Just In
જો તમારા ફોનમાં છે Funny Camera App તો તાત્કાલિક કરો ડિલીટ, નહીં તો થશે મોટું નુક્સાન!
એક ફ્રેન્ચ સિક્યોરિટી રિસર્ચરે ગૂગલ પ્લે સ્ટોર પર રહેલી બે એવી માલવેર એપ્સ શોધી કાઢી છે, જે યુઝરનો ડેટા અને તેઓ જે પ્રીમિયમ સર્વિસ વાપરે છે, તેની માહિતી ચોરી કરે છે. Joker માલવેરની જેમ આ એપ માત્ર વેબવ્યુમાં જ નહીં પરંતુ Funny Camera, Razer Keyboeard & Theme જેવી એપ્સમાં ઓટો લાઈકોસ માલવેર દ્વારા ડેટા ચોરી કરે છે.

500k થી વધારે ડાઉનલોડ
સિક્યોરિટી રિસર્ચર મેક્ઝિમ દ્વારા શૅર કરાયેલા સ્ક્રીન શોટ મુજબ Funny Camera App ગૂગલ પ્લે સ્ટોર પરથી 500Kથી વધારે વખત અને Razer Keyboard & Theme એપ 50Kથી વધારે વખત ઈન્સ્ટોલ કરાઈ છે.
યુઝર્સ નથી પકડી શક્તા છેતરપિંડી
રિસર્ચર મેક્ઝિમના દાવા મુજબ આ બંને એપ્સ “JSON on the C2 address:68.183.219.190/pER/y” એડ્રેસનો ઉપયોગ કરે છે અને તમારા યુઆરએલને રિમોટ બ્રાઉઝરમાં ઓપન કરે છે. એપ્સમાં વેબ વ્યુ ન હોવાને કારણે મોટાભાગના યુઝર્સને આ અંગે જાણ થતી નથી. એટલે જ આ સિક્રેટ માલવેર સામાન્ય યુઝર્સને નુક્સાન પહોંચાડી શકે છે.
હેકર્સ સોશિયલ મીડિયા પર એપને કરે છે પ્રમોટ
આવી એપ્સને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પેજ પર હેકર્સ ખાસ પ્રમોટ કરી રહ્યા છે. રેઝર કીબોર્ડ એન્ડ થીમ માલવેર એપના 74 એડ કેમ્પેઈન્સ આ ફ્રેન્ચ રિસર્સરે શોધી કાઢ્યા છે. ગૂગલે હાલ બંને એપને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે. જેથી વધારે યુઝર્સ આ એપ્સ ડાઉનલોડ ન કરે, અને છેતરપિંડીનો ભોગ ન બને.
આ રીતે થાય છે છેતરપિંડી
આ એપ્સ તમારા ફોનમાં જુદી જુદી પેઈડ સર્વિસ સબસ્ક્રાઈબ કરીને તમારા પૈસા સેરવી લે છે. વેબ વ્યુ નહીં હોવાને કારણે આ છેતરપિંડી પકડી પાડવી થોડી મુશ્કેલ છે. જો તમારા ફોનમાં આ એપ હશે, તો તેણે તમને ખંખેરવાનું ચાલુ કરી દીધું હશે, અને તમને લાંબા સમય સુધી જાણ પણ નહીં થાય.
આટલું કરો.
જો તમે આવી કોઈ પણ એપ્લીકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરી છે, તો તાત્કાલિક ફોનમાંથી આવી એપ્સ ડિલીટ કરી નાખો. કારણ કે આ બંને એપ્સ તમારા ફોનમાં જુદી જુદી પેઈડ સર્વિસ સબસ્ક્રાઈબ કરે છે, જેને કારણે તમારે આર્થિક નુક્સાન ભોગવવાનો વારો આવી શકે છે. જ્યારે પણ તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી કોઈ નવા ડેવલપરની એપ ડાઉનલોડ કરો ત્યારે ખાસ ધ્યાન રાખો.
તમારી ગેમિંગ એપ્સ કે અન્ય એપ્સને સમયાંતરે ગૂગલ પ્લે સ્ટોર પરથી અપડેટ કરતા રહો. આમ તો ગૂગલ પ્લે સ્ટોર પર ગૂગલ દ્વારા સુરક્ષાના ફીચર્સ વધારવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાંય Funny Camera અને Razor Keyboard & Theme જેવી એપ્સ પ્લે સ્ટોર સુધી પહોંચી જાય છે. એટલે સાવધાન રહેવું, સતર્ક રહેવું જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. ખાસ તો, અજાણી એપ્સ ડાઉનલોડ કરવાથી બચવું જ જોઈએ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470