Just In
Flipkart Saleમાં સ્માર્ટ ટીવી, વોશિંગ મશીન મળશે આટલા સસ્તા
ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર આકર્ષક સેલ ચાલી રહ્યું છે. આ સેલ દ્વારા તમે ઘણી પ્રોડક્ટ્સ સાવ જ સસ્તામાં ખરીદી શકો છો. ફ્લિપકાર્ટના આ સેલનો 30 નવેમ્બર એટલે કે આવતીકાલે છેલ્લો દિવસ છે. હવે જ્યારે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે તમે આ સેલનો લાભ લઈને તમે ઘણી જરૂરી પ્રોડક્ટ્સ સાવ જ સસ્તામાં ખરીદીને ઘરે લઈ જઈ શકો છો. ફ્લિપકાર્ટના બ્લેક ફ્રાઈડે સેલ દરમિયાન તમે ટીવી, વોશિંગ મશીન, સ્માર્ટપોન સહિતની બીજી પ્રોડ્ક્ટસ પર મસમોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

ફ્લિપકાર્ટ સેલમાં કન્ઝ્યુમર્સને ફ્લેટ ડિસ્કાઉન્ટ ઉપરાંત બેન્ક ઓફર્સ અને એક્સચેન્જ બોનસનો પણ ફાયદો મળશે. ફ્લિપકાર્ટ પરના આ સેલ દરમિયાન HDFC બેન્ક અને ICICI બેન્ક સહિત અન્ય કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ચાલો વિગતે જાણીએ કે ફ્લિપકાર્ટના સેલ દરમિયાન કઈ કઈ ઓફર્સ મળી રહી છે.
સસ્તામાં ખરીદો સ્માર્ટ ટીવી
જો તમારે નવું સ્માર્ટ ટીવી લેવું હોય, તો તમે ફ્લિપકાર્ટના સેલનો ફાયદો લઈ શકો છો. આ સેલ દરમિયાન સ્માર્ટ ટીવી પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમે એલજી, સેમસંગ, થોમ્સન જેવી જાણીતી બ્રાન્ડના ટીવી અફોર્ડેબલ કિંમતે ખરીદી શકો છો. થોમ્સન ટીવીની કિંમત 6,999 રૂપિયાથી શરૂ થાય છે. આ કિંમત ટીવીના 24 ઈંચના વેરિયંટની છે.
જો તમારે સ્માર્ટ ટીવી ખરીદવું છે તો તમારે 10 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ બજેટમાં તમને 32 ઈંચનું થોમ્સન ટીવી મળી જશે. આ ઉપરાંત તમે રિયલમીનું 32 ઈંચનું એલઈડી સ્માર્ટ ટીવી માત્ર 13,999 રૂપિયામાં ખરીદી શકો છો. વધુ એક વિકલ્પ શાઓમીના ટીવીનો પણ છે. Miનું 32 ઈંચની સ્ક્રીન સાઈઝ ધરાવતું એલઈડી સ્માર્ટ ટીવી તમે માત્ર 13,499 રૂપિયામાં ખરીદી શકો છો.
વોશિંગ મશીન પર પણ વળતર
આ સેલ દરમિયાન તમે વોશિંગ મશીન પર પણ સારું એવું વળતર મેળવી શકો છો. ફ્લિપકાર્ટ સેલ દરમિયાન તમે જુદી જુદી બ્રાન્ડઝના વોશિંગ મશીન સસ્તામાં ખરીદી શકો છો. સૌથી સસ્તું વોશિંગ મશીન માત ર5,490 રૂપિયાનું છે.
જો કે સેમી ઓટોમેટિક વોશિંગ મશીન માટે તમારે 7,499 રૂપિયા ચૂકવવા પડશે. આટલી કિંમતે તમને વ્હાઈટ વેસ્ટિંગહાઉસ અને MarQની પ્રોડક્ટ્સ મળશે. જો તમારે વધારે સારી બ્રાન્ડનું વોશિંગ મશીન લેવું છે તો, તમે Whirlpool, LG, Samsung જેવી કંપનીની પ્રોડ્ક્ટસ પર પણ ધ્યાન આપી શકો છો.
Whirlpoolના વોશિંગ મશીન 10 હજાર રૂપિયા કરતા પણ ઓછી કિંમતે શરૂ થાય છે. 7 કિલોગ્રામની ક્ષમતા અને 5 સ્ટાર રેટિંગ ધરાવતું વોશિંગ મશીન તમે માત્ર 9,990 રૂપિયામાં મળશે. આ કિંમત પર તમને 10 ટકાનું બીજું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. એટલે કે તમે માત્ર 9 હજાર રૂપિયામાં વ્હર્લપૂલનું વોશિંગ મશીન ખરીદી શકો છો. જ્યારે એલજીના વોશિંગ મશીન માટે તમારે 10 હજાર રૂપિયા ચૂકવવા પડશે. જો કે અહીં પણ તમને બેન્ક ઓફરનો લાભ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470