Just In
Fortnite Battle Royale Chapter 4 Season 1 લોન્ચ, જાણો શું છે નવું
Epic Games દ્વારા ફોર્ટનાઈટ બેટલ રોયલ ગેમની સિઝન 1નું ચોથું ચેપ્ટર લોન્ચ કરી દેવાયું છે. આ નવા ચેપ્ટરમાં ફોર્ટનાઈટમાં નવા મેપ્સ, ડૂમ સ્લેયર, નવા લેન્ડમાર્ક્સ સહિત ગેમ રમવાની રીમાં કેટલાક રોમાંચક ફેરફાર કરવામં આવ્યા છે. ફોર્ટનાઈટ બેટલ રોયલ ચેપ્ટર 4 સિઝન 1 હાલ સોનીના પ્લે સ્ટેશન 5, માઈક્રોસોફ્ટના એક્સ બોક્સ સિરીઝ એક્સ અને સિરીઝ એસના ગેમિંગ કોન્સોલ, પર્સનલ કમ્પ્યુટર્સ અને ક્લાઉડ ગેમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

ફોર્ટનાઈટ બેટલ રોયલની પહેલી સિઝનના ચોથા ચેપ્ટરમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારની યાદીમાં The Citadel પણ સમાવેશ થાય છે, જેના પર ધ એજલેસનું શાસન છે. આ ઉપરાંત Anvil Square, જે જંજંગલની મધ્યમાં શાંતિપૂર્ણ દેખાતું નગર છે; બ્રુટલ બસ્ટન, રિયાલિટી વોરિયર્સનું મુખ્ય મથક છે અને તે બરફીલા પર્વતોની વચ્ચે સ્થિત છે; અને પ્રચંડ ક્ષેત્રો, જે એક ત્યજી દેવાયેલ ખેતર આપવામાં આવ્યું છે.
એપિક ગેમ્સનું કહેવું છે કે જો પ્લેયર્સ શેટર્ડ સ્લેબ્સ માઈનિંગ ફેસિલિટીનો ઉપયોગ કરશે, તો તેઓ કાઈનેટિક ઓર સુધી પહોંચી શક્શે, જેના દ્વારા ખેલાડીઓ વિરોધી પ્લેયર્સ પર વ્યુહાત્મક હુમલા કરી શક્શે. વધુમાં, સીઝન 1ના ચેપ્ટર 4માં અપડેટ ટુ-વ્હીલ ટ્રેઇલ થ્રેશર મળશે, જે ખેલાડીઓને યુક્તિઓ કરવા અને તેઓ સવારી કરતી વખતે શસ્ત્રોનો ઉપયોગ કરવા સક્ષમ બનાવશે. આ રમતમાં બરફવાળા વિસ્તારો પણ છે, જ્યાં વપરાશકર્તાઓ સ્નોબોલ બનાવવા માટે પીકેક્સનો ઉપયોગ કરી શકે છે. ખેલાડીઓ પણ સ્નોબોલમાં કૂદી શકે છે, જેથી તેઓ રોલ કરીને વિરોધી પ્લેયર્સને નીચે ઘસી શકે.
આ બધા સિવાય, ફોર્ટનાઈટ બેટલ રોયલ સીઝન 1ના ચેપ્ટર 4 માં નવા હથિયારોનો પણ સમાવેશ થાય છે. આ રમતમાં એક્સ-કેલિબર રાઈફલ છે, જે એક શક્તિશાળી, સેમી ઓટોમેટિક રાઈફલ છે, જે દુશ્મનો પર બેલિસ્ટિક બ્લેડ ચલાવે છે. આ ઉપરાંત પ્લેયર્સને થંડર શોટગન મળશે, જે એક પંપ-એક્શન શોટગન છે, જે દુશ્મનોને વધુ નુકસાન પહોંચાડે છે અને એક સમયે બે રાઉન્ડ ફાયર કરે છે. આ ઉપરાંત ચેપ્ટર ફોરમા મેવેન ઓટો શોટગન આપવામાં આવી છે, જે મધ્યમ નુકસાન અને શ્રેણી સાથે ઓટોમેટિક, ઝડપી ફાયરિંગ શોટગન છે. જો યુઝર્સ રેડ-આઈ એસોલ્ટ રાઈફલ, જે વધારે એક્યુરેટ અને વૈવિધ્યપૂર્ણ રેડ આઈ એસોલ્સટ સાથે ઓટોમેટિક એસોલ્ટ રાઈફલ છે. પ્લેયર્સને અહીં ટ્વીન મેગ એસએમજી પણ મળશે, જે વધારાના ઝડપી રીલોડ માટે ડબલ-સાઇડ મેગેઝિન સાથે ઓટોમેટિક, ઝડપી-ફાયરિંગ એસએમજી છે. આ ઉપરાંત એક પિસ્તોલ, અને શોકવેવ હેમર પણ યુઝર્સને મળવાનો છે.
આ ગેમમાં સ્લેપ બેરી, સ્લેપ જ્યુસ અને પ્લેયર્સના કેરેક્ટરની હેલ્થને રિચાર્જ કરતી કરતી જેલીફિશ જેવી નવી વસ્તુઓ પણ લઈને આવી છે. આ ગેમ સેલેન, મસાઈ, ડૂમ સ્લેયર, ડસ્ટી, હેલ્સી, ધ એજલેસ અને નેઝુમી જેવી નવી સ્કિન્સના પ્લેયર્સ આપી રહી છે. છેલ્લે, ગેમમાં લાઇટ ફિંગર્સ, મિકેનિકલ આર્ચર, એરિયલિસ્ટ, સુપરચાર્જ્ડ અને સોરિંગ સ્પ્રિન્ટ્સ જેવા નવા રિયાલિટી ઓગમેન્ટ્સનો સમાવેશ થાય છે.
એપિક ગેમ્સના કહેવા પ્રમાણે, 10 ડિસેમ્બરથી પ્લેસમેન્ટ કપ સાથે ચેપ્ટર 4ની શરૂઆત થવાની છે, જેમાં FNCS, ડિવિઝનલ કપ, ઝીરો બિલ્ડ કપ અને વિક્ટરી કેશ કપનો સમાવેશ થાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470