Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 499 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart Summer Saver Days Saleમાં આ વસ્તુઓ મળશે અત્યંત સસ્તી
ઈ કોમર્સ વેબસાઈટ Flipkart પર Summer Saver Days Saleની શરૂઆત થઈ ચૂકી છે. આ સેલની શરૂઆત 13 એપ્રિલથી થઈ છે, જે 17 એપ્રિલ સુધી એટલે કે 5 દિવસ ચાલશે. આ સમર સેવર ડેયઝ, સેલમાં સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક ડિવાઈસ, સ્માર્ટ ટીવી અને કપડા પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાં કેટલાક ક્રેડિટ કાર્ડ્ઝ અને ક્રેડિટ EMIથી પેમેન્ટ કરવા પર પણ ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બેન્ક કાર્ડથી પેમેન્ટ કરવા પર મળશે કેશબેકનો લાભ
આ સેલમાં તમે બેન્કના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. જો તમે એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદી કરશો, તો EMI ટ્રાન્ઝેક્શન પર 10 ટકા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ જો તમે Paytm Wallet દ્વારા ખરીદી કરશો, તો તમમને ફ્લેટ 100 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે.
સ્માર્ટફોન પર અધધધ ડિસ્કાઉન્ટ
આ સેલમાં તમે Google Pixel 7 Pro પર કંપની સારું એવું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સ્માર્ટપોનમાં તમને 6.7 ઈંચની Quad HD+ ડિસ્પ્લે 12 GB RAM અને 128 GB સ્ટોરેજ પણ મળશે. આ સાથે જ આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા અને 4926 mAhની બેટરી આપવામાં આવી છે. Google Pixel 7 Pro ગૂગલની જ ટેન્સર જી2 ચિપ પર કામ કરે છે. જો આ સેલ દરમિયાન તમે એક્સિસ બેન્કના કાર્ડથી આ ફોન ખરીદો છો, તો તમને 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે, એટલે કે આ સ્માર્ટફોન માટે તમારે 79,999 રૂપિયા જ ચૂકવવા પડશે.
સેલ દરમિયાન તમે Poco M4 Pro સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. આ સ્માર્ટફોનમાં તમને 64 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા, 8 જીબી રેમ અને 128 જીબીનું સ્ટોરેજ મળે છે. સેલ દરમિયાન આ સ્માર્ટફોન પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે બાદ Poco M4 Proની કિંમત ઘટીને 11,999 રૂપિયા થઈ જાય છે.
આ વસ્તુઓ પણ મળી રહી છે ખૂબ સસ્તી
Flipkart Summer Saver Days Saleમાં ઉનાળાને ધ્યાનમાં રાખીને ફ્રિજ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું રહ્યું છે. બેસ્ટ સેલિંગ અંતર્ગત ફ્રિજ પર ફ્લિપકાર્ટ 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તો કૂલરની કિંમત પર પણ વેબસાઈટ 45 ટકા વળતર ઓફર કરી રહી છે. આ ઉપરાંત હોમ અપ્લાયન્સિસમાં ઈલેક્ટ્રિક કેટલ પર 70 ટકાનું ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. આ સેલમાં ઈલેક્ટ્રોનિક્સ ઉપરાંત કપડા પર પણ સારું એવું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications