Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Free Aadhaar Update માટે ગણતરીના દિવસ બાકી, ખર્ચો બચાવવા પ્રોસેસ જાણી લો
આધાર કાર્ડ કેટલું મહત્વનું છે, તે હવે કોઈને સમજાવવું પડે તેમ નથી. આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી અગત્યનો દસ્તાવેજ છે. સ્કૂલમાં એડમિશન મેળવવાથી લઈને નોકરી મેળવવા સુધી, બેન્કમાં અકાઉન્ટ ઓપન કરવાથી લઈને સરકારી યોજનાનો લાભ લેવા સુધી દરેક જગ્યાએ આધાર કાર્ડ ખૂબ જ કામનું છે. દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે. જો આધાર કાર્ડમાં આપણી કોઈ માહિતી ખોટી હોય, તો તમે ક્યારેક મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.
જો તમારા આધાર કાર્ડમાં કોઈ ભૂલ હોય, અને તમારે તે ભૂલ સુધારવી છે, તો આ આર્ટિકલ ધ્યાનથી વાંચી લેજો. કેન્દ્ર સરકાર આધાર કાર્ડ અપડેટ કરવા માટે ફી વસુલવા જઈ રહી છે. જો કે, ચિંતા કરવાની જરૂર નથી 14 સપ્ટેમ્બર પહેલા આધાર કાર્ડ અપડેટ કરાવવું એકદમ ફ્રી છે. એટલે કે આગામી 15 દિવસમાં તમારે આ અગત્યનું કામ કરી લેવાનું છે.

14 સપ્ટેમ્બર પછી આધાર કાર્ડની કોઈ પણ ડિટેઈલ અપડેટ કરવા માટે તમારે નક્કી કરેલી ફી ચૂકવવી પડશે. UIDAI દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે ફ્રીમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2024 છે. આ તારીખ બાદ જો તમે આધાર કાર્ડમાં કોઈ પણ ડિટેઈલ અપડેટ કરશો, તો તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
માત્ર ઓનલાઈન મોડ માટે છે આ ટાઈમ લિમિટ
જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ કરતા જૂનું છે, તો તમારે તેને તરત અપડેટ કરી લેવું જોઈએ. સરકાર દ્વારા પણ દરેક નાગરિકોને આ વાત વારંવાર કહેવાઈ રહી છે. સાથે જ એ વાત પણ ધ્યાન રાખી લો કે ફ્રીમાં આધાર અપડેટ કરવા માટેની ટાઈમ લિમિટ માત્ર ઓનલાઈન મોડ માટે છે. જો તમે આધાર સેન્ટર પર જઈને આધાર કાર્ડ અપડેટ કરાવશો, તો તમારે 50 રૂપિયાની ફી આજે પણ ચૂકવવી પડશે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. આગળ અમે તમને શીખવીશું તમે તમે ઘરે બેઠા મોબાઈલથી કે તમારા કમ્પ્યુટરથી 14 સપ્ટેમ્બર પહેલા આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરી શકો છો.
આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: આધાર અપડેટ કરવા માટે સૌથી પહેલા UIDAIની સત્તાવાર વેબસાઈટ uidai.gov.in પર જાવ.
સ્ટેપ 2: હવે તમને અહીં My Aadaar સેક્શન મળશે.
સ્ટેપ 3: માય આધાર સેક્શનમાં તમને એક ડ્રોપ ડાઉન મેન્યુ દેખઆશે, જેમાં Update Your Aadhaar પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે તમારા આધાર નંબર, કેપ્ચા વેરિફિકેશન કોડ એ્ટર કરો જ્યાર બાદ તમને રજિસ્ટર્ડ નંબર પર સેન્ડ ઓટીપી નામનું બટન મળશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 5: હવે તમારા મોબાઈલ નંબરમાં UIDAI દ્વારા મોકલાયેલા ઓટીપીની મદદથી લોગ ઈન કરો.
સ્ટેપ 6: હવે આ સેક્શનમાં તમને ડેમોગ્રાફિક ડિટેઈલ્સ જોવા મળશે, તમે આ ડિટેઈલ્સ ચેન્જ કરી શકો છો.
સ્ટેપ 7: ડિટેઈલ્સ બદલીને કે અપડેટ કરીને તમે સબમિટ બટન પર ક્લિક કરશો, તે પહેલા તમારે જરૂરી ડોક્યુમેન્ટ્સ અપડેટ કરવા પડશે.
સ્ટેપ 8: સબમિટના બટન પર ક્લિક કર્યા બાદ તમારા રજિસ્ટર્ડ નંબર પર અપડેટનો રિકવેસ્ટ આઈડી નંબર મળી જશે. આ આઈડીની મદદથી તમે સ્ટેટસ ટ્રેક કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications