Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Free Fire India નહીં થાય લોન્ચ, જાણો કારણ
Free Fire India ગૂગલે પોતાના પ્લેટફોર્મ પ્લે સ્ટોર પરથી હટાવી લીધી છે. આ ગેમ 5 સપ્ટેમ્બરે લોન્ચ થવાની હતી. પરંતુ વારંવાર ડેવલપર્સ દ્વારા તેનું લોન્ચિંગ ટાળવામાં આવ્યુ હતું. હવે આ ગેમ લોન્ચ થવાની બધી જ આશા પૂરી થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે Free Fire ભારતમાં ગત વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ બેન કરવામાં આવી હતી. જ્યારથી આ ગેમ પ્રતિબંધિત થઈ ત્યારથી જ પ્લેયર્સ તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા.
પરંતુ હવે ગૂગલે પ્લે સ્ટોર પરથી Free Fire India હટાવી દેતા પ્લેયર્સની આશા પૂરી થઈ ચૂકી છે. જો કે ગરેનાની Free Fire મેક્સ ગેમ પ્લે સ્ટોર પરથી નથી હટાવાઈ. આ ગમ હજી પણ યુઝર્સ રમી શકે છે. તમને જણાવી દઈએ કે Free Fire અને Free Fire India મેક્સ વચ્ચે કોઈ ફરક નથી.

ઓગસ્ટમાં લિસ્ટ થઈ હતી ગેમ
ગરેનાએ ઓગસ્ટ મહિનામાં Free Fire India ગેમ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ માટે ગરેનાએ ઘણા ભારતીય સ્પોર્ટ્સ પર્સન્સને લઈને એક ટ્રેલર પણ લોન્ચ કર્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલ સહિત ઘણા ટોચના ખેલાડીઓએ Free Fire Indiaનું પ્રમોશન કર્યું હતું. ટ્રેલર આવ્યા બાદ પ્લેયર્સમાં આ ગેમ લોન્ચ થવાની આશા જાગી હતી. આ ગેમ ફરી લોન્ચ કરવાની જાહેરાત સાથે ગેમના ડેવલપર્સે કહ્યું હતું કે આ વખતે ગેમનું સર્વર ભારતમાં જ રહેશે. આ ઉપરાંત પ્રાઈવસી પોલિસી પણ પ્લે સ્ટોર પર લિસ્ટ કરવામાં આવી હતી.
ગેમ લોન્ચ થવાની જાહેરાત સાથે જ પ્લેયર્સે પ્રિ રજિસ્ટ્રેશન કરાવવાની પણ શરૂઆત કરી દીધી હતી. સમાચાર એવા પણ હતા કે Free Fire Indiaમાં મહેન્દ્રસિંહ ધોનીનું રિયલ લાઈફ થાલા કેરેક્ટર જોવ મળશે. જેનું પણ ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ કારણોથી પ્લે સ્ટોર પરથી હટાવાઈ ગેમ
Free Fire India ગૂગલ લે સ્ટોર પરથી હટવાનું સૌથી મોટું કારણ ગરેના દ્વારા પ્લે સ્ટોરની ગાઈડલાઈન્સનું પાલન ન કરવાનું હોઈ શકે છે. આ ઉપરાંત ગેમને લોકલાઈઝ્ડ કરવામં પણ લાંબો સમય લાગતો હોય છે, જેને કારણે પણ ગેમ હટાવાઈ હોઈ શકે છે. શક્ય છે કે સિક્યોરિટી કન્સર્નને લઈને પણ ગૂગલે પ્લે સ્ટોર પરથી Free Fire India ગેમ હટાવવાનો નિર્ણય લીધો હોય. હવે આગળ એ સ્પષ્ટ નથી કે આ ગેમ ફરી ક્યારે પ્લે સ્ટોર પર આવશે, આવશે પણ કે નહીં?
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications