iPhone 14થી Redmi M11 Prime, આગામી 3 દિવસમાં લોન્ચ થશે 5 નવા સ્માર્ટફોન

By Gizbot Bureau
|

સપ્ટેમ્બર મહિનો મોબાઈલ લોન્ચના નામે રહેવાનો છે. સપ્ટેમ્બર મહિનાના પહેલા જ 10 દિવસમાં ભારતમાં જુદા જુદા ચાર નવા સ્માર્ટ ફોન લોન્ચ થવાના છે. સૌથી પહેલા આ મહિનામાં Poco M5 લોન્ચ થશે, જે બાદ Redmi M11 Prime 5G, Redmi A1, Realme C33 અને iPhone 14 લોન્ચ થશે. જો કે આ મહિનાની સૌથી મોટી હાઈલાઈટ iPhone 14 રહેવાની છે, તેમાં કોઈ બેમત નથી.

iPhone 14થી Redmi M11 Prime, આગામી 3 દિવસમાં લોન્ચ થશે 5 નવા સ્માર્ટફો

5 સપ્ટેમ્બરે લોન્ચ થશે Poco M5

Poco M5 6.58 ઈંચની વોટર ડ્રોપ નોચ IPS LCD ડિસ્પ્લે સાથે લોન્ચ થઈ શકે છે. તો હાર્ડવેરની વાત કરીએ તો આ ફોનમાં 5000 mAh બેટરી હશે, જે 33 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. મળતી માહિતી પ્રમાણે આ ફોનમાં Helio G99 processor, Android 12 operating system, 6GB of RAM, અને 64GB સ્ટોરેજ કેપેસિટી હશે.

કેમેરાની વાત કરીએ તો કંપની ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવાની છે, જેમાં 50 મેગાપિક્સલનું મેઈન સેન્સર, 2 મેગા પિક્સલ મેક્રો શૂટર અ 2 મેગાપિક્સલનો લેન્સ હશે. તો સેલ્ફી લવર્સ માટે પોકો 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપી શકે છે.

6 સપ્ટમ્બરે Redmi M11 Prime 5G થશે લોન્ચ

Redmi M11 Prime 5G મીડિયાટેક ડાયમેન્સિટી 700 5જી પ્રોસેસર અને એન્ડ્રોઈડ 12 ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ થઈ શકે છે. આ ફોનમાં પણ 6.58 ઈંચની ડિસ્પ્લે હશે જેમાં વોટર ડ્રોપ નોચ અને 90 Hzનો રિફ્રેશ રેટ મળશે.

આ ફોનનું બેઝવર્ઝન 4 જીબી રેમ અને 64 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ સાથે લોન્ચ થશે. જ્યારે કેમેરામાં 50 મેગપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 2 મેગાપિક્સલ શૂટર અને સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળશે.

બીજા કેટલાક ફીચર્સમાં ફોનમાં ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન, ફેસ અલોક, ડસ્ટ રેઝિસ્ટન્સ, સ્પ્લેશ રેઝિસ્ટન્સ હશે. જ્યારે ફોન 5000 mAh બેટરી સાથએ આવશે, જે 18 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Redmi A1 પણ 6 સપ્ટેમ્બરે લોન્ચ થશે

Redmi A1 એ આ જ કંપનીનો એક જ દિવસે લોન્ચ થનારો બીજો સ્માર્ટ ફોન છે. આ ફોનનું બેઝ વર્ઝન 3 જીબી રેમ, 32 જીબી સ્ટોરેજ, 6.53 ઈંચની ડિસ્પ્લે, ફેસ અનલોક, મીડિયાટેક હેલીયો A22 પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ થશે.

કંપની આ ફોનમાં 5000 mAhની બેટરી આપવાની છે, જે 10 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જ્યારે કેમેરામાં 13 મેગાપિક્સલનો રિયર શૂટર અને 8 મેગાપિક્સલનો ફ્રંટ સેન્સર કેમેરા મળશે.

Realme C33 પણ થશે લોન્ચ

Realme પણ પોતાનો સ્માર્ટફોન Realme C33 6 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવાની છે. આ ડિવાઈસમાં 4 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળવાની શક્યતા છે. Realme C33માં કંપની 50 મેગાપિક્સલ શૂટર, 2 મેગા પિક્સલ મેક્રો લેન્સ અ 0.3 મેગાપિક્સલનો કેમેરા જોવા મળશે, જે ઓટોફોકસ ફેસિલિટી ધરાવતો હશે.

સેલ્ફી લવર્સ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા હશે.જે 5000 mAh બેટરી ધરાવે છે અને 18 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનમાં એડ્રોઈડ 11 ઓપરેટિંગ સિસ્ટમ હશે, જે યુનિસોકના ચીપસેટ પર કામ કરે છે.

7 સપ્ટેમ્બરે આવશે આતુરતાનો આવશે અંત

મોસ્ટ અવેઈટેલ સ્માર્ટ ફોન iPhone 14 6.06 ઈંચની OLED ડિસ્પ્લે સાથે લોન્ચ થશે, જેમાં 450 પિક્સલ પર ઈંચ 120 Hzનો રિફ્રેશ રેટ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એપલનો નવો આઈફોન બાયોનિક A16 ચીપસેટ પર કામ કરશે.

જ્યારે બેટરી 3279 mAh હશે. અત્યાર સુધી બહાર આવેલી માહિતી પ્રમાણે આઈફોન 14માં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર કેમેરા હશે, જ્યારે 13 મેગાપિક્સલનો સેકન્ડરી લેન્સ મળશે. તો સેલ્ફી માટે 13 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા હોઈ શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
From iPhone 14 to Redmi M11 Prime 5G, 5 smartphones launching in the next 3 days

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X