Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Free Fire Maxમાં Sniper ચલાવતા સમયે ન કરો આ ભૂલો
લોકપ્રિય બેટલ રોયલ ગેમ Free Fire Maxમાં બેસ્ટ ગન્સમાંની એક છે Sniper ગન. આ પ્રકારની ગનની મદદથી તમે દૂર બેસીને તમારા દુશ્મન ખેલાડી પર એકદમ પાક્કું નિશાન લગાવી શકો છે. જેને કારણે તમારી જીતની શક્યતાઓ વધી જાય છે. પરંતુ સ્નાઈપર ગનનો ઉપયોગ કરવો ફ્રી ફાયર મેક્સ જેવી ગેમમાં સાવ સરળ નથી. સામાન્ય રીતે જ્યારે જ્યારે પ્લેયર્સ સ્નાઈપર ગનનો ઉપયોગ કરે છે, ત્યારે એ ભૂલો કરે છે, જેને કારણે તેમનું લોકેશન પકડાઈ જાય છે, અને દુશ્મન ખેલાડી તેને ઠાર કરી દે છે. પરિણામે યુઝર આઉટ થઈ જાય છે. ચાલો જાણીએ કે સ્નાઈપર ગનનો ઉપયોગ કરતા સમયે કઈ ભૂલો ન કરવી જોઈએ.

નિશાન લેતા સમયે ઉતાવળ ન કરો.
Free Fire Max ગેમમાં મોટાભાગના યુઝર્સ સ્નાઈપર શોટ લગાવતા સમયે ઉતાવળ કરતા હોય છે, જેને કારણે તેમનું નિશાન યોગ્ય જગ્યાએ નથી લાગતું. જો તમે પણ ઉતાવળ કરીને નિશાન લો છો, તો આ ભૂલ ન કરો. નિશાન લગાવતા પહેલા યોગ્ય લોકેશન સુધી પહોંચો. ત્યાર બાદ ટાર્ગેટ પર ફોકસ કરો અને બાદમાં ફાયર કરો.
હેડ શોટ પર ફોકસ ન કરો.
Free Fire Maxમાં જુદી જુદી જાતની ઘણી સ્નાઈપર ગન્સ છે, જે સામેના યુઝર્સને આઉટ કરી શકે છે. આવી સ્થિતિમાં માત્ર વિરોધીને હેડ શોટ મારવા પર ફોકસ કરવાના બદલે તેના શરીર પર નિશાન લો. આમ કરવાથી નિશાન લાગવાની શક્યતા વધી જાય છે.
ક્લોઝ રેન્જ ફાઈટમાં સ્નાઈપર ગનનો ઉપયોગ ન કરો
ઘણા પ્લેયર્સ એકદમ નજીગની ફાઈટ દરમિયાન પણ સ્નાઈપર ગનનો ઉપયોગ કરતા હોય છે. પ્લેયર તરીકે આ તમારી સૌથી મોટી ભૂલ છે. કારણ કે સ્નાઈપર ગન એક સમયે એક જ બુલેટ ફાયર કરે છે. સાથે જ સ્નાઈપર ગન બનાવાઈ જ છે, દૂરથી નિશાન લઈને મારવા માટે. જો તમે નજીકથી સ્નાઈપરનો ઉપયોગ કરશો, તો નિશાન લેવામાં તકલીફ પડશે. સાથે જ તમે બીજી બુલેટ લોડ કરશો, તે પહેલા તો તમારા વિરોધી પ્લેયર્સ મશીન ગનથી તમને વીંધી નાખશે. એટલે ક્લોઝ રેન્જ ફાઈટ દરમિયાન સ્નાઈપર ગનના બદલે અસોલ્ટ રાઈફલનો ઉપયોગ કરો.
સ્નાઈપર રાઈફલનો ઉપયોગ કરતા સમયે બિલકુલ હલો નહીં.
Free Fire Maxમાં મોટા ભાગના પ્લેયર્સ સ્નાઈપર રાઈફલનો ઉપયોગ કરતા સમયે હલન ચલન કરતા જોવા મળે છે. આ એક મોટી ભૂલ છે. ક્યારેય નિશાન લેતા સમયે હલવું ન જોઈએ. કારણ કે સ્નાઈપરના સ્કોપની રેન્જ ખૂબ જ નાની હોય છે. જો તમે થોડાક પણ હલ્યા તો તમારું નિશાન ચૂકી શકે છે. સ્નાઈપરથી નિશાન લગાવતા સમયે એકદમ સ્થિર રહો, જેથી તમે તમારા ટાર્ગેટ પર પરફેક્ટ શૂટ કરી શકો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications