Free Fire Maxમાં છો નવા નિશાળિયા, તો જીત માટે આ સ્ટેપ્સ ફોલો કરો

By Gizbot Bureau
|

Free Fire Max એક જબરજસ્ત પોપ્યુલર ગેમ છે, જે સૌથી વધુ રમાય છે. આ ગેમના પ્લેયર્સની સંખ્યા કરોડોને આંબે છે. એમાં ઘણા નવા પ્લેયર્સ પણ છે, જે ગેમમાં એન્ટર થવાની સાથે જ નૉક આઉટ થઈ જાય છે. જો તમે પણ આ ગેમ માટે બિગિનર્સમાંના એક છો અને મેચના અંત સુધી સર્વાઈવ નથી કરી શક્તા, તો અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ, જેનાથી તમે સારું રમી શક્શો. આ ટિપ્સનો ઉપયોગ કરીને તમે ગેમમાં ટકી રહેવાની સાથે વિરોધીને કિલ પણ કરી શક્શો.

Free Fire Maxમાં છો નવા નિશાળિયા, તો જીત માટે આ સ્ટેપ્સ ફોલો કરો

Free Fire Max top tips

Free Fire Maxમાં લાંબા સમય સુધી ટકી રહેવા માટે અને જીતવા માટે હેલ્થ બારને દરેક સમયે ફૂલ રાખવો જરૂરી છે. આના માટે તમારે વેપનની સાથે સાથે મેડિકલ કિટ પણ કલેક્ટ કરવાની છે. દરેક ફાઈટ બાદ આ મેડિકલ કિટનો ુપયોગ કરો. સાથે જ EP પણ ફૂલ કરીને રાખો. આના માટે તમે ગેમમાં મળતા K કેરેક્ટરનો ઉપયોગ કરી શકો છો.

અનુભવી પ્લેયર્સ સાથે રમો

જો તમે હાલમાં જ ફ્રી ફાયર મેક્સ ગેમ રમવાની શરૂઆત કરી છે, તો કોઈ અનુભવી પ્લેયર સાથે ટીમ બનાવીને રમો. આમ કરવાથી તમને ગેમ સમજવામાં ઈઝી રહેશે. આ ઉપરાંત તમે એ પણ જાણી શક્શો કે ગેમમાં મળનારી આઈટમ્સ જેમ કે કેરેક્ટર્સ, પેટ્સનો ઉપયોગ ક્યારે , ક્યાં અને કેવી રીતે કરી શકાય છે. સાથે જ તમે ગેમમાં એન્ડ સુધી સર્વાઈવ કરતા પણ શીખી જશો.

ગ્લૂ વૉલનો ઉપયોગ કરો

જો તમે નવા પ્લેયર છો અને ગેમમાં સોલો એટલે કે એકલા રમો છો, તો ફાઈટ્સ દરમિયાન ગ્લૂ વોલનો ઉપયોગ કરવાનું ન ભૂલો. ગ્લૂ વોલની ખૂબી એ છે કે અહીં કેટલીક સેકન્ડ્ઝમાં જ તમારી સામે દિવાલ ઉભી થઈ જાય છે, જેથી વિરોધીની બુલેટની અસર નથી થતી. આ ગ્લૂ વોલ દ્વારા તમે દુશ્મનના હુમલાથી બચી શકો છો, સાથે જ તમને હીલ કરવાનો સમય મળે છે.

સેફ રમો

જો તમે બિગિનર છો, તો શરૂઆતમાં સેફ ગેમ રમો. મેચ દરમિયાન વધુ કિલ કરવાના બદલે ગેમમાં અંત સુધી ટકી રહેવાનો પ્રયત્ન કરો. આના દ્વારા તમે સરળતાથી ફ્રી ફાયર મેક્સ ગેમ પ્લે સમજી શક્શો. આ રીતે તમે થોડા દિવસમાં જ કેવી રીતે સર્વાઈવ કરવું તે સમજી શક્શો.

Best Mobiles in India

English summary
Free Fire Max tips how to survive till end

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X