Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Galaxy Unpacked 2024: Samsung Galaxy Watch FE ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો ડિટેઈલ્સ
સેમસંગ હાલ એક નવા ડિવાઈસ પર કામ કરી રહી છે. જૂન મહિનામાં યોજાનારી Unpacked ઈવેન્ટમાં AI ઈન્ફ્યુઝ્ડ ટેક ગેજેટ્સ સિરીઝ સેમસંગ લોન્ચ કરે તેવી શક્યતા છે. સેમસંગ ચાલુ મહિનામાં થનારી પોતાની ઈવેન્ટને લઈને જબરજસ્ત તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત આ ઈવેન્ટમાં Samsung Galaxy Z Fold 6, Z Flip 6 અને ગેલેક્સી રિંગ પણ આ જ ઈવેન્ટમાં લોન્ચ થવાની શક્યતા છે.
તાજેતરમાં જ સામે આવેલા રિપોર્ટ પ્રમાણે કંપની Galaxy Watch 7 અને Watch Ultra Trims પર કામ કરી રહી છે, જે આ ઈવેન્ટમાં લોન્ચ થઈ શકે છે.

ઈવેન્ટમાં લોન્ચ થશે સ્માર્ટવૉચ?
એક રિપોર્ટ પ્રમાણે સેમસંગ પોતાની નવી વૉચના સપોર્ટ પેજને સેમસંગ યુકે અને લેટિન અમેરિકાની વેબસાઈટ પર SM-R861 મોડલ નંબર સાથે થોડા સમય માટે લાઈવ કરી ચૂક્યુ છે. પરંતુ તેમાં એ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે આ ડિવાઈસનું માર્કેટિંગ નેમ એટલે કે વેચવા માટેનું ઓફિશિયલ નેમ FE હશે કે નહીં.
સ્માર્ટ વૉચ રોટેટિંગ બેઝલ અને સર્ક્યુલર ડાયલ સાથે સેમસંગ ગેલેક્સ વૉચ 4 સિરીઝ પર આધારિત હોઈ શકે છે. આ અપકમિંગ વિયરેબલ ડિવાઈસમાં ગેલેક્સી એઆઈ ફીચર પણ મળી શકે છે. આ પહેલા આ વૉચને યુએઈના TDRA સર્ટિફિકેશન પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવી હતી, જેણે આ ડિવાઈસ FE મોનીકર હોવાની વાતને સમર્થન આપ્યું હતું.
FCC પર પણ લિસ્ટ છે વૉચ
તો એના પણ પહેલા FCC લિસ્ટિંગ પરથી સંકેત મળ્યા હતા કે આ ડિવાઈસ 5W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે લોન્ચ થઈ શકે છે. કથિત રીતે આ વૉચ 4નું અપગ્રેડેડડ વર્ઝન છે, જેને કંપની યુએસ, કોરિયા સહિત ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરી શકે છે.
વૉચ 4ની વાત કરીએ તો આ વિયરેબલ ડિવાઈસમાં Exynos W920 ની સાથે સાથે સુપર AMOLED ડિસ્પ્લે સ્ક્રીન મળશે, અને તે સેમસંગ દ્વારા સપોર્ટેડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ઉપરાંત કંપનીએ આ ઈવેન્ટમાં એક નવી ગેલેક્સી વૉચ અલ્ટ્રા લોન્ચ કરવાનું પણ આયોજન કર્યું છે, જેમાં ત્રણ બટન, રોટેટિંગ બેઝલની સાથે સ્ક્વેયર ડાયલ અને 1.5 ઈંચની AMOLED ડિસ્પ્લે મળી શકે છે. આ વૉચમાં 10W ચાર્જિંગ સપોર્ટ મળવાની શક્યતા છે.
આ બદા સમાચારોની વચ્ચે ગેલેક્સી અનપેક્ટ ઈવેન્ટમાં ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6, ગેલેક્સી ઝેડ ફ્લિપ 6 પણ લોન્ચ થવાની શક્યતા છે. 10 જુલાઈએ પેરિસમાં એક શોકેસમાં આ ડિવાઈસ બતાવવામાં આવી શકે છે. ખાસ તો એઆઈ પેક્ડ ઈવેન્ટનું મુખ્ય આકર્ષણ સેમસંગ ગેલેક્સી રિંગ હશે, જેને સ્માર્ટ રિંગ માર્કેટમાં કંપનીની સત્તાવાર એન્ટ્રી હશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications