Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone 15 લોન્ચ સમયે Flipkart iPhone 14 પર આપી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ
iPhoneના શોખીનો માટે આજનો દિવસ ખાસ છે, કારણ કે આજે iPhone 15 લોન્ચ થઈ રહ્યો છે. જેની સાથે સાથે જૂના આઈફોનના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. iPhone Red એપલના 5જી પ્રીમિયમ ફોનના લોન્ચ બાદ આજે સૌથી ઓછી કિંમતે વેચાઈ રહ્યો છે. ફ્લિપકાર્ટ પર iPhone 14 પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો શું તમારે iPhone 14 સસ્તા ભાવે ખરીદવો જોઈએ કે પછી iPhone 15 માર્કેટમાં અવેલેબલ થાય તેની રાહ જોવી જોઈએ?

iPhone 14 પર આટલું ડિસ્કાઉન્ટ
iPhone 14ના રેડ કલરના વેરિયંટની કિંમત 79,900 રૂપિયાથી ઘટીને 66,999 રૂપિયામાં મળી રહી છે. આ ઉપરાંત જો તમે HDFC બેન્કના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરો છો, તો તમને બીજું 4,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જેને કારણે iPhone 14ની કિંમત ઘટીને 62,999 રૂપિયા થઈ જશે. એટલે કે યુઝર્સને કુલ 16,901 રૂપિયાની બચત થશે. તો ધ્યાન આપો કે iPhone 13 પણ હાલ ફ્લિપકાર્ટ પર માત્ર 56,999 રૂપિયામાં અલેબલ છે. iPhone 13ની પણ આ અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત છે. આ ફોન પણ જો તમે HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદશો, તો 54,999 રૂપિયામાં ખરીદી શકો છો.
iPhone 14 અને iPhone 13 ખરીદવા કે પછી iPhone 15 લોન્ચ થવાની રાહ જોવી?
અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે iPhone 15માં કેમેરા, બેટરી, ચિપસેટ, ડિઝાઈન સહિત ઘણા મામલે અપગ્રેડેશન જોવા મળવાનું છે. પરંતુ આ અપગ્રેડેશનની સાથે iPhone 15ની કિંમત પણ વધવાની પૂરેપૂરી શક્યતા છે. iPhone 15માં થનારા આ ફેરફારને કારણે આ નવો સ્માર્ટફોન 80,000 કરતા વધારે કિંમત પર મળવાની શક્યતા છે. જો તમારે એકદમ અપગ્રેડેડ ફીચર્સનો યુઝ કરવો છે, અને કિંમતની ચિંતા નથી તો તમારે iPhone 15 પર પસંદગી ઉતારવી જોઈએ. જે યુઝર્સ પાસે બજેટ છે, તેના માટે iPhone 13 અને iPhone 14 કરતા લેટેસ્ટ iPhone 15 બેસ્ટ ઓપ્શન છે.
સાથે જ એ પણ દ્યાન રાખો કે iPhone 13 ભલે 2 વર્ષ જૂનો છે, પરંતુ તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ iPhone 14 જેવા જ છે. એટલે કે બંને ફોનનું પર્ફોમન્સ એકસરખું જ છે. આ બંને મોડેલમાં કેમેરા, બેટરી લાઈફ, ડિસ્પ્લે અને ચિપસેટ પણ સમાન છે. તો ડિઝાઈનની દ્રષ્ટિએ પણ બંને સ્માર્ટફોન iPhone 11 જેવા જ છે.
પરંતુ જે યુઝર્સ માટે બજેટ કન્સર્ન છે, તેઓ iPhone 13 ખરીદી શકે છે. પરંતુ જો તમે 80,000 કરતા વધુ કિંમત ચૂકવવા તૈયાર છો તો પછી તમારા માટે iPhone 15 જ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
આ ઉપરાંત યુઝર્સ તાત્કાલિક ધોરણે iPhone 13 નહીં ખરીદવાનું પણ નક્કી કરી શકે છે, કારણ કે iPhone 15ના લોન્ચ બાદ પણ કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે. એપલ હંમેશા નવા મોડેલના લોન્ચ બાદ જૂના મોડેલ્સની કિંમત ઘટાડતું હોય છે. હાલ એપલ સ્ટોર પર iPhone 14ની સત્તાવાર કિંમત 79,900 છે, જ્યારે iPhone 13 69,900 રૂપિયામાં મળી રહ્યું છે. પરંતુ ફ્લિપકાર્ટ પર બંને મોડેલ પર ડિસ્કાઉન્ટ અવેલેબલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications