Free Fire India બનશે રસપ્રદ, હવે મળશે રૅર ગ્લૂ વૉલ સ્કીન!

By Gizbot Bureau
|

Free Fire Indiaના લોન્ચની જાહેરાતને એક મહિના કરતા પણ વધારે સમય થઈ ચૂક્યો છે, પરંતુ હજી સુધી ભારતમાં ગેમ લોન્ચ નથી થઈ. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે, તેમ તેમ પ્લેયર્સની આ ગેમને લઈને ઉત્સુક્તા વધી રહી છે. ફેન્સ આ ગેમની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ ફ્રી ફાયર ફાયર કન્ટેન્ટ ક્રિએટર અને યુટ્યુબરે કરેલી જાહેરાત મુજબ આ ગેમ 1 નવેમ્બરના રોજ લોન્ચ કરી છે. જો કે, ગેમના ક્રિએટર્સ ગરેના તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. આ ગેમમાં ફ્રી ફાયર જેવી ઘણી આઈટમ મળવાની આશા છે. આજે અમે તમને એવી રૅર ગ્લૂ વૉલ સ્કિન્સ વિશે જાણ કરીશું, જે Free Fire Indiaમાં કમબેક કરી શકે છે.

Free Fire India બનશે રસપ્રદ, હવે મળશે રૅર ગ્લૂ વૉલ સ્કીન!

Free Fire Indiaમાં મળી શકે છે આ ગ્લૂ વૉલ સ્કિન્સ

Free Fire Indiaમાં ગેમ પ્લે મોટા ભાગે ફ્રી ફાયર જેવો જ હશે. એટલે જ ફ્રી ફાયર જેવા જ વેપન અને કોસ્મેટિક્સ આઈટમ આ ગેમમાં પણ મળી શકે છે. ગેમની રિલીઝની સાથે ઘણઈ ર2ર ગ્લૂ વૉલ સ્કિન્સ પણ આ ગેમમાં યુઝર્સને મળી શકે છે.

Splash of Colors ગ્લૂ વૉલ સ્કિન

Free Fireની લોકપ્રિય અને રૅર ગ્લૂ વૉલ સ્કિનમાં સ્પ્લેશ ઓફ કલર્સનું નામ સામેલ છે. આ સ્કીન ગેમના ભારતીય વેરિયંટમાં મળી શકે છે. આ સ્કિન ફ્રી ફાયરમાં હોળી ટોપ અપ ઈવેન્ટ દરમિયાન રજૂ કરવામાં આવી હતી. આ સ્કિનમાં સામેની બાજુ Holi Hai લખેલું દેખાય છે.

Justice Fighter

Free Fire Indiaમાં Justice Fighter નામની શાનદાર ગ્લૂ વૉલ સ્કિન પણ કમબેક કરી શકે છે. આ સ્કીન બોલીવુડના સુપર સ્ટાર અને ગ્રીક ગૉડ ગણાતા એક્ટર ઋતિક રોશન પર બેઝ્ડ છે. આ સ્કિનમાં સામેની તરફ ઋતિક રોશનનો ચહેરો દેખાય છે. આ સ્કિન યુઝર્સમાં ઘણી લોકપ્રિય હતી. આ સ્કિન ફ્રી ફાયર ઈન્ડિયાની સાથે ગેમમાં કમબેક કરી શકે છે.

Cobra Strike

ગેમમાં Cobra Strike ગ્લૂ વૉલ સ્કિન પણ જોવા મળી શકે છે. આ સ્કિનનો ઉપયોગ ફ્રી ફાયર બેટલ રૉયલ મોડમાં સૌથી વધુ થાય છે. તેના દ્વારા તમારા દુશ્મનોથી બચવા માટે સરળતાથી અને ખૂબ ઝડપથી કવર લગાવી શકો છો. આ સ્કિન સાથે મળનારી આંખો પ્લેયર્સને પોતાની તરફ આકર્ષિક કરે છે. Free Fire Indiaમાં આ સ્કિન પણ જોવા મળી શકે છે.

આ ત્રણેય ગ્લૂ વૉલ સ્કિન્સ Free Fire Indiaમાં કમબેક કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. પરંતુ હજી સુધી ગરેના દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં નથી આવી.

Best Mobiles in India

English summary
Free Fire India can contain rare gloo skins in Indian version

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X