આપણા સૌની મનપસંદ ગેમ બોય ફરી એકવાર આવી રહી છે

લેટેસ્ટ ડેવલોપમેન્ટ કંપની, જેને રેટ્રો બીટ નામથી ઓળખવામાં આવે છે તેઓ ગેમ બોય ને ફરી એકવાર લોકો સામે લાવવા માટે ખુબ જ વધારે પ્રયત્ન કરી રહી છે.

By Anuj Prajapati
|

જયારે આપણે નાના હતા ત્યારે આપણે બધા જ નિન્ટેન્ડો ફેમસ ગેમિંગ સિસ્ટમ ગેમ બોય માટે ઘેલા હતા. આ ગેમ ડિવાઈઝ ખુબ જ ઓછી કિંમતમાં મળતી હતી અને તે સમયે લોકોમાં ખુબ જ લોકપ્રિય પણ હતી.

આપણા સૌની મનપસંદ ગેમ બોય ફરી એકવાર આવી રહી છે

પરંતુ જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ નવી નવી ટેક્નોલોજી આવતી રહી અને તેની સાથે ગેમિંગ પણ વધુ એડવાન્સ આવવા લાગી. ધીરે ધીરે એડવાન્સ ટેક્નોલોજીની સાથે જૂની અને લોકપ્રિય ગેમ બોય ગાયબ થવા લાગી. આટલા વર્ષો પછી નિન્ટેન્ડો ઘ્વારા પણ ગેમ બોય ને ફરીથી માર્કેટમાં લાવવાની કોઈ જ કોશિશ કરવામાં આવી રહી નથી.

ભવિષ્યમાં સ્માર્ટફોનમાં આવી શકે છે આ 6 ટેક્નોલોજી

ભલે નિન્ટેન્ડો ઘ્વારા આ ડિવાઈઝ માર્કેટમાં લાવવામાં આવી રહી ના હોય. પરંતુ લેટેસ્ટ ડેવલોપમેન્ટ કંપની, જેને રેટ્રો બીટ નામથી ઓળખવામાં આવે છે તેઓ ગેમ બોય ને ફરી એકવાર લોકો સામે લાવવા માટે ખુબ જ વધારે પ્રયત્ન કરી રહી છે.

એટલું જ નહીં પરંતુ કંપની ઘ્વારા નવી ગેમિંગ ડિવાઈઝ સુપર રેટ્રો બોય જે ગેમ બોયનું અપગ્રેડ વર્ઝન દેખાઈ રહ્યું છે, તે બતાવવામાં આવ્યું છે. ડિઝાઇનની વાત કરવામાં આવે તો સુપર રેટ્રો બોય કલાસિક ઓરિજિનલ ગેમ બોય જેવો જ લૂક ધરાવે છે. પરંતુ તેમાં કેટલાક મોર્ડર્ન ઈમ્પ્રોવમેન્ટ કરવામાં આવ્યા છે જેવા કે 2500 mAh રિચાર્જબલ બેટરી 10 કલાક બેટરી લાઈફ સાથે આપવામાં આવી રહી છે.

ગૂગલ બંધ કરી રહ્યું છે તેનું હેન્ગઆઉટ એપીઆઈ

આમ જોવા જઇયે તો સુપર રેટ્રો બોય બિલકુલ જૂની અને ક્લાસિક ગેમ બોય જેવી જ દેખાઈ રહી છે. જે લોકો ગેમ બોય રમી ચુક્યા છે તેમને આ ગેમ ચોક્કસ પસંદ આવશે. તેની સાથે સાથે સુપર રેટ્રો બોય ગેમમાં આગળ તરફ એક્સ્ટ્રા બટન પેર પણ આપવામાં આવી છે.

સુપર રેટ્રો બોય સૌથી પહેલા ઓગષ્ટ 2017 માં નોર્થ અમેરિકામાં લોન્ચ કરવામાં આવશે. જેની કિંમત $79.99 એટલે જે લગભગ 5384 રૂપિયા રાખવામાં આવી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
The Game Boy's being brought back from the dead with fresh upgrades.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X