Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
YouTube Premiumનું સબસ્ક્રીપ્શન 12 મહિના માટે મળશે મફત, બસ આટલું કરો
YouTube એ વિશ્વનું સૌથી વધું વપરાતું ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. કરોડો યુઝર્સ રોજેરોજ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. YouTube દ્વારા દર્શાવાતી એડવર્ટાઈઝથી યુઝર્સ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. એમાંય જો તમે એડ સ્કીપ ન કરી શકો તો, વીડિયો જોતા પહેલા કેટલીક સેકન્ડ્સ ખૂબ જ કંટાળાજનક સાબિત થાય છે. જો કે નિઃશુલ્ક વીડિયો જોવા માટે આ એડ્સ જોવી ફરજિયાત છે. પરંતુ જો તમે એડ્ઝ ફ્રી વીડિયોઝ જોવા ઈચ્છો છો તો કંપની YouTube Premium આપી રહી છે. અહીં તમે સબસ્ક્રીપ્શન લઈને એટલે કે પૈસા ભરીને એડવર્ટાઈઝના ડિસ્ટર્બન્સ વગર વીડિયોની મજા માણી શકો છો. જો કે આટલા બધા ઓટીટી પ્લેટફોર્મ વચ્ચે યુટ્યુબ પર પણ પૈસા ભરવા ભારતીયો તો ટાળી જ રહ્યા છે.

મળશે રૂ.1,500નો સીધો ફાયદો
YouTube TV માટે જેમ કંપનીએ વર્ષની શરૂઆતમાં રેફરલ પ્રોગ્રામ શરૂ કર્યો હતો, કંપની હવે આવું જ કંઈક YouTube Premium માટે લઈને આવી છે. YouTube Premiumનું સબસ્ક્રીપ્શન ધરાવનાર યુઝર્સને કંપની એક કોડ આપશે, જે કોડ તમે તમારા મિત્રો સાથે શૅર કરીને એક વર્ષનું સબસ્ક્રીપ્શન ફ્રી મેળવી શકો છો. કંપનીની પ્રોડક્ટ વિશે બીજા લોકોને માહિતગાર કરવા બદલ YouTube તમને રિવોર્ડ આપશે. જો તમે લકી છો, અને તમને યુટ્યુબનું ફ્રી સબસ્ક્રીપ્શન મળે છે, તો તમને રૂ,1,500નો સીધો ફાયદો થશે. કારણ કે YouTube Premiumનું સબસ્ક્રીપ્શન આટલી જ કિંમતનું છે.
રેફરલ મેળવનાર વ્યક્તિને પણ મળશે આ લાભ
જો તમે એ વ્યક્તિ છો, જેને તમારા મિત્ર દ્વારા રેફરલ કોડ મોકલવામાં આવ્યો છે, તો તમને YouTube Premiumની સર્વિસ ફ્રીમાં નથી મળવાની. હા જો કે, તમારા માટે તે કિંમત ઓછી હોઈ શકે છે. જેમ કે જ્યારે અમારા તરફથી YouTube Premium અમારા મિત્રને રિફર કરવામાં આવ્યું, ત્યારે તેમને આ સબસ્ક્રીપ્શન માત્ર રૂ.10ની નજીવી કિંમતે મળ્યું. સાથે જ અમને એક મહિનાનું ફ્રી સબસ્ક્રીપ્શન મળ્યું. પરંતુ તમારે આખા વર્ષનું ફ્રી સબસ્ક્રીપ્શન મેળવવા માટે 12 લોકોને આ કોડ મોકલવો પડશે. દરેક વ્યક્તિ જો કોડનો ઉપયોગ કરે તો તમને 12 મહિનાનું સબસ્ક્રીપ્શન ફ્રી મળશે.
કેવી રીતે કરશો રિફર?
તમારા ફોનમાં રહેલી YouTube એન્ડ્રોઈડ એપ ઓપન કરો. અહીં જમણી બાજુ ઉપરના ખૂણામાં રહેલા તમારા પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરો. હવે અહીં તમને Your Premium Benefits નામનો વિકલ્પ મળશે. જ્યાં Get up to 12 bonus months લખેલું કાર્ડ હશે. આ કાર્ડની સાથે એક URL આપવામાં આવે છે, જે તમે તમારા મિત્રો સાથે શૅર કરી શકો છો. આ જ પેજ પર Rewards Activity નામનો પણ વિકલ્પ છે, જ્યાંથી તમને કેટલા રિવોર્ડ્ઝ મળ્યા તે તમે જાણી શકો છો.
iOS યુઝર્સને નહીં મળે લાભ
Youtubeની iOS એપમાં આવો કોઈ રેફરલ પ્રોગ્રામ અવેલેબલ નથી. YouTube Premiumનો આ રેફરલ પ્રોગ્રામ લગભગ આગામી વર્ષ સુધી ચાલી શકે છે. રેફરલ પેજ પર કંઈક આવી સૂચના આપવામાં આવી છે. 'For each contact that signs up for a YouTube Premium subscription through referre’s invite link and becomes a paying YouTube Premium (friend) by 31 May, 2023, 11:59:59 pm PDT’
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications