વોટ્સએપ ગ્રુપ ચેટની ઇન્વાઇટ લિંક તૈયાર કરવાની 5 સરળ પદ્ધતિઓ

By: Hitesh Vasavada

આજકાલ લગભગ દરેક વ્યક્તિ વોટ્સએપનો ઉપયોગ કરે છે. આપણે ગ્રુપ ઇન્વાઇટ લિંક તૈયાર કરીને તે ગ્રુપમાં અન્ય લોકોને જોડાવા માટે મોકલવાની સરળ રીત જોઈએ.

વોટ્સએપ ગ્રુપ ચેટની ઇન્વાઇટ લિંક તૈયાર કરવાની 5 સરળ પદ્ધતિઓ

ફેસબુકની માલિકીનું વોટ્સએપ હાલમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ ચેટિંગ એપ્લિકેશનમાંની એક છે. એક બિલિયનથી પણ વધારે વપરાશકર્તાઓ ધરાવતી આ એપમાં ગ્રાહકો નિરાશ ન થાય તે હેતુથી કંપની સતત નવી-નવી વિશેષતાઓ ઉમેરતી રહે છે.

તેમ છતાં, વોટ્સએપ જેવી ઘણી અન્ય એપ ઉપલબ્ધ છે જેવી કે જીબીવોટ્સએપ વિ. અને તેઓ અનેક વધારાનાં આકર્ષણો ધરાવે છે જે અધિકૃત વોટ્સએપમાં હાલમાં ઉપલબ્ધ નથી. આપણે ગ્રુપ ઇન્વાઇટ લિંક તૈયાર કરીને તે ગ્રુપમાં તમારા મિત્રોને જોડાવા માટે આમંત્રણ આપવાની સરળ રીત જોઈએ.

સ્ટેપ-1 : જીબીવોટ્સએપ એપીકે ડાઉનલોડ કરો

સ્ટેપ-1 : જીબીવોટ્સએપ એપીકે ડાઉનલોડ કરો

સૌપ્રથમ તમારે જીબીવોટ્સએપ એપીકે ડાઉનલોડ કરીને તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરવી પડશે. તમારા ફોન પર જીબીવોટ્સએપ ઇન્સ્ટોલ કરવા માટે તમારે અધિકૃત વોટ્સએપને તમારા ફોન પરથી અનઇન્સ્ટોલ કરવું પડશે.

સ્ટેપ-2 : તમારા ગ્રુપમાં જાવ

સ્ટેપ-2 : તમારા ગ્રુપમાં જાવ

હવે તમારે જેમાં તમે ઇન્વાઇટ લિંક બનાવવા માંગતા હો તેવા તમારા ગ્રુપમાં જવું પડશે. તમે આ ગ્રુપને ઉપર દેખાતા સર્ચ બારમાંથી પણ શોધી શકો છો.

સ્ટેપ-3 : સૌથી ઉપરનું ‘+’ બટન દબાવો!

સ્ટેપ-3 : સૌથી ઉપરનું ‘+’ બટન દબાવો!

તમે જેવા ગ્રુપમાં દાખલ થશો એટલે તમે સ્ર્કીનની ઉપરના ભાગમાં ‘+' સાઇન દેખાશે, તેને ફક્ત આંગળી મુકીને દબાવો.

સ્ટેપ-4 : ગ્રુપ લિંક બનાવો

સ્ટેપ-4 : ગ્રુપ લિંક બનાવો

ગ્રુપ સેટિંગમાં દાખલ થયા બાદ તમે ‘ગ્રુપ લિંક બનાવો' નામનો એક વિકલ્પ જોઈ શકશો. તેને દબાવો અને 5-10 સેકંડ સુધી રાહ જુવો. અને તમે જોઈ શકશો કે ગ્રુપ લિંક તૈયાર થઈ ગઈ છે. હવે તમે આ તૈયાર થયેલ ગ્રુપ તમારા મિત્રો સાથે જોડાવા માટે શેર કરી શકો છો.

નોંધ : તમે ગ્રુપના એડમિન હોવા જરૂરી છે

નોંધ : તમે ગ્રુપના એડમિન હોવા જરૂરી છે

એક વાતનું ધ્યાન રાખશો કે વોટ્સએપ ગ્રુપ બનાવવા માટે તમારે તે ચોક્કસ ગ્રુપના એડમિન હોવું જરૂરી છે. અન્યથા તમે ગ્રુપ લિંક બનાવી શકશો નહીં.

English summary
There are many WhatsApp tips and tricks and here's one among them with which you can create a WhatsApp group invite link easily. Read on..

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot