બર્મુડા રિમાસ્ટર્ડ અને આલ્પાઈન મેપ્સ યુઝર્સ રમી રહ્યા છે. પરંતુ આ નવો Nexterra Map આખી ગેમને બદલી નાખશે. કારણ કે આ મેપમાં યુઝર્સે Booyah મેળવવા માટે બીજા ઘણા ફંક્શન પર આધાર રાખવો પડશે, પરિણામે ગેમ રમવાની રીત જ બદલાઈ જશે.

Garena Free Fireમાં આવશે નવો Nexterra Map, 20 ઓગસ્ટથી થશે લોન્ચ

20 સપ્ટેમ્બરથી યુઝર્સ રમી શક્શે નવો મેપ

Garena એ જાહેર કરેલા કેલેન્ટર મુજબ આ નવો મેપ 20 ઓગસ્ટથી ગેમ્સમાં લાઈવ થઈ જશે. ગરેના Free Fire દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં પણ આ જ તારીખ લખવામાં આવી છે. નવા Nexterra Mapમાં ઈન્ટેલેક્ટ સેન્ટર, ટ્વિન બ્રિજ, મોર્ટાર રૂઈન્સ, રસ્ટ ટાઉન્સ, ઝિપવે, મડ સાઈટ, ડેકા સ્ક્વેર, પ્લેઝારિયા, ફાર્મટોપિયા, ગ્રેવ લેબ્સ, ટર્બાઈન અને મ્યુઝિયમ જેવા નવા લોકેશન્સ મળશે.

મળશે એન્ટી ગ્રેવિટી ઝોન

આ ઉપરાંત નવા મેપમાં એક એન્ટી ગ્રેવિટી ઝોન પણ હશે, જ્યાંથી યુઝર ઉંચી જગ્યાઓ પરથી જમ્પ કરી શક્શે, હવામાં કલાબાજી સહિત રોમાંચક સ્ટંટ કરી શક્શે. મેપમાં આપવામાં આવનાર મેજિક પોર્ટલ્સથી યુઝર આખા મેપમાં જુદી જુદી જગ્યાઓ પર જઈને ગેમ રમી શક્શે.

બે નવા મોડ્સ થયા એડ

Nexterra map સિવાય ગરેનાએ Free Fireમાં Droid Apocalypse અને Free for all એમ બે નવા મોડ્સ પણ એડ કર્યા છે. Droid Apocalypse માં એક સાથે 12 પ્લેયર્સ ગેમ રમી શક્શે. યુઝર્સ ગેમ રમતા સમયે પોતાની પસંદગી મુજબનો ડ્રોઈડ સિલેક્ટ કરી શક્શે અને પછી પોઈન્ટ્સ મેળવવા માટે શક્ય તેટલા વધારે હ્યુમનને કન્વર્ટ કરી શક્શે. 3 રાઉન્ડ બાદ જે યુઝરસના પોઈન્ટ સૌથી વધારે હશે, તે યુઝર વિજેતા જાહેર થશે.

એક સાથે રમી શક્શે 16 ખેલાડીઓ

બીજી તરફ ફ્રી ફોર ઓલમાં Free Fire એક સાથે 16 ખેલાડીઓને રમવાની જગ્યા આપવાની છે. આ 16 ખેલાડીઓ El Pastelo mapમાં એકબીજાની સામે રમશે. જ્યરે એક ગેમર નક્કી કરાયેલા પોઈન્ટસ સુધી પહોંચી જશે, તો તેને વિનર જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં સરકારે પબજી બાદ તેના ભારતીય વર્ઝન BGMIને પણ પ્રતિબંધિત કરી દીધી છે. કંપની ચીનને ભારતીય યુઝરનો ડેટા મોકલતી હોવાની ફરિયાદને પગલે ગેમને પ્રતિબંધિત કરી દેવાઈ છે. ત્યારે Free Fireને તેનો સૌથી મોટો લાભ મળી રહ્યો છે. બધા જ યુઝર્સ ઓલ્ટનેટિવ વિકલ્પ તરીકે Free Fireને પ્રાથમિક્તા આપી રહ્યા છે. ત્યારે, હવે આ નવા રોમાંચક ફીચર્સથી યુઝર્સને ગેમ રમવાની વધારે મજા આવવાની છે.

Best Mobiles in India

Read more about:
English summary
Garena Free Fire Teases Nexterra Map Set For August 20 Launch

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X