Flipkart લાવી રહ્યું છે સેલ, જાણો કઈ પ્રોડક્ટ પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે

By Gizbot Bureau
|

ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ જુદા જુદા સેલ રજુ કરતી રહે છે. આ સેલ દરમિયાન સ્માર્ટ ફોન, લેપટોપ, સ્માર્ટ ટીવી, હોમ અપ્લાયન્સિસ સહિત કપડા જેવી પ્રોડક્ટ્સ પર પણ મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. હવે ફ્લિપકાર્ટ આજથી એક નવું Big Bachat Dhamaal Sale રજૂ કરી રહી છે. કંપનીએ પોતાની વેબસાઈટ પર આ માટે એક પેજ પણ લાઈવ કરી દીધું છે. જેમાં સેલની ડેટ અંગે બધી જ વિસ્તૃત માહિતી આપવાની સાથે સાથે કઈ પ્રોડક્ટ્સ પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે, તેની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સેલમાં ગ્રાહકોને એક લાખથી વધુ પ્રોડક્ટ્સ પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ચાલો જાણીએ કે આ સેલ ક્યાં સુધી ચાલવાનું છે અને કઈ પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Flipkart લાવી રહ્યું છે સેલ, જાણો કઈ પ્રોડક્ટ પર કેટલું ડિસ્કાઉન્ટ મળશ

ફ્લિપકાર્ટનું Big Bachat Dhamaal

ફ્લિપકાર્ટની વેબસાઈટ પર લાઈવ કરવામાં આવેલા નવા પેજ મુજબ Big Bachat Dhamaal આજથી એટલે કે 19 મે, 2023થી લાઈવ થઈ રહ્યું છે, જે 21 મે 2023 એટલે કે રવિવાર સુધી લાવશે. યુઝર્સ માત્ર ત્રણ દિવસ સુધી જ જબરજસ્ત ડિસ્કાઉન્ટનો લાભ લઈ શક્શે. આ સેલ દરમિયાન એક લાખથી વધુ પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ મળવાનું છે, સાથે જ 1000થી વધુ બ્રાન્ડઝ પર 80 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે.

ફ્લિપકાર્ટના સેલ પેજ પર ચાર સેક્શન બનાવવામાં આવ્યા છે, જેમાં Under 499 રૂપિયા, Under 699 રૂપિયા, Under 799 રૂપિયા અને Under 999 રૂપિયા એવું લખવામાં આવ્યું છે. એટલે કે આ સેક્શન અંતર્ગત યુઝર્સ આટલી રકમથી ઓછી કિંમતે ચીજવસ્તુઓ ખરીદી શક્શે.

આ ઉપરાંત ધમાલ ડીલ્સ અંતર્ગત નવી ડીલ રાત્રે 12 વાગે, સવારે 8 વાગે અને સાંજે 4 વાગે શરૂ થશે. લૂટ બજારમાં આઈટમ સૌથી ઓછી કિંમતે બપોરે 12થી રાત્રે 10 વાગ્યાની વચ્ચે મળશે. એટલું જ નહીં આ સેલ અંતર્ગત કોમ્બો ડીલ રાત્રે 12 વાગે, સવારે 8 વાગે અને સાંજે 4 વાગે રિવીલ થશે.

આ કંપનીના સ્માર્ટફોન પર મળશે ડિસ્કાઉન્ટ

સેલ દરમિયાન ફ્લિપકાર્ટ પરથી યુઝર્સ સસ્તા સ્માર્ટફોન પણ મેળવી શક્શે. હજી સુધી કંપનીએ સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ હશે, તે અંગે જાહેરાત નથી કરી. પરંતુ આ સેલ દરમિયાન રિયલમી, આઈફોન, પોકો અને સેમસંગ સહિતની કંપનીઓના સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ મળવાનું છે.

આ વસ્તુઓ પર પણ મળશે ડિસ્કાઉન્

બિગ બચત ધમાલ સેલ અંતર્ગત ફિટનેસ પ્રોડક્ટ્સ પર 80 ટકા ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ કપડાની ખરીદી પર પણ 60થી 90 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. બેગ અને એક્સેસરીઝ ઓછામાં ઓછા 60 ટકા ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. સેલ દરમિયાન જૂતા પર 60થી 70 ટકાનું ડિસ્કાઉન્ટ મળવા જઈ રહ્યું છે.

એટલું જ નહીં આ બિગ બચત ધમાલ સેલ દરમિયાન ફ્લિપકાર્ટ સંખ્યાબંધ ઈલેક્ટ્રોનિક, એક્સેસરીઝ, ફર્નિચર અને હોમ અપ્લાયન્સિસ પર પણ કોઈને કોઈ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Best Mobiles in India

English summary
Flipkart launched Big Bachat Dhamaal sale know offers

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X